*ફોટોગ્રાફીની *ઋતુ* એટલે *વષાઋતુ!* નવાઈ લાગીને?. – અશ્વિન પટેલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

વરસાદની ઋતુમા કેમેરા અને જાતને સાચવવી કે ફોટોગ્રાફી કરવાની? મોં માથા વિનાની વાત લાગે છે. ના, મિત્રો ખરખર એવુ નથી. આ તદ્દન સત્ય અને ખરેખર સાવ ખરું જ છે. થોડું વિચારીશું તો સમજાઇ જશે. આપણા ભારત દેશમાં ત્રણ ઋતુઓ છે, પણ વર્ષા ઋતુ સિવાય બાકની ઋતુમાં ધ્યાન દઈને જોશો તો વાતાવરણમાં ઝીણા ઝીણા રજકણો નરી આંખે તરતા જોવા મળે છે. ઉપરાતં આવા રજકણો ઝાડપાન અને ઇમારતોની દિવાલો અને ફર્નિચર વિગેરે  પર લાગી જવાથી તે વસ્તુઓનો અસલ રંગ દખાતો નથી. આથી ઉલટુ વર્ષાઋતુમાં વરસાદ પડવાથી ધૂળના રજકણો ધોવાઈ જવાથી વસ્તુનો મૂળ રંગ આપણે જોઈ શકએ છીએ. બીજી ઋતુથી સારી તસવીર મળવા માટે આ થયું પહેલું અને સરળ કારણ, બીજું જો કે આવા કારણથી વાત અટક જતી નથી પણ કશુંક ખૂટતું હોય એમ લાગે છે.એ શું હોઇ શકે? ઉપરનો તર્ક થોડો બાલિશ લાગે છતાં સાચો તો છે જ.
હવે ટેક્નિકલી વિચારો કે હવામાં તરતા રજકણો વરસાદ સાથે નીચે બેસી જશે. જેથી દૃશ્યમાં contrast અને તેના રંગોમાં saturation પણ વધશે.વર્ષાઋતુનું આજ તો બીજું મહત્વનું જમા પાસું છે. આગળ વધીશું. ત્રીજી બીબત એ છે કે. ઇમારતો,તેની દવાલો જે પાણીથી ભીની થાય છે તેના ઉપરથી પ્રકાશનું પરાવતન થઈ ભેળસેર યાને Polarization થાય છે તેની બાદબાકી થઈ જાય છે. આનો એક સરસ ફાયદો એ થાય ક આવા સમયે તમાર પાસે જો PL ફિલ્ટર ના પણ હોય તોય PL ફિલ્ટર વાપર્યું હોય તેવો ફોટો મળે છે. કદાચ મારી વાત માનવામાં ના આવતી હોય તો ચાલો હું તમને એક પ્રયોગ બતાવું. તમારા મકાનની કોઈ દવાલ પર થોડા ભાગ પર પાણીનો છંટકાવ કર ભીનો કરો. તે સાથે થોડો કોળો ભાગ પણ તમાર ફ્રેમમાં આવે તેમ કiપોજ કરીને શુટુ કરો તેને કોમ્મ્પુટરમાં મોટો કરને ચકાસો તો ભીના અને કોળા ભાગમાં જે ફરક દખાશે તે ઉપરથી જવાબ મળ જશે. આ સિવાય બીજો અખતરો કરો જેમની પાસે કમેરો નથી તે બગીચામાં જઈને બેસે. આનદં કે મોજ ખાતર નહિ. ત્યાં જઈને માળી ઘાસ ઉપર પાણીનો છંટકાવ કરતો હોય તો તેનું અવલોકન કરવાનું છે. ઘાસનો જે ભાગ પાણીથી ભીંજાયો છે તે અને કોળો રહેલો ભાગ હોય તો તેને ધ્યાનથી નિરીક્ષણ કરો. તમને ફરક દેખાઇ જશે.
હવે આપણે હોલીવુડમાં જઈએ. અહિ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક શpદ પ્રચલિત છે wet down. આ વેટ ડાઉન એટલે બીજુ કશું જ નહિ,આપણી ભાષામાં વર્ષાઋતુ!!!! આશ્ચર્ય થયું ને? તો જાણો કે
જ્યારે જ્યારે સ્ટુડિયોમાં કે ગલી અથવા મોટી શેરીઓના દૃશ્યોનું ફિલ્માંકન કરવાનું હોય, ત્યારે પ્રકાશની ગોઠવણમાં અગવડ લાગે કે, બીજી ગોઠવણથી પોલેરાઇજેશન અતિશય વધી જતું હોય યા તો પોલેરાઇજ ફિલ્ટર વાપરવાથી એક્સ્પોજર લોસ થતું હોય એટલે કે પર્યાપ્ત એક્સ્પોજર ના મળતું હોય ત્યારે શેરીઓના રસ્તા અને મકાનોની દિવાલો પર પાણીનો છંટકાવ કરી જરુરી એક્સ્પોજર મેળવીને ફિલ્માંકન કરી લેવાય છે. આ પ્રક્રિયાને ‘વેટ ડાઉન’ કહેવાય છે.

હજુ એક ઉદાહરણ મારી ગમતી વાતનું આપું, કોઇને ના પણ ગમે એવું બની શકે પણ મને ફરક નથી પડતો. કોલેજના અભ્યાસકાળમાં મને ચોમાસાની ઋતુમાં સફેદ પેન્ટ પહેરીને વટ મારવાનો બહુ શોખ હતો. તે વખતે પ્રકાશમાં થતા પોલેરાઇજેશન કે પોલેરાઇજ ફિલ્ટરનું કોઇ જ્ઞાન હતું નહિ. પણ એટલી તો નજરમાં પરખ હતી કે વર્ષાઋતુમાં ભીની ભીની ડગર પર સફેદ કપડા પહેરીને ફરતા એક અલગ પ્રકારનો ભપકો દેખાતો. એ દિવસોમાં સફેદ પેન્ટ હું એક જ દિવસ પહેરી શકતો. એટલે મારી બા ગુસ્સે થઇ ચોમાસામાં એક વાર તો અચૂક સંભળાવતી કે, જોઉં છું પેલી તારી સગલી આવે ત્યારે કેટલા દિવસ સફેદ પેન્ટ પહેરવા દેશે? પણ હું મારા શોખને કારણે હસવામાં કાઢી નાંખતો. તો આ છે વર્ષાઋતુના ફોટોગ્રાફીને ઉત્કૃષ્ટ બનાવતો વૈભવ! વળી લેન્ડસ્કેપમાં ફોરગ્રાઉન્ડ કે બેકગ્રાઉન્ડમાં પાણી અને લીલોતરી આવે એટલે ગમે તેવા વ્યક્તિને એ દૃશ્ય ગમે જ. આશા રાખું કે વર્ષાઋતુ તમને સરસ ફોટોગ્રાફી કરવા સહાયભૂત થાય.
*અશ્વિન* *પટેલ*
*[email protected]*

TejGujarati