રાજપીપલામા અલગ કોવીદ સ્મશાન ગ્રૂહ માટે કોરોના મ્રુતક દર્દી ના અંતિમ સંસ્કાર બાબતે ગાઈડ લાઇન નક્કી કરાઈ રાજપીપલા ખાતે કલેકટરની બેઠકમા અમલીકરણ અંગે નિયમો નક્કી કરાયા.

સમાચાર

રાજપીપલા તા 30
રાજપીપલામા કોરોનાના દર્દીઓ મ્રુત્યુ પામે ત્યારે તેમનો અંતિમ સંસ્કાર અલગ સ્મશાન ગ્રૂહમા કોવીદ ના ગાઇડ લાઇન પ્રમાણે કરવાનુ નક્કી કરવામા આવ્યુ છે .આ અંગે આજે રાજપીપલા ખાતે કલેકટર ના અધ્યક્ષ સ્થાને આરોગ્ય અધિકારીઓની મહત્વ ની બેઠક મળીહતી .જેમા અલગ કોવીદ સ્મશાન ગ્રૂહ માટે કોરોના મ્રુતક દર્દી ના અંતિમ સંસ્કાર બાબતે ગાઈડ લાઇન નક્કી કરાઈ હતી.

બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ ,કર્મચારીઓની બેઠકમા કલેકટરે જણાવ્યુંહતુ કે નર્મદા જીલ્લામાં કોવિડ-૧૯ના પોઝીટીવ કેસો
ધયાને આવેલ છે અને આવા દર્દીઓની સારવાર કોવિડ-૧૯ હોસ્પીટલ આયુર્વેદિક હોસ્પીટલ રાજપીપળા ખાતેકરવામાં આવે છે. નર્મદા જીલ્લામાં આજ દિન સુધી કોવિડ-૧૯ના ઘણાં પોઝીટીવ દર્દીઓ ધ્યાને આવેલ છે. આદર્દીઓ પૈકી કોઇ દર્દીનું કોવિડ-૧૯ના વાયરસના કારણે મૃત્યુ થાય તો તેના મૃતદેહનો સામાજીક રિવાજ અને
ધાર્મિક વિધિ પ્રમાણે અને સરકારની માર્ગદર્શક સુચનાઓ પ્રમાણે સંક્રમણ વધુના ફેલાય તેની સાવચેતી રાખીનેઅંતિમવિધિ કરવાની રહેશે .ત્યારબાદઆ બેઠકમાંમહત્વ ના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી .

જેમા કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના કિસ્સામાં ચોક્કસ પ્રોટોકોલનું પાલન કરી મૃતકના સગાઓનો
સંપર્ક કરી તેઓ અંતિમ દર્શન કરવા માંગે છે કે કેમ? અને અંતિમસંસ્કાર કરવા માંગે છે કે કેમ? અસ્થિ
વિસર્જન માટે અસ્થિ લેવા માંગે છે કે કેમ?આ બાબતે તથા અન્ય જરૂરી બાબતો આવરી લેતું એક ફોર્મ તૈયાર
કરી તેમાં મૃતકના સગાની સંમતિદર્શક સહી લેવા જણાવ્યું હતુ .જો અંતિમ સંસ્કારમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો
વધુમાં વધુ દશ વ્યક્તિઓ જ અંતિમ વિધિમાં ભાગ લે તે માટે તેઓને સમજૂતી કરવા જણાવ્યુંહતુ .
એ ઉપરાંત મૃત્યુ પામેલ દર્દીને સુરક્ષિત વાહનમાં PPP કીટ સાથેના કર્મચારીઓ સાથે સ્મશાન સુધી પહોંચાડવા તથા
મૃત્યુ પામેલ દર્દીના અગ્નિ સંસ્કાર પૂર્ણ થયા બાદ વધેલ અવશેષોનો નિકાલ સ્મશાનમાં અલગ ખાડો ખોદીતેના ઉપર માટી નાંખી કરવાનો રહેશે . તેમજ અગ્નિ સંસ્કાર દફનવિધિ પૂરી થયા બાદ તે જગ્યાનું સંપૂર્ણ રીતેસેનીટાઇઝેશન કરવાજણાવ્યુ હતુ .

એ ઉપરાંત EMOએ જણાવ્યુ હતુ કે અંતિમ સંસ્કાર માટે જે સેવા આપી રહેલ હોય તે ૪(ચાર) સેવકો પૈકી કોઇપણ
કારણોસર કોઇ સેવક હાજર ન હોય તો અન્ય વૈકલ્પિક વ્યક્તિઓ આ સેવા માટે તૈયાર હોય તો તેની યાદી તૈયાર રાખવી . બેઠકમાં હાજર રહેલ સેવાભાવી સંસ્થા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના
પ્રતિનિધિશઓએ જણાવ્યુહતુ કે તેઓ આવી વ્યક્તિઓની યાદી EMOને પહોંચાડશે.

એ ઉપરાંત મૃતકના શરીર ઉપર કોઇપણ ઘરેણાં હોઈ તો તેમના સગાઓને સોંપીને તે અંગેની રસીદ મેળવવાની
રહેશે.ત્યારબાદ મૃતદેહને ઝીપર બેગમાં બંધ કરી શબવાહિની દ્વારા ચાર વ્યક્તિઓ સાથે
સ્મશાન/ કબ્રસ્તાનમાં લઇ જવાનું રહેશે.તેમ જણાવ્યુંહતુ .
તથા જે સમાજમાં મૃત્યુ પછી દફનવિધિ કરવાનો રિવાજ હોઇ ખાસ કરીને મુસ્લીમ સમાજના કોઇ દર્દીનું મૃત્યુથાય તો કરવાની થતી કાર્યવાહી બાબતે મુસ્લીમ સમાજના આગેવાનો અને કબ્રસ્તાનના વહીવટકર્તાઓ સાથે
એક બેઠકનું આયોજન પ્રાંત અધિકારીશની કક્ષાએ કરી કાર્યપધ્ધતિ નક્કી કરવા સુચના આપીહતી

જ્યારે મૃતદેહના વહન માટે સંકળાયેલ કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા તથા તેમજ તેઓને પીપીઇ કીટ,
વોટર રેઝીસ્ટન્ટ એપ્રોન, ગ્લોઝ,માસ્ક, આઇવેર વિગેરે સામગ્રી આપવા જણાવ્યુ હતુ

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati