આજના મુખ્ય સમાચાર – વિનોદ મેઘાણી.

ગુજરાત ભારત સમાચાર

આજના મુખ્ય સમાચાર – વિનોદ મેઘાણી.

*દો ગજ કી દૂરી સૂત્ર કમળ માં જ ભૂલાયું*
ગાંધીનગર. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આજે ચાર્જ લેવા માટે ભાજપ કાર્યાલય કમલમ્ પહોંચ્યા હતા આ પહેલા કમલમ્ ખાતે નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતા પહોંચ્યા હતાપરંતુ એક તરફ સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘દો ગજ કી દૂરી’સૂત્ર કમલમમાં જ ભૂલાયું હોય તેવું જોવા મળ્યું હતું, અહીંયા નેતાઓ ખુદ ટોળે વળ્યા હતા
**
*ભાજપના પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળતા સી.આર.પાટીલ*
પક્ષની પ્રગતિ માટે કડક નિર્ણયો લેવામાં પણ પાછી પાની નહીં કરું પાટીલ કહ્યું છેલ્લી પાટલીએ બેસતો ડાયસ પર લઈ આવ્યા
રાજ્યમાં શાસક પક્ષ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ નિમાયા હતા દક્ષિણ ગુજરાતના મોટા ગજાના નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે પદભાર સંભાળ્યો હતો
**
*ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણના ભણકારા?*
અમદાવાદ. હવે સરકારમાં બદલાવો થવાની ચર્ચા શરુ થઇ ગઇ છે સૌરાષ્ટ્રના પાટીદાર નેતા હાલ ગુજરાતમાં કોઇ મહત્ત્વના સ્થાને ન હોવાથી વર્તમાન સરકારમાં કોઇ ફેરફાર ચોક્કસ થશે તેવો ક્યાસ હાલ ભાજપના સંગઠનનના નેતાઓ જ કાઢી રહ્યા છે વિજય રૂપાણીની કેબિનેટનું વિસ્તરણ થાય અને તેમાં કોઇ એવા ફેરફાર જોવા મળે તેવી પણ હવે વાત થઇ રહી છે
**
*પ્રધાન મંડળમાં વિસ્તરણની શક્યતા વધી*
ગુજરાતના નવા પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણી થતા પ્રધાનમંડળમાં વિસ્તરણની શક્યતા વધી છે. જીતુ વાઘાણીને પ્રધાન પદે મળે તેવી શક્યતા છે જીતુ વાઘાણીની પ્રધાન મંડળમાં એન્ટ્રી થતા બે પ્રધાનોની બાદબાકી થઈ શકે છે તેમ સુત્રો કહી રહ્યા છે.કેબિનેટ સહિત રાજ્યકક્ષાના પ્રધાનોમાં ફેરફાર થઈ શકે છે
**
*પગારની ચિંતા કરનારાએ પોલીસની નોકરી પસંદ કરવી ન જોઇએઃ DGP*
શિક્ષકોનો 2800નો ગ્રેડ-પે સ્થિગત કરવામાં આવ્યા બાદ રાજ્યના વિવિધ વિભાગોના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા ડિજિટલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પોલીસ વિભાગ દ્વારા પણ ગ્રેડ-પેને વધારવામાં આવે તેવી માગ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહી છે. ત્યારે શિવાનંદ ઝાએ આ જણાવ્યું કે પોલીસની નોકરી ગૌરવ પ્રદ છે, પોલીસ વિભાગ પર ડાઘ લાગે તે ચલાવી લેવાશે નહીં. પોલીસની નોકરી એક સેવા છે અને પગારની ચિંતા કરનારાએ પોલીસની નોકરી પસંદ ન કરવી જોઇએ.
**
*પોલીસ પર સોશિયલ મીડિયા બંધી*
સૂરતમાં મંત્રી કિશોર કાનાણીના પુત્રને કર્ફ્યુ ભંગ બદલ જાહેરમાં ખખડાવ્યાનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો અને તે પછી હમણા પોલીસ કર્મચારીઓએ હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી. આ બન્ને બાબતોને લઇને શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડ લાઇન જાહેર કરી મનફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે
**
*પોલીસ વડાને વધુ એક એક્સ્ટેન્શન મળવાની શક્યતા*
ગુજરાતના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસવડા જેવા બે મહત્વપૂર્ણ હોદ્દા ખાલી થવા જઈ રહ્યા છે. ત્યારે હાલના પોલીસવડા શિવાનંદ ઝાને વધુ એક એક્સ્ટેન્શન આપવામાં આવી શકે છે, જોકે મુખ્ય સચિવે નિવૃત્તિ માગી હોવાથી ગુજરાતને નવા મુખ્ય સચિવ મળશે પરંતુ રાજ્ય પોલીસવડા તરીકે હાલ શિવાનંદ ઝા જ યથાવત રહે તેવી શક્યતા છે?
**
*નકલી પીએસઆઇ સ્ટાફ પણ નકલી ત્રણ ઝડપાયા*
હિંમતનગર તલોદના ટીંબા ચોકડી પર રિક્ષા ચાલક પાસેથી ઈકોમાંથી ઉતરીને પીએસઆઇ હોવાની ઓળખ આપનાર શખ્સે 500 લીધા બાદ રિક્ષામાં સવાર અન્ય વ્યક્તિએ પોલીસને ફોન કરવાનો પ્રયાસ કરતા તેને લાકડીઓ મારતા ગામમાંથી મદદ માંગતા આવી પહોંચેલ અન્ય ઈકોથી પોલીસની ઓળખ આપનાર શખ્સોનો પીછો કરતા તાજપુર બસ સ્ટેન્ડ નજીકથી ઇકો ચાલકને ઝડપી પાડ્યો હતો
**
*ડુપ્લિકેટ સેનેટાઇઝર કૌભાંડનો પર્દાફાશ*
ભેજાબાજ કેયા બ્યુટી કેર નામના લેબલ લગાવીને ડુપ્લિકેટ સેનેટાઇઝર બજારમાં વેચતો હતો ભેજાબાજ વેપારી અનિલ મિત્તલ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ખાતે આવેલા કેયા બ્યુટી કેર નામના લેબલ લગાવીને ડુપ્લિકેટ સેનેટાઇઝરના બજારમાં વેચતો હતો પોલીસે ભેજાબાજ વેપારી અનિલ મિત્તલની ધરપકડ કરી હતી રાતોરાત કમાઇ લેવા માટે ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવતો હતો
**
*જીટીયુએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આપ્યા ત્રણ વિકલ્પ*
ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુએ અંતિમ વર્ષ અને છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ત્રણ વિકલ્પ આપ્યા છે. 30 જુલાઈથી ઓનલાઈન પરીક્ષા લેવાશે. 17 ઓગસ્ટથી ઓફલાઈન પરીક્ષા લેવાશે. વિદ્યાર્થી આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરીને પરીક્ષા આપી શકશે. અને જો આ બંને વિકલ્પ પસંદ ન કર્યા હોય તો ત્રીજા વિકલ્પ તરીકે સપ્ટેમ્બરમાં વિશેષ પરીક્ષા યોજશે તેમાં આપી શકાશે.
**
*5000 લોકોને રોજગારી મળશે સરકારની નવી યોજના*
ટૂંક સમયમાં દેશ એક ફૂડ પાર્ક બનવા જઈ રહ્યો છે જેમાં 5000 નોકરીઓનું સર્જન થશે. આ નવી યોજનાનો આશરે 25,000 ખેડૂતો લાભ લેશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મિઝોરમ સરકાર 75 કરોડના ખર્ચે નવું ફૂડ પાર્ક બનાવશે. આ ફૂડ પાર્કમાં દેશના 5000 જેટલા લોકોને રોજગાર મળશે. આ ઉદ્યાનને કારણે સ્થાનિક 25,000 ખેડુતોને સીધો લાભ મળશે.
**
*ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર*
ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા લેવાશે. 21 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાશે. સ્નાતક અને અનુસ્નાતકના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. અઢી કલાકના બદલે બે કલાકની પરીક્ષ રહેશે. રાજ્ય બહાર હોય તેવા વિદ્યાર્થીઓ માટે અલગથી ઓનલાઈન પરીક્ષા લેવાશે. ઓનલાઈન પરીક્ષા એમસીક્યું રહેશે.
**
*સીએમ ઓફિસમાં થઈ ફરિયાદ*
પાટણના કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમા તેમણે જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રીની કચેરીએ કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવતી. સાથે જ સાંસદો અને ધારાસભ્યની રજૂઆતોને પણ ગણકારવામાં નથી આવતી. ઉપરાંત નાયબ મુખ્યમંત્રી કાર્યલયમાં રજૂઆતની ઈન્વર્ડ કોપીમાં સહી પણ નથી કરવામાં આવતી. આ બાબતે પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે દરેક કચેરીમાં ઈન્વર્ડ હોવો જોઈએ તેવો જીએડી દ્વારા પરિપત્ર પાડવામાં આવ્યો છે. જેથી સમગ્ર મામલે કોંગી ધારાસભ્યએ ગંભીર નોંધ લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો
**
*સુમુલ ડેરીની ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ*
સાતમી ઓગસ્ટના રોજ સુમુલ ડેરીની ચુંટણી આવી રહી છે, ત્યારે 16 બેઠકો પર કાંટાની ટક્કર પણ જોવા મળી શકે છે. ચુંટણીને લઇ આજથી સહકાર પેનલ દ્વારા ઉમેદવારીના ફોર્મ ભરવાનુ શરુવાત કરવામાં આવી છે. સુમુલડેરીના તાપી અને સુરતની મળી કુલ 16 બેઠકો પર ચુંટણીનો જંગ ખેલાવાનો છે. આ વર્ષે હાલના સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકને હરાવવા સહકાર પેનલ પોતાની કમર કસી રહી છે. સુમુલ ડેરીમા *રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ પુર્વ સાંસદ માનસીંગભાઇ પટેલ દ્વારા કરવામા આવ્યો હતો*
**
*સોમનાથ મહાદેવ મંદિરે લાઠીચાર્જ*
શ્રાવણ માસના સોમવારે જ ઘર્ષણ પોલીસે ના છૂટકે કરવો પડ્યો બળપ્રયોગ, દર્શન માટે પાસ સિસ્ટમ લાગૂ થાય એવી સંભાવનાશ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટતાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના મુદ્દે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ભાવિકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી બાદ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
**
*પોરબંદરનો દરિયો બન્યો તોફાની*
પોરબંદરમાં હવામાન વિભાગની 6 દિવસની આગાહી બાદ દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના દરિયામાં ચોમાસું સિઝનનો કરંટ દરિયામાં જોવા મળ્યો છે. સાથેજ ચોપાટી રોડ પર દરિયાના તોફાની મોજા પણ ઉછળી રહ્યા છે અને દરિયામાં 10 મીટર જેટલા ઉચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.
**
*હેરસલુન માટે નવી ગાઈડલાઈન*
સુરત શહેરમાં હેર સલુન કે બ્યુટી પાર્લરમાં બહારથી આવનારા શહેરીજનોમાંથી જો કોઇને ચેપ લાગ્યો હોય તો તે ચેપ દુકાનદારને અને દુકાનદારથી બીજા ગ્રાહકોને ચેપ લાગવાની શકયતાઓ વધુ હોવાથી પાલિકાએ તમામ સલુન અને બ્યુટી પાર્લરના સંચાલકોને સાવચેત કરીને ફરજિયાત ગ્લોઝ પહેરીને કામ કરવા સૂચના સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર) જાહેર કરી છે.
**
*આ નિયમોનું કરવું પડશે પાલન*
તેથી મ્યુનિ.એ વ્યવસાય માટે એસઓપી જાહેર કરી છે. તેમાં સંચાલકોને સહયોગ આપવા અપીલ પણ કરાઇ છે. એસઓપી મુજબ હેર સલૂન અને બ્યુટીપાર્લરમાં અડધા કારીગરથી કામ કરવું હિતાવહ છે. નાની દુકાન હોય તો ફ્કત એક જ કારીગરથી કામ ચલાવવું. અને વારાફરતી કામ કરવું. હેર કટીંગ અને સેવીંગ કરનારાએ માસ્ક ફરજિયાત પહેરવા. તેમજ ટાઇટ ગ્લોવ્સ પહેરવા ફરજિયાત છે. દરેક ગ્રાહકનું કામ કર્યા બાદ ગ્લોવ્સ બદલી કાઢવા. અથવા તો તેને સેનેટાઇઝ કરી ઉપયોગ કરવો.
**
*સુરત વેસુમાં સ્પામાં મહિલાને બાનમાં લઈને લૂંટ*
સુરત. વેસુ વીઆઈપી રોડ પર આવેલા રૂંગટા શોપીંગ સેન્ટરમાં ચાર ઈસમોએ લૂંટ ચલાવી છે. જીમી સ્પા એન્ડ મસાજ પાર્લરમાં ઘુસીને ચારેય ઈસમોએ ચપ્પુની અણીએ મહિલાને બાનમાં લીધી. મહિલાને ડરાવી ધમકાવીને તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડા 1100 રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા છે.
**
*સુપ્રીમ કોર્ટમાં જજે જાતે ટાઈપ કરીને આપ્યો ચૂકાદો*
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડે પોતાના વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાનના અનુભવો શેર કર્યા હતા જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી દરમિયાન જે પણ આદેશ આપે છે તેને પોતાની જાતે જ લેપટોપ પર ટાઈપ કરે છે.
**
*ખાનગીકરણ: દેશમાં રહી જશે માત્ર પાંચ જ બેંક*
કેન્દ્ર સરકાર દેશની સરકારી બેંકોમાંથી અડધાથી પણ વધારે બેંકોનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. જો બધુ બરાબર રહ્યુ તો, આવનારા સમયમાં દેશમાં ફક્ત પાંચ જ બેંક રહી જશે. સરકાર અને બેકીંગ સેક્ટરના સૂત્રોના હવાલે લખતા જણાવીએ છીએ કે, બેકીંગ ઈંડસ્ટ્રીઝની હાલત સુધરાવા માટે ખાનગીકરણનો નિર્ણય લેવાયો છે
**
*લાલજી ટંડનનું દુખદ અવસાન: PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ*
મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે તેમના પુત્ર આશુતોષે આ વાતની પુષ્ટિ કરી હતી. લાલજી ટંડન છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા.રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિતનાં દિગ્ગજ અને વરિષ્ઠ નેતાઓ એ શ્રદ્ધાંજલી અર્પણ કરી
**
*બ્રિટેનનો બુદ્ધિમાન કાગડો માણસની માફક કામ કરી શકે છે*
બ્રિટેન: ચાલાક કાગડાની વાતો તો સાંભળી હશે જેમાં એક તરસ્યો કાગડો ઘડામાં કાંકરા નાખીને પાણીને ઉપર સુધી લઈ આવે છે અને પોતાની તરસ છીપાવે છે આવી જ રીતે બ્રિટેનમાં એક બેટ્ટી નામનો કાગડો ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે આ કાગડો કોઈ પણ તારને લઈ તેને વાળીને હુક બનાવે છે

અમે તમારી માટે લાવ્યા છીએ ફાસ્ટ ન્યૂઝ દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અપટેડ સમાચારો સુરત ગુજરાત સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા માટે *છેલ્લા 2 વર્ષોથી* અમે આપના સુધી સોશિયલ મીડિયા વોટ્સઅપ માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ સમાચારો આપને યોગ્ય લાગે તો તમારા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરશોજી.

TejGujarati