ભાઈને પ્રત્યક્ષ ન કહી શકાય પરંતુ વિવિધ સ્લોગન દ્વારા સંદેશ આપતી રાખડી બહેનોમાં બની રહી છે લોકપ્રિય.. વાંચો શું સંદેશ આપે છે રાખડીઓ..

સમાચાર

અમદાવાદ: ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યના બજારોમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે પરંતુ અમદાવાદના વર્ષોથી રાખડીઓનો વ્યાપાર કરતા ઇકબાલ ભાઈ ઘણા વર્ષોથી અલગ અલગ સંદેશ પાઠવતી રાખડીઓનું વેચાણ કરી રહ્યા છે અને લોકો તેમની રાખડીઓને પસંદ પણ કરે છે. ખાસ કરીને તે શરમાળ બહેનો માટે આ રાખડીઓ ભારે ફાયદારૂપ સાબિત થાય છે જે પોતાના ભાઈઓને કહ્યા વગર ખરાબ ટેવો થી દુર રહેવાનું ઇચ્છતી હોય. ઇકબાલ ભાઈને આવા સંદેશ આપતી રાખડીઓ બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી તે ઇકબાલ ભાઈ જ જણાવી શકે. ખાસ કરીને આ વખતે બહેન ભાઈ પાસે રાખડી બાંધી ને એક વચન પણ લેશે કે ભીડ વાળી જગ્યાએ નહીં જાય, માસ્ક પહેરીને જ નિકળીશ જેથી કોરોનાની મહામારી થી બચી શકે. આવા અન્ય સંદેશ આપતી રાખડીઓ માટે તમારે અમદાવાદ ઇકબાલ ભાઈ ની દુકાનની મુલાકાત લેવી પડે જ્યાં અવનવા અદભુત ઉપયોગી સંદેશાઓ પાઠવતી રાખડીઓ તમને ઉપલબ્ધ મળી રહેશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •