બત્રીસ લક્ષણો ધરાવતો કોરોના વાયરસ માથાથી શરૂ કરી પગના અંગૂઠા સુધી શરીરના તમામ અંગોને નુકસાન કરે છે.

સમાચાર

એસિમ્ટેમેટીક કોરોના પોઝીટીવ પેશન્ટ એટલે ..કે જેમા દર્દીમા કોઈપણ પ્રકારનુ લક્ષણ જોવા મલતુ નથી……….
પરંતુ , સામાન્ય રીતે કોરોના દર્દીને તાવ આવે છે અને મેડિકલ રીતે મુખ્યત્વે ખાંસી , શરદી થતા કોરોના ને શ્ર્વસનતંત્ર- Respiratory system નો રોગ માનવામાં આવે છે .

જેમ જેમ દિવસો વીત્યા તેમ તેમ હવે તજજ્ઞો દ્વારા દર્દી પર વધુ અભ્યાસના અનુભવ બાદ ડોક્ટર દરરોજ નવુ નવું જાણવા મલી રહ્યુ છે જેમાં ..રેસ્પીરેટરી System ના નાક , મો , ગળા અને ફેક્સામા વાયરલ ઇન્ફેકશન સિવાય હદય ,બ્રેઇન ,કીડની , લિવર જેવા વાઇટલ ઓરગનો ને પણ કોરોના વાયરસની ખુબજ ખરાબ અસરો જોવો મલે છે.
ખુબજ ચોકાવનારી બાબત એ છે કે કયારેયક લોહીમાં બ્લડસુગર એકદમ સૂટઅપ થાય છે તે અતિ ગંભીર અને ધાતક ગણી શકાય ….
આ પ્રોટીનનો બનેલો કોરોના વાયરસના S-સપાઈક ..આપણા માનવ શરીરમાં આવેલા દરેક અંગોના AcE2 રીસેપ્ટર ના મદદથી માનવ Cell મા પ્રવેશી , વાયરસના M- pro દ્વારા મલ્ટીપલ વૃધ્ધી થઇ દર્દી ને અતિ ઝડપી સંકમિત કરે છે…..
( 1 ) Brain મા પ્રવેશ કરતા સોજો આવી ન્યુરોલોજીકલ complication કરે છે. બ્રેઇન ડીસફકસન કરી નવઝ ડેમેજ કરે છે તેથી Stroke પણ થાય છે.
ટેમ્પરરી સૂધવાની અને સ્વાદ પારખવાની sense જતી રહે છે.

( 2 ) ડાયજેસ્ટીવ સિસ્ટમના મોટા તથા નાના આંતરડા ને સંકમિત કરતા દર્દી મા ઉલ્ટી ,ઉબકા,પેટમાં બળતરા અને ખાસકરીને ઝાડા થઇ જાય છે.
( 3 ) પેનકિર્યાસ તથા ગોલબ્લેડર ને સંકમિત કરી સુગર લેવલ બગાડે છે.
( 4 ) હૃદયના સેલને સંકમિત કરી
Arrhythmias , Heart pain ઉપરાંત ધણાને CardiacArrest
થઇ જાય છે..
( 5 )આપણી કીડનીમા AcE2 રીસેપ્ટર ખુબજ પ્રમાણમાં હોય છે એટલે વાયરસ નુ સંકમણ ખુબજ ઝડપથી થઇ જાય છે..
કિડની ફંગસન બગડતા પેશન્ટ ARF મા જાય છે.
( 6 ) કોરોના વાયરસ શરીરના એન્ડોથેલિયમ સેલને સંકમિત કરતા બ્લડ વેસલ્સની કાગીરી મંદ થઇ જાય છે જેના કારણે લોહી જામી જઇ ગંઠાઈ જાય છે.. દુર પગના અંગૂઠા સુધી લોહી નુ પરિભ્રમણ અટકતા ચકામાં પડી જાય છે અને ત્યા અંગુઠામા દુખાવો થાય છે….
( 7 ) આ લક્ષણો ઉપરાંત કોરોના પોઝીટીવ આવેલ દર્દી મા ભયના કારણે ટેમ્પરરી સાયકોસોમેટીક લક્ષણો મા ડીપ્રેશન, પસ્પીરેશન,
ટ્રેકીકાડીયા પણ જોવા મળે છે.
( 8 ) અંતે કોરોના વાયરસના સંકમણ ની સામે લડતા લડતા શરીરમાં રક્ષણ કરતા એન્ટીબોડીઝ નુ વધુ પડતુ નિર્માણ થતા અતિગંભીર સાયટોકાઇન સ્ટોમની નોબત આવે છે ત્યારે દર્દી ખુબજ critical condition નો સામનો કરે છે……..

ટુંકમાં, બત્રીસ લક્ષણો વાળો કોરોના વાયરસના કારણે કયારે શુ
થશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી……….
આજ કારણે આધુનિક મોર્ડન સાયન્સના તબિબો ને જુદી જુદી બ્રાન્ચના સુપરસ્પેશયાલીસ્ટો નો અભિપ્રાય લેવો પડે છે ..
પેશન્ટના પરિવારજનો કનફયુઝ થઇ શકે છે..કેમ કે ફીજીશીયન કન્સલટન્ટ ઉપરાંત પલ્મોનોલોજીસ્ટ , ડાયાબીટોલોજીસ્ટ ,
નેફરોલોજીસ્ટ ,કાર્ડીયોલોજીસ્ટ , હીમેટોલોજીસ્ટ ,ન્યુરોલોજીસ્ટ અને કયારેય સાયકિયાટીક વગેરે તબિબો વચ્ચે અટવાયેલ પેશન્ટ અંતે સ્વયમ પોતે
કોરોનાલોજીસ્ટ થઇ જાય છે ….
એટલે જ…
ચેતતા રહેજો..સાવચેતી રાખવામાં જ હિત છે…..

ડો કમલેશ રાજગોર

TejGujarati