આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ કલબના પૂર્વ પ્રમુખશ્રી ભીખાભાઇ લોરીયા ના સંયુક્ત ઉપક્રમે ઉકાળા તેમજ માસ્ક વિતરણનો કાર્યક્ર્મ યોજાયો
ગત તા.22/7/2020 ના રોજ ભીખાભાઇ લોરિયા ના ધર્મપત્ની સવિતાબેન નું દુઃખદ અવસાન થયેલ. સ્વં.સવિતાબેનના આત્માના મોક્ષાર્થે લોકીકપ્રથા તેમજ બેસણા ની જગ્યાએ આજના આ વૈશ્વિક મહામારી ના penik પિરિયડમાં Covid સંક્ર્મણ ને રોકવા માટે લોકડાઉન ના નિયમોનું પાલન કરી આરોગ્ય વર્ધક ઉકાળા તેમજ માસ્ક વિતરણ નું આયોજન પોતાના નિવાસસ્થાનેજ કરેલ જેમાં પોતાના સગા સબંધી તેમજ આજુ બાજુની સોસાયટીના બહોળી સંખ્યામાં લોકોએ આ આરોગ્ય વર્ધક ઉકાળાનો તેમજ માસ્કનો લાભ લીધો. લોરીયાપરિવારે પોતાના સ્વજનની વિદાય પછી બેસણા ના બદલે લોકોને આરોગ્ય પત્યે જાગૃત કરી ને એક પ્રસંસનીય કામગીરી કરી સમાજને નવો રાહ બતાવેલ કે પોતાના સ્વજન પાછળ રૂઢિગત ક્રીયા ને બદલે પ્રવર્તમાં સમય ને અનુરૂપ લોકઉપયોગી કાર્ય થઈ શકે. આમાંથી અન્ય સમજને પણ પ્રેરણા મળશે
આતકે લોરીયા પરિવારને સ્વજનની વશમી વિદાયના સમયે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ સુરાણીસાહેબ મંત્રી કેશુભાઈ તેમજ ચિત્રા હનુમાનજી ધૂન મંડળના ટી સી ફૂલતરીયા તેમજ ધુનમંડના સર્વે કાર્યકર મિત્રો એ લોરીયા પરિવારને સામાજિક હુંફ આપી તેના પરિવાર સાથે ખમ્ભે ખમ્ભા મિલાવી *આફતને અવશર* માં બદલીયે કહેવતને સાચા અર્થમાં સાર્થક કરેલ.
