પરમ શ્રદ્ધેય કે.કા. શાસ્ત્રીજીના સંપર્કમાં ઈ.સ.1976થી આવવાનું બનેલું. એમના ગોલોકગમન પૂર્વે ઈ.સ.1906ના જૂન મહિનામાં નિરાંતે મળેલો. ભાલણ કવિ વિશેના મારા ત્રણેય ખંડોના ફાઈનલ પ્રૂફ્સ તેમણે તપાસેલા. મારી પાસે ભાલણનું ,’રામવિવાહ આખ્યાન’ ભો.જે. માંથી પ્રાચીન હસ્તપ્રત સુલભ કરાવી આપી સંશોધન સંપાદન તૈયાર કરાવેલું.’ ભરતેશ્વર બાહુબલીરાસ ‘ના સંશોધન સંપાદન માં ખૂબ મદદ કરેલી. એમના લગભગ તમામ સંશોધનગ્રંથો એમની સહી કરીને આશીર્વાદ સાથે તેઓ મને ભેટ આપતા. એમના જન્મદિવસે આજે એમનું અપત્ય વાત્સલ્ય સ્મરણે ચઢે છે.ગતવર્ષે ‘ગુજરાત’નાં દીપોત્સવી અંકમાં એમના સંશોધનક્ષેત્રના પ્રદાનની વિગતે મૂલવણી કરેલી.મિત્રોને એમાંથી પસાર થવાના ઈજન સાથે કે.કા.ને પાયવંદના.
