NDRF ના જવાનો માટે જામનગરની લાયન્સ કલબ વેસ્ટ દ્વારા રાખડી મોકલવામાં આવી.

સમાચાર

જામનગરની સેવાભાવી સંસ્થા લાયન્સ કલબ ઓફ જામનગર ( વેસ્ટ ) દ્વારા કુદરતી અને કુત્રિમ આપત્તિ ઓ સમયે લોકોને મદદરૂપ થતા એન.ડી.આર.એફ ની ટીમ ના સદસ્યો ને આગામી રક્ષાબંધનપર્વ પર રાખડી જામનગર થી મોકલવામાં આવી આ પ્રસંગે હર્ષા બેન કેતનભાઈ શાહ, ડિમ્પલબેન જગતભાઈ રાવલ, ડો.સોનમબેન પ્રતીક શર્મા, સરલાબેન હરીશભાઈ શાહ, માલતી બેન પ્રદીપભાઈ શાહ, પ્રમુખ પ્રતિકભાઈ શર્મા પ્રોજેકટ ચેરમેન કેતનભાઈ શાહ વિગેરે હાજર રહ્યા હતા, તાજેતરમાં જ જામનગર અને ખમભાળિયાં માં પુર અને અતિવૃષ્ટિ સમયે NDRFની ટીમ ના જવાનો એ જીવ ના જોખમે અસરગ્રસ્તો ના જાન બચાવ્યા હતા ત્યારે પરિવાર થી દુર આ જવાનો માટે ખાસ જામનગરથી રાખડી મોકલવામાં આવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •