*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 01/08/2020-શનિવાર*- વિનોદ મેઘાણી.

ભારત સમાચાર

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 01/08/2020-શનિવાર*

*ગુજરાતના DGP પદે આશિષ ભાટિયાની વરણી*
ગુજરાત રાજ્યનાં DGP શિવાનંદ ઝા નિવૃત થવાના છે ઉલ્લેખનીય છે કે રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના નામ પર મહોર લગાવવામાં આવી છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આશિષ ભાટિયા પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
**
*રોજ મળે છે એક આત્મવિલોપનની અરજી*
વિજય રૂપાણીની સરકાર સંવેદનશીલ સરકાર તરીકે ઓળખાય છે પરંતુ આ સંવેદનશીલ સરકારમાં જુદા જુદા વિભાગમાં પ્રજાલક્ષી એક પણ કામો સમયસર થતા નથી અથવા અરજદારો ને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જેને કારણે અંતે કંટાળીને અરજદાર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ એક અરજી અરજદારની આત્મવિલોપન માટે આવતા હવે પોલીસ પણ કંટાળી ગઈ છે. ગાંધીનગર પોલીસને આજદિન સુધી 250 જેટલી અરજીઓ આત્મવિલોપનની મળી છે
**
*ધારાસભ્ય પદ બચાવવા સુપ્રીમ કોર્ટ સુધી લડી શકતા હોય તો વાલીઓ માટે કેમ નહીં?*
*વાલી મંડળનો આક્રોશ શિક્ષણમંત્રી પોતાનું ધારાસભ્ય પદ બચાવવા સુપ્રીમ કોર્ટ સુધી લડી શકતા હોય તો વાલીઓ માટે કેમ નહીં?* ઓનલાઇન શિક્ષણની ફી મુદ્દે સરકારે કરેલા પરિપત્રને આજે હાઇકોર્ટે રદ કરીને શાળા સંચાલકોને ફી લેવા માટેની છૂટ આપી છે આનાથી ગુજરાતના શિક્ષણ વિભાગ અને ખાનગી શાળા સંચાલકો વચ્ચેનો વધુ એક વિવાદ સર્જાયો છે.
**
*ફી અંગે હાઇકોર્ટના ચૂકાદા બાદ સુરતના વાલીઓ લાલઘૂમ*
સુરતના વાલીઓએ હાઇકોર્ટના ચૂકાદા સામે નારાજગી વ્યક્ત કરી છે. વાલીઓનું કહેવું છે કે કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઇન શિક્ષણ તેમજ ફી ઉઘરાવવાનો નિર્ણય અયોગ્ય છે. વાલીઓએ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ ફી વસૂલવાના નિર્ણય સામે નારાજગી દર્શાવી છે
**
*હાઈકોર્ટના ચુકાદાને સ્વનિર્ભર શાળાઓએ આવકાર્યો*
ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે. આ ચુકાદાને વધાવતા ડો.દિપક રાજ્યગુરૂએ કહ્યું કે આ ન્યાય બધાના હિતમાં થયો છે
**
*૧૧ દિવસ બાદ પુત્રને ફોન આવ્યો કે તમારી માતાની તબિયત છે*
સુરત ગુજરાત રાજ્યમાં કોરોનાની રફતાર વધી છે ત્યારે હવે કોરોનાનું એપી સેન્ટર સુરત બનવા જઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે સુરતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ અને મોતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલની વધુ એક લાલીયાવાડી સામે આવી છે જેમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃત્યુના 11મા દિવસે તેના પુત્રને ફોન કરી જાણ કરવામાં આવી હતી જેમાં તમારા માતાની તબિયત સારી છે રેગ્યુલર દવા લે છે
**
*ઉંઝાના ઉમિયા માતાજી સંસ્થાના વિદેશમાંથી ફંડ મેળવવા મામલે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ*
ઉંઝાના ઉમિયા માતાજી સંસ્થાના વિદેશમાંથી ફંડ મેળવવા મામલે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આ અંગે મંદિર સંસ્થાના મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી કહ્યું હતુ કે સોશિયલ મીડિયામાં વિદેશ ફંડ રજીસ્ટ્રેશન મામલે ચાલી રહેલી ચર્ચા ખોટી છે સંસ્થાના મંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી માતાજી સંસ્થાનની અંદર સરકારે કોઈ અન્યાય કર્યો નથી. જો કે કેટલાક વ્યક્તિઓ મંદિરની શાખને બદનામ કરવાનું નિંદનીય કામગીરી કરી રહ્યા છે
**
*આત્મનિર્ભર સહાયના ચેક વિતરણ બાદ ફોટો સેશનમાં આરોગ્યમંત્રી*
સુરતમાં આરોગ્યમંત્રીએ સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાવીયા ધજાગરા આરોગ્યમંત્રી કુમારકાનાણી કોરોનાની ગાઈડલાઈન ભુલ્યા અને તેઓ ફોટો સેશનમાં માસ્ક વગર નજરે પડ્યા છે. વરાછાની બેંકમાં ચેક વિતરણ કાર્યક્રમમાં ચેરમેન અને આરોગ્ય મંત્રી દ્વારા કોરાના ગાઈડલાઈનના તમામ નિયમો નેવે મુકવામાં આવ્યા કારણકે માસ્ક સાથે અહીયા સોશિયલ ડિસટન્સીંગનો પણ અભાવ જોવા મળ્યો હતો
**
*રેશનિંગકાર્ડ ધારકો માટે સરકારે નિર્ણય*
કાર્ડ ધારકોને 1 કિલો ચણાનો પુરવઠો આપશે મોદીની જાહેરાત બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ઓગસ્ટ માસના પુરવઠામાં 1 કિલો ચણા આપવામાં આવશે જુલાઈ અને ઓગસ્ટ માસનો ચણાનો પુરવઠો એક સાથે આપવામાં આવશે રાજ્યના એનએફએસએ, બીપીએ, નોન બીપીએલ કાર્ડ ધારકોને પુરવઠો મળશે
**
*પર્વાધિરાજ પર્યુષણ, સામુહિક આરાધના નહીં યોજાય*
કોરોના વાયરસના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને જેના પગલે આ વખતે પર્યુષણના પર્વ દરમિયાન અમદાવાદના ઉપાશ્રયોમાં વ્યાખ્યાન, સામુહિક તપ-પારણાં,જન્મ કલ્યાણ વાંચન-આરાધના નહીં યોજવાનો નિર્ણય
**
*આજથી રાજ્યમાં અનલોક-3 લાગું*
મળનારી વધુ છૂટછાટથી વેપારીઓને હાશકારો કામકાજમાં ગતિની અપેક્ષા
રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ હોટલ-રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલૉક 3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે
**
*સ્કૂલ ફી માફી પરિપત્ર સામે હાઇકોર્ટે ગુજરાત સરકારનો ઠરાવ રદ્દ કર્યો*
રાજ્ય સરકાર હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં નહીં પડકારે હાઇકોર્ટના ચૂકાદા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી: કોંગ્રેસે ફરી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટમાં જવાનો પડકાર ફેંક્યો છે.
**
*પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોત*
પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારણમાં ઝેરી દારૂ પીવાને કારણે અત્યાર સુધી 21 લોકોના મોત નીપજ્યા છે. પોલીસે ઝેરી દારૂ બનાવનારા કેટલાક લોકોની ધરપકડ કરી છે આ સાથે જ તારસિક પોલીસ સ્ટેશનના એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
**
*ઈન્જેક્શન બાદ બ્રાન્ડેડ દવાના નામે ડુપ્લીકેટ દવાની કાળાબજારી*
અમદાવાદ મહામારી નકલીનો વેપલો શરૂ થયો છે પહેલા બનાવટી ઈન્જેક્શન બાદમા દવાની કાળાબજારી અને હવે બ્રાન્ડેડ કંપનીના એન્ટીસેપ્ટિકનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.કપરા સમયમાં ગીધ વૃત્તિના લોકો અન્યોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખચકાતા નથી.બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટનો ધંધો દાણીલીમડા પોલીસે નકલી સામાનનો જથ્થો કબજે કર્યો
**
*ફિલ્મી વિલનોના ડાયલૉગ્સના પોસ્ટર લગાવવામાં આવ્યા*
પેટલાદ નગરપાલિકા દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે માસ્ક પહેરવા ફિલ્મી વિલનોના ડાયલૉગ્સને માસ્ક સાથે જોડીને નગરમાં જુદાજુદા સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પેટલાદ નગરપાલિકાએ આવકારદાયક અને નવતર પ્રયોગ અપનાવ્યો છે. ફિલ્મના હીરોના નહીં, પરંતુ વિલનના ડાયલૉગ્સ સાથે કોરોના સામે જાગૃતિ ફેલાવવા પોસ્ટર લગાવ્યાં છે. ગબ્બરસિંહ મોગૅમ્બો જેવા લોકપ્રિય બનેલા વિલનના પ્રસિદ્ધ ડાયલૉગ્સને માસ્ક સાથે સાંકળી લઈને કોરોનાની મહામારીમાં નગરજનોને માસ્ક પહેરવા મેસેજ આપ્યો
**
*રેલવેના મુસાફરો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી*
નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. રેલવેએ કોઇ પણ પ્રકારની પરેશાનીથી બચવા માટે આ માર્ગદર્શિકાનું પાલન કરવાનો આગ્રહ રાખ્યો છે.રેલવે સ્ટેશન પર જવા માટે ઇ ટિકિટ હોવી જરૂરી છે. મુસાફરોએ યાત્રાના સમયના ૯૦ મિનિટ પહેલા પહોંચવાનું રહેશે દરેક મુસાફરનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે અને કોરોના વાઇરસનું કોઇપણ લક્ષણ નહીં દેખાય તો જ તે વ્યક્તિને મુસાફરી કરવા દેવામાં આવશે. મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરી કરનાર દરેક વ્યક્તિના ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે
**
*૮૫ સિંહોના મોતનો કારણ ૧૩૨ વર્ષ જૂના રોગ: વન વિભાગ*
સિંહોના મોતનો મામલો સામે આવે એટલે તુરંત જ વનવિભાગ બબસિયા રોગ હોવાનું રટણ શરૂ કરી દે છે. પરંતુ આ બબસિયા રોગ સામાન્ય અને ૧૩૨ વર્ષ જૂનો છે. તેની દવા પણ ઘણા વર્ષો પહેલા શોધાઈ ગઈ છે.
**
*અમુલ નિયામક મંડળની ચૂંટણીની તારીખ જાહેર*
આણંદ પ્રાંત કલેકટરે અમુલ નિયામક મંડળની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. આગામી 29 ઓગસ્ટ અમુલ નિયામક મંડળની ચૂંટણી યોજવામાં આવશે અમુલના એક ડિરેકટરે કોરોનાને લીધે ચૂંટણીમાં બ્લોક વાઇઝ મતદાન કરાવવા પ્રાંત કલેકટરને અરજી કરી હતી. જોકે પ્રાંત કલેકટર અરજીને ધ્યાન લીધા વગર ચૂંટણી જાહેર કરી છે*
*અમુલે હલ્દી આઇસક્રીમ લોન્ચ કર્યું*
કોરોનાની મહામારી વચ્ચે અમુલ દ્વારા હલ્દી આઇસક્રીમ રજૂ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણથી બચવા માટે અમુલ દ્વારા એક માસ અગાઉ હલ્દી દૂધ લોંચ કરવામાં આવ્યું હતુ. જો કે હવે અમુલ દ્વારા લોકોના આરોગ્ય માટે હલ્દી આઇસક્રીમ બનાવ્યો છે. આ અગાઉ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અમુલ હલ્દી દૂધ, અમુલ તુલસી દૂધ, અમુલ જંજીર દૂધ અને અમુલ અશ્વગંધા દૂધ લાવ્યું હતુ. હલ્દી આઇસક્રીમને ઉત્તર અને પશ્વિમ ભારતના દૈનિક પાંચ લાખ પેકની ક્ષમતા ધરાવતા અદ્યતન ઉત્પાદન એકમમાં પેક કરવામાં આવ્યો છે.
**

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •