ભાણવડ* સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોગ પ્રતિકાર વર્ધક રોપાઓનું વિતરણ કરાયું.

ગુજરાત ભારત સમાચાર

ભાણવડ: (સુમિત દતાણી) : સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લામાં રોગ પ્રતિકાર વર્ધક તેમજ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. સામાજિક વનીકરણ રેન્જ ભાણવડ દારા ભાણવડ સેવા સદન ખાતે મામલતદાર અઘારા, ટીડીઓ ભટ્ટ સાહેબ તથા રેન્જ ફોરેસ્ટ અધિકારી હર્ષાબેન પંપાણિયા, ઇન્ચાર્જ રેન્જ વન અધિકારી ખીમાણંદ ચાવડા દ્વારા રોપ વિતરણ કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી અને ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જવા બદલ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભાણવડ સામાજિક વનીકરણ રેન્જના કવાભાઈ, ડાડુ ભાઈ, સીદાભાઈ, પરાગભાઈ, સુનેરાબેન, રાજેન્દ્રસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati