આજે કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ પ્રથમ વખત જામનગર પહોંચ્યા. – સંજીવ રાજપૂત.

ગુજરાત ભારત સમાચાર

જામનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ પ્રથમ વખત આજે જામનગર આવ્યા હતા આજે સવારે જામનગરના લાલપુર બાયપાસ ચોકડી સાથે આવતા જામનગર કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ હાર્દિક પટેલ અને જામનગરના કોંગ્રેસના આગેવાનો સાથે દ્વારકા દ્વારકાધીશના દર્શને રવાના થયા હતા બપોર પછી હાર્દિક પટેલ ફરીથી જામનગર આવી ખેડૂતોને નુકસાની અને અન્ય મુદ્દાઓ અંગે ગુજરાત સરકાર સામે જંગ છેડતા પત્રકાર પરિષદ સંબોધશે.

TejGujarati