નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મૂલ્ય આધારિત હશે : સંજય વકીલ.

ગુજરાત ભારત સમાચાર

ભારત સરકાર દ્વારા દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સ્વિકારવામાં આવી છે. આ શિક્ષણનીતિમાં ધડમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે. એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ તથા ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સીપલ્સ એશોશિએશનનાં સેક્રેટરી જનરલ સંજય વકીલે કહ્યું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની કામગીરી ઉપર ઘણો આધાર રહેશે જે સંસ્થાઓ રીસર્ચ, શૈક્ષણિક સિદ્ધિઓ, કેરીઅર ઓરીએન્ટેડ કોર્ષીસ વિગેરેને પ્રોત્સાહન આપશે તેને સ્વાયત્ત સંસ્થાઓ બનાવાશે. સમગ્ર દેશમાં વિવિધ મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ યુનિવર્સિટીઝની સ્થાપના કરવામાં આવશે. સંસ્થાના અધ્યાપકોને સ્વાયત્તતા આપીને રીસર્ચ માટે પ્રોત્સાહનની સાથે આર્થિક ભંડોળ પુરૂ પાડવામાં આવશે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઉભું કરીને આર્થિક મદદ કરવામાં આવશે. દેશની બધી જ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રોજગાર મળે તેવા કોર્ષીસ શરૂ કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ તથા ઈન્ડસ્ટ્રીને સઘન રીતે જોડવામાં આવશે. જેથી જરૂરિયાત મુજબના સ્કીલ્ડ માણસો મળી શકે. દેશના બધા જ લોકોને ઉચ્ચ શિક્ષણ પોસાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ડ્રોપઆઉટ રેશીઓમાં સમયાંતરે સુધારો થશે. વિજ્ઞાન, સાહિત્ય, કલા, ભાષા, મ્યુઝીક તથા ભારતીય સંસ્કૃતીને પાયામાં રાખીને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે. અધ્યાપકોની ભરતી, પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા, પરિણામો તથા વહીવટી સંપૂર્ણ પારદર્શક તથા માત્ર મેરીટના ધોરણે થશે. સરકારી હસ્તક્ષેપ નહીવત હશે તથા દેશનાં જાણીતા શિક્ષણવિદો, તજજ્ઞો તથા વિદ્ધાનોની સલાહ સૂચનોને મહત્તા આપવામાં આવશે. દેશનાં ઉચ્ચ શિક્ષણમાં આવશ્યક ફેરફારો તથા મૂલ્યો આધારિત શિક્ષણ દ્વારા દેશમાં વિશ્વ કક્ષાની સંસ્થાઓ ઉભી થાય તેવી આશાઓ જગાવી છે.

TejGujarati