પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો,’ ખાખી સામે આક્ષેપ કરતા પોસ્ટર્સ લાગ્યા.

ગુજરાત ભારત સમાચાર

અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઇ વી.ડી. વાળા અને તેમના વહીવટદારો સામે આક્ષેપ કરતા પોસ્ટર તેમના જ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર ભારતીય સામ્યવાદી પ્રજા પક્ષના સહમંત્રી દ્વારા લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં એવો ઉલ્લેખ કરાયો છે કે શહેર કોટડા પોલીસ દ્વારા હપ્તા ખાઈને અમુક દુકાનો કર્ફ્યૂમાં પણ 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ગરીબ લોકોને માર મારી પોલીસ ત્રાસ ગુજારે છે. શહેરકોટડા વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટર્સમાં ભારતીય સામ્યવાદી પક્ષના સહમંત્રી દિનેશ ચૌહાણે લખાણ લખ્યું છે કે, “જોર જુલ્મ કી ટક્કર મેં સંઘર્ષ હમારા નારા હૈ, પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો.”

TejGujarati