“શિક્ષક અને શાકભાજી” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ગુજરાત ભારત સમાચાર

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો.. પણ સરકાર વહીવટીતંત્ર અને સમાજ બધા ભેગા મળીને શિક્ષકને સામાન્ય બનાવી નાંખ્યો છે. સાવ સામાન્ય.. સરકાર શિક્ષકને ભાજીમુળો સમજે છે. સમાજ માટે શિક્ષક શાકભાજી સમાન છે. શિક્ષકની આવક તાંદળજાની ભાજીના એક પાંદડા બરાબર છે. જ્યારે સમસ્યાઓ કોળા કરતા પણ મોટી છે. ખાનગી શાળાના મરચા જેવા ટ્રસ્ટી શિક્ષકો સામે ગાજર લટકાવીને રાખે છે. છતાય આ કોરોનાકાળમા ટ્રસ્ટીઓને શિક્ષક ટામેટાનો જેમ મોંધો પડે છે. પરિણામે શિક્ષકે શાકભાજીની લારી ખોલવી પડે છે. જો કે આ શરુઆત છે આમા ધીમે ધીમે બધા વ્યવસાયના લોકો આમા જોડાશે ..
?ભુમિતીનો શિક્ષક અને શાકભાજી
હે લંબગોળ મોઢાવાળા બહેન.. મારી પાસે સુરેખ સમતલ અને ઘન એમ ત્રણ પ્રકારની શાકભાજી ઉપલબ્ધ છે.. પરંતુ વિષયસમ લાગણીશિલતાના ઉપક્રમે બિંદુ રેખા અને કિરણ નામધારી મહિલાઓને કશુક નાણાકિય વળતર આપવાનો અભિગમ છે.
એ પહેલા આપ કેટલી ખુણાવાળી અને બહુકોણીય શાકભાજીનુ ચયન કરો છો.. નાણાંકીય વળતર એ પરત્વે 90અંશના ખુણે ઢળવાનુ છે
એ પહેલા આપણે પાયથાગોરસનુ નામ લઈને કેટલાંક પ્રમેયો સમજીએ.
ના બેન મારો નહી.. હુ પ્રેમ નથી કહેતો.. પ્રમેયો કહુ છુ. અને પેથાભાઈ નહી.. પાયથાગોરસ બેન.. આ રીતે 180અંશના ખુણેથી વળેલો આપનો હાથ મારા ગાલના બિદુને છેદી શકે છે..
?વિજ્ઞાનનો શિક્ષક અને શાકભાજી
સાવ કસનળી જેવુ શરીર સોષ્ઠવ ધરાવતા ઓ બહેન.. મારી પાસે ઉત્તમ પ્રકારના સોલેનમ ટયુબરોઝમ(બટાકા) એલીયુમ સેપ(ડુંગળી) સોલોનેમ મેલોન્ગેના (રીંગળ) એમ્બોમોસચ્યુઝ ઈસ્કયુ લેન્ટસ(ભીંડા) મોમોરિકા આંરટિયા(કારેલા)… ..
… અરે બેન આપ અપશબ્દો ન બોલો આ ઊપરાત પણ ઘણા શાકભાજી ઉપલબ્ધ છે.. હુ તો તમને હોમો ઈરેક્ટ સમજતો હતો.. તમે તો હોમો સેપિયન જ નીકળ્યા..
?ગુજરાતીભાષાનો શિક્ષક અને શાકભાજી
જેના હસ્ત સદા શાકભાજી ને ચકાસવા અને પ્રમાણિત કરવા માટે નિર્માયા છે. જેની વાણી શાકભાજીના મુલ્યદરને ધટાડવા માટે જ સર્જાઈ છે. એવી ઓ સુંદરી તારુ સ્વાગત છે..
ના.. ના.. સુંદરી મને સંપૂર્ણઃ જ્ઞાત છે તવ શુભનામ સૂંદરી નથી.. એતો તુજની પ્રસશાર્થે પ્રયોજવામા આવ્યુ છે..
તારા સોન્દયની હોડમા આવે એવા તમામ હરિત શાકભાજી તારા દગ(આંખો) ને જરુર પ્રફુલ્લિત કરશે એવી શ્રધ્ધા સ્હેજ પણ અસ્થાને નથી.. માટે હે રૂપગર્વિતા આ ઉત્કૃષ્ટ અને ઉત્તમ શાકભાજીના ચયન અર્થે સજ્જ થા.. ઓ માનૂનિ…
આવતી કાલે બીજા વિષય શિક્ષકોનો વારો..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati