ચિકાનગર હાથીજણમાં તેમના ઘર આગળ આવેલ બાવળની ઝાડીમાં દારૂ સંતાળીને ખાનગી રીતે ઇગ્લીશ દારૂનો ધંધો કરે છે. જે બામતી આધારે હકકીત વાળી જગ્યાએ તુરત જ રેઇડ કરાઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આઇ.જી.પી. શ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના, તથા મે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ અમો આર.બી.રાણા ઇન્ચાર્જ પો.ઇન્સ. તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સ.વા. તથા ખાનગી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમોને ખાનગી રાહે હકીકત મળેલ કે, આલાભાઇ બુટાભાઇ ભરવાડ રહે.ચિકાનગર હાથીજણનાઓ તેના ઘર આગળ આવેલ બાવળની ઝાડીમાં દારૂ સંતાળીને ખાનગી રીતે ઇગ્લીશ દારૂનો ધંધો કરે છે. જે બામતી આધારે હકકીત વાળી જગ્યાએ તુરત જ રેઇડ કરતા (૧) આલાભાઇ બુટાભાઇ ભરવાડ રહે. ઇન્દિરાનગર, ચિકાનગરની પાછળ, હાથીજણ, તા. વટવા સીટી પુર્વ અમદાવાદ (૨) ભાવેશભાઇ મફાભાઇ ભરવાડ રહે. મકાન નં. ૨૬૭૮/૭૯ વિનોબાભાવેનગર, વિંજોલ ગામ, તા. વટવા સીટી પુર્વ અમદાવાદ નાઓને અલગ અલગ બ્રાન્ડના ઇગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ મુદ્દામાલ પંચો રૂબરૂ કબ્જે કરી અત્રેના વિવેકાનંદનગર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૨૦૬૩૨૦૦૫૮૫/૨૦ પ્રોહી કલમ- ૬૫ એ.ઇ, ૬૬ (૧)બી,૧૧૬ બી,૮૧ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-
(૧) ઓફીસર ચોઇસ બ્યુ વ્હિસ્કી ની ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ ૧૬ ની કિંમત રૂ. ૮૦૦૦/-
(૨) ઇમ્પિરિયલ બ્યુ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૪૩ ની કિ.રૂ.૨૧,૫૦૦/-
(૩) મેકડોવેલ્સ નંબર-૧ સુપિરિયર વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૦૯ જેની કિ.રૂ. ૫૪,૫૦૦/-
(૪) ઓલ્ડ મંક XXX રોમ ની બોટલો નંગ – ૧૦૨ કિ.રૂ.૫૧૦૦૦/-
(૫) ઓફીસર ચોઇસ પ્રેસ્ટીજ વ્હિસ્કી ની બોટલો નંગ – ૭૫ જેની કિ.રૂ. ૩૭૫૦૦/- મળી
કુલ બોટલો નંગ – ૩૪૫ મળી કુલ કિ.રૂ. ૧,૭૨,૫૦૦/- તથા મોબાઇલ નંગ- ૨ કી.રૂ. ૨૦૦૦/- મળી તમામ મુદ્દામાલની કુલ કિ.રૂ.૧,૭૪,૫૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
આ કામગીરી કરવામાં પો.સબ.ઇન્સ. શ્રી આર.બી.રાણા તથા પો.સ.ઇ. શ્રી એસ.એસ.શેખ તથા હે.કો. લક્ષ્મણભાઇ જગાભાઇ બ.નં.૫૧૧, પો.કો. ઇન્દ્રવિજયસિંહ માલદેવસિંહ બ.નં. ૧૭, પો.કો. રધુભાઇ રણછોડભાઇ બ.નં. ૫૩૩, પો.કો. પંકજકુમાર સવજીભાઇ બ.નં. ૨૧૬, પો.કો.દિપકકુમાર અશ્વિનભાઇ, પો.કો. શૈલેષભાઇ બળદેવભાઇ બ.નં. ૧૩૭૬ તથા પો.કો. હિમાંશુ મહેશભાઇ બ.નં. ૧૩૬૬ વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે.

TejGujarati