આર.એસ.એસ.બાબતે તમારી આટલી ઉદાસીનતા કેમ ? તમે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ને કઈ હરોળમાં ગણો છો.?

ગુજરાત ભારત સમાચાર

ડબલ્યુ. એચ. ઓ. એ કોરોનાની મહામારીને કાબૂ મા લેવા માટે જે રીતે મહારાષ્ટ્રના ધારાવી મોડેલની પ્રસંશા કરી છે, તે ખરેખર આવકારવાડાયક છે. સતત પ્રયત્નો થકી આ રોગને વધુ વકરતો રોકવામાં સારી એવી સફળતા મળેલ છે.
સાથે જ ખેદજનક બાબત એ છે કે મહારાષ્ટ્ર સરકાર મા બેઠેલ કેટલાક તથાગત વ્યક્તિઓ આર. એસ. એસ. ના સ્વયંસેવકો એ ખેડેલ સાહસ તેમજ પોતાના જીવને પણ જોખમ મા નાખી
નિઃસ્વાર્થ પણે કરેલ સેવાને માન્યતા આપવા તૈયાર નથી.
એટલું જ નહી પરંતુ સત્યથી માહિતગાર હોવા છતાંય જનતા સામે આર. એસ.એસ.ના સ્વયંસેવકોની પ્રસંશા કરવાની પણ તસ્દી લેતા નથી.
મે 2020 થી રોગની તપાસણી,દર્દીની સેવા કરવી, તેઓને અલગ કરવા વગેરે સેવાઓને પૂરી પાડવા 500 થી પણ વધારે સ્વયંસેવકો ધારાવી મા ખડે પગે હાજર હતા.
ફ્કત આ ધારાવી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ ગીચ વસ્તી ધરાવતા મુંબઈ મા અલગ અલગ વિસ્તારો મા 5000 ઉપરાંત સ્વયંસેવકો એ સેવાઓ આપી છે. ને હજીયે ચાલુ પણ છે.
અને એ રીતે તેઓ બી. એમ. સી. ને નિઃસ્વાર્થ પણે મદદરૂપ થઈ રહ્યા છે.
ને એ રીતે જોતાં 20 મે 2020 સુધીમાં કોરોના મહામારી મા આર. એસ. એસ. તરફથી કરવામાં આવેલ સેવાઓની વિસ્તારપૂર્વક માહિતી નીચે મુજબ છે.
આટલી અપ્રતિમ સેવાઓ તો કદાજ રોજ સાંજે ટી. વી. ડીબેટ મા કેમેરા સામે બેસી વાતો ના વડા કરતી રાજકીય પાર્ટીઓ એ પણ નહી આપી હોય.

સેવા અર્પિત કરેલ સ્થળની સંખ્યા – 85701
સમર્પિત સ્વયંસેવક – 4,79,949
દાન કરવામાં આવેલ કુટુંબ દીઠ રાશન કીટ – 1,10,55,450
જમવાના પેકેટ – 7,11,46,500
સ્થળાંતરિત કાર્યકરોએ ભિન્ન ભિન્ન પ્રકારમા પૂરી પાડેલ સેવાઓ – 27,98,091
રક્તદાન યુનિટ ની સંખ્યા – 39851
ફેસમાસ વિતરણ – 62,81,117

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ક્યારેય સ્વયં કોઈ પત્ર બહાર પાડી પોતાનો ઢોલ વગાડવામાં નથી માનતુ. પણ આ સત્ય છે કે નહી તેની માહિતી આપણે મેળવવી જોઈએ કે નહીં ?

અમો દરેક મીડિયાને પ્રશ્ન પૂછવા માગીએ છીએ કે કેમ તમે તો કહો છો કે અમો તો દેશમાં જે ચાલી રહ્યું છે. તેની સાચી માહિતી દેશની જનતા સામે મૂકવાનું કામ કરીએ છીએ.
તો પછી ઉપરોક્ત બાબતે તમારી આટલી ઉદાસીનતા કેમ ?
તમે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ને કઈ હરોળમાં ગણો છો ? તે તમારા મા જ એક યક્ષ પ્રશ્ન છે.

ભારતમાતા કી જય

આર. એસ. એસ. નો એક શુભેચ્છક

TejGujarati