જામનગરમાં ભાડાના મકાનમાં ગાંજો રાખી તેનું વેંચાણ કરતા એક શખ્સની એસઓજીએ કરી ધકરપકડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

જામનગર: જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં ભાડાના મકાનમાં ગાંજો રાખી તેનું વેંચાણ કરતા એક શખ્સની એસઓજીએ અટકાયત કરી છે. તેના કબ્જામાંથી ૨ કિલો ગાંજો મળી આવ્યો છે. આરોપીએ સાગરીતનું નામ ઓક્યું છે.

જામનગર શહેરમાં ઘાચીવાડ વિસ્તારમાં એક મકાનમાં ગાંજાનો જથ્થો વેંચાણ માટે રાખવામાં આવ્યો હોવાની બાતમી ગઈકાલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળતા પી.આઈ. કે.એલ. ગાધેના વડપણ હેઠળ એસઓજીનો સ્ટાફ ઘાંચીવાડમાં આવેલી ઘાંચીની ખડકી નજીકની ગલીમાં અલતાફ હુશેન સમા ઉર્ફે સીમુડા સંધીના મકાનમાં ત્રાટકયો હતો.

આ મકાનમાં તલાસી લેવામાં આવતા ત્યાંથી ૨ કિલો ગાંજા સાથે અલ્તાફ સમા મળી આવ્યો હતો. આ શખ્સના કબ્જામાંથી ગાંજાના વેંચાણના મનાતા રૃ.૧૦૫૦૦ રોકડા, એક મોબાઈલ, ડીજીટલ વજ કાંટો કબ્જે કરી પીએસઆઈ વી.કે.ગઢવીએ અલ્તાફની અટકાયત કરી છે.

આ શખ્સ ગાંજાનો જથ્થો કયાંથી લાવ્યો તેની પુછપરછ કરવામાં આવી રહી છે. તે આરોપીએ પોતાના સાગરીત ઈદરીસ મહંમદ હાલાનું નામ આપ્યું છે. એસઓજીએ કુલ રૃા. ૩૧૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી અલ્તાફ સામે એનડીપીએસ એકટની કલમ ૨૦ (બી) હેઠળ ગુન્હો રજીસ્ટર કર્યો છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •