ચેમ્બરની ચૂંટણી: ચૂંટણી અધિકારી પી.કે લહેરીની ફરજ મુક્તિ માટે ચેમ્બર સમક્ષ રજૂઆત .

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચુંટણી ને લઈને એક તરફ ચૂંટણી ઈ વોટીંગથી કરવી કે નહીં? તે મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે જ કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી અધિકારી પી.કે લહેરીએ પોતાની ઉંમરને લઈને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા માટે ચેમ્બર તથા એપેક્ષ કમિટી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. જોકે ચેમ્બર દ્વારા અન્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક થાય નહીં ત્યાં સુધી કાર્યભાર સંભાળવા વિનંતી કરવામાં આવી છે.
11મી જુલાઈના રોજ ચેમ્બરની ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોરોનાની મહામારીને લઈને ચૂંટણી અધિકારી પી.કે લહેરીએ ચૂંટણી સ્થગિત કરવાનો આદેશ આપતા ચૂંટણી સ્થગિત થઈ છે.

જ્યારે સરકારે અનલોક 1 જાહેર કર્યું તેમાં ૬૫ વર્ષથી મોટી વયના લોકોએ બહાર નહીં નીકળવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી.જેને પગલે ચૂંટણી અધિકારી પી.કે લહેરીએ પોતાની ઉંમર ૬૫થી વધુ હોય સરકારના આદેશનું પાલન થાય તે માટે તેમણે ચૂંટણી અધિકારીની જવાબદારી માંથી પોતાને મુક્ત કરવા માટે ચેમ્બરના હોદ્દેદારો તથા એપેક્ષ કમિટિ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. ચેમ્બર દ્વારા તેમને અન્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક થાય નહીં ત્યાં સુધી કાર્યભાર સંભાળવા માટે વિનંતી કરાઇ હતી જોકે આગામી દિવસોમાં ચેમ્બરના ચૂંટણી અધિકારી તરીકે અન્ય કોઈની નિમણૂંક કરવામાં આવશે.

TejGujarati