ગ્રાહક જાગૃતિનો ‘માસ્ક પહેરો’ એવો જાહેર કાર્યક્રમ આજે અમદાવાદમાં કરવામાં આવ્યો.

સમાચાર

હાલ કોરોના ની મહામારી માં ઘર ની બહાર જતી વખતે અને જાહેર સ્થળો એ માસ્ક પહેરીને જ જવું જોઈએ અને સોશ્યલ ડિસ્ટનસ પણ જાળવવું જોઈએ. સરકારે માસ્ક ને ફરજિયાત બનાવ્યું છે ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ થી સમગ્ર રાજ્ય માં માસ્ક ન પહેરનાર વ્યક્તિ માટે ₹૫૦૦/- નો એકસમાન દંડ વસૂલ કરવા માટે ના હૂકમ પણ કરેલ છે. ગ્રાહક એ દેશનો નાગરિક પણ છે અને તેની ફરજ બને છે કે તે નિયમો નું પાલન કરે…. એટલે આ સંદર્ભ માં ગ્રાહક જાગૃતિ નો ‘ માસ્ક પહેરો ‘ એવો ૩૦ મિનિટ નો જાહેર કાર્યક્રમ તારીખ શનિવાર ૦૧/૦૮/૨૦૨૦ સવારે ૧૦.૩૦ થી ૧૧.૦૦ સુધી અમદાવાદ ના બે સ્થળે ૧) નહેરૂનગર સર્કલ પર અને ૨) માનસી સર્કલ ( સેટેલાઇટ) પર આયોજિત કરવામાં આવ્યો. ટીમ – ૧ ( નહેરૂનગર સર્કલ) ૧. સંદીપભાઈ પંડ્યા, ૨. પિંકેશભાઇ શાહ, ૩. ભાવેશભાઈ રવાણી, ૪. અમૂલભાઇ મોદી ….. ટીમ – ૨ ( માનસી સર્કલ) ૧. આશિષભાઈ રાવલ, ૨. જયંતભાઈ કથિરીયા ૩. પ્રશાંતભાઈ ચાવડા,
૪. શરદભાઈ અગ્રવાલ ૫. ઉમંગભાઈ શાહ, ૬. હિમાંશુભાઈ શાહ ૭. ઉમેશભાઈ કુલકર્ણી ૮. કોટકભાઈ ૯. કનુભાઈ પટેલ…. એમ બન્ને ટીમ થઈને કુલ ૧૩ કાર્યકર્તાઓ એ આ કાર્યક્રમમાં ભાગ લીધો.

કાર્યક્રમ બાદ માનસી સર્કલ પર ના ટ્રાફિક પોલીસ મથકે ટ્રાફિક પોલીસ સાથે ગ્રાહક પંચાયત ની કામગીરી બાબતે અનૌપચારિક વાતચીત થઈ.

???કાર્યક્રમ સરસ અને સફળ રહ્યો…. સર્વે કાર્યકર્તાઓ ને ખુબ ખુબ અભિનંદન.??? આશિષ રાવલ- મહાનગર સંયોજક

TejGujarati