ઉદ્યોગપતિ વાધેલા પરિવારના ચાર સભ્યોએ કર્યુ પ્લાઝમા ડોનેટ, પ્લાઝમાં ડોનેટ કરી કોરોના વોરિયર બનવાની વાઘેલા પરિવારની અપીલ. આગામી સમયમાં પણ પ્લાઝમા ડોનેટ કરી સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવવા સંકલ્પબદ્ધ વાઘેલા પરિવાર. – સંજીવ રાજપુત.

ગુજરાત ભારત સમાચાર

અમદાવાદ: અમદાવાદ ક્રિષ્ના નગર વિસ્તારના ઉધોગપતિ અનલ વાધેલાના પરિવારમાં ૧૨ સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. તમામે કોરોનાને મ્હાત આપ્યા બાદ સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવા સૌ એકજૂથ થઈ આગળ આવ્યા છે.

આજે આ વાઘેલા પરિવારના કુલ ચાર લોકોએ એકીસાથે પ્લાઝમા ડોનેટ કરીને સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.પરિવારજનોમાંથી પ્લાઝામાં ડોનેટ કરવા માટેના નિર્દેશોમાં ચાર જણા બંધબેસતા હોવાથી આ ચાર જણાએ ગર્વભેર પ્લાઝમા ડોનેટ કરીને કોઈકના પરિવારનો દીવો પ્રજવલ્લિત રાખવી મદદ કરી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં દાનનો મહિમા જણાવતા અનલ વાધેલા કહે છે કે” આપણા શાસ્ત્રોમાં દાનનો મહિમાં અનેરો રહ્યો છે. રક્તદાનને આજના યુગમાં મહાદાન ગણવામાં આવે છે. પરંતુ આજે દેશ વ્યાપી કોરોના મહામારી વચ્ચે પ્લાઝામાં દાન શ્રેષ્ઠ દાન સાબિત થઈ રહ્યું છે.

રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થવાના કારણે મુશકેલી વેઠી રહેલા ઘણાય દર્દીઓ, કોરોના વોરિયર્સ સમા તબીબો,પેરામેડિકલ સ્ટાફ મિત્રો કે જેઓ પોતે કોરોનાગ્રસ્તની સારવાર કરતા કરતા સંક્રમિત થયા છે તેમને આજે પ્લાઝમાની ખાસ જરૂર છે. આવા સમયે અમારા પરિવારજનો પ્લાઝામાં ડોનેટ કરીને અન્ય માટે મદદરૂપ બનવા સંકલ્પબધ્ધ થયા છે. આગામી સમયમાં પણ જો કોઈ જરૂરિયાતમંદને પ્લાઝામાંની જરૂર જણાઈ આવશે તો ચોક્કસપણે પ્લાઝામાં દાન કરીશુ.

તેઓ ઉમેરે છે કે પ્લાઝામાં ડોનેટ કરવું ખૂબ જ સરળ છે. તેના દ્વારા તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની લોહીની ઉણપ ઉભી થતી નથી.માટે જેઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે તેમણે અચૂક જન ઉપયોગી બનવા પ્લાઝમા દાન કરવું જોઈએ..

નિનાદ વાધેલા કહે છે કે મને અસિમ્ટેમેટીક લક્ષણો જણાઈ આવતા મેં હોમ આઈસોલેશનમાં રહીને જ સિવિલના તબીબોના માર્ગદર્શન મુજબ સારવાર લઈને ચાર દિવસમાં જ કોરોનાને મ્હાત આપી હતી. ત્યારબાદ એન્ટીબોડી ટેસ્ટ કરાવતા પ્લાઝામાં ડોનેટ કરવા લાયક ઠર્યો. આજે પ્લાઝમા ડોનેટ કરીને ગર્વ અનુભવી રહ્યો છું. પ્લાઝામાં ડોનેટ કરીને આવ્યા બાદ રાત્રે ખૂબ જ સરસ અને ગર્વસભર ઉંધ આવી હતી…
નિનાદે આજના યુવાનો કે જેઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે તેઓને પણ પ્લાઝમા ડોનેટ કરીને કોરોના સામેની જંગમાં, લોકકલ્યાણરૂપી યજ્ઞમાં સહભાગી બનવાની અપીલ કરી છે…

કોરોનાની મહામારીમાં જે લોકો સંક્રમિત થઈને સાજા થયા છે.. તે બધા લોકોએ પોતાની નૈતિક ફરજ સમજીને વાધેલા પરિવારની જેમ આગળ આવી હાલ કોરોના સામે ઝઝૂમી રહેલા કોરોનાગ્રસ્તને નવજીવન બક્ષવા મદદરૂપ બનવું જોઈએ.

TejGujarati