એ નથી, એમનો અણસાર પણ નથી, સમયે કરી કળા એવી, હવે કશું યાદ પણ નથી! – મેહુલ ભટ્ટ.

ગુજરાત ભારત સમાચાર

*તાજી મજાની રચના – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ*
******* ****** ***** *******

એ નથી, એમનો અણસાર પણ નથી,
સમયે કરી કળા એવી, હવે કશું યાદ પણ નથી!

હતા કેવા દિવસો સોનેરી એ જે વીતી ગયા,
યાદ કરવામાં એ દિવસો, હવે કોઈ સાર પણ નથી!

છે રાત જેવું ચારે તરફ છેક આકાશ સુધી,
છતાં ખુદને કળી ના શકાય તેવો અંધાર પણ નથી!

શું દેખાય છે છેક દૂર પેલું પ્રકાશ જેવું ત્યાં?
છે સહેજ ઉજાસ જેવું અને સવાર પણ નથી!

આવે દુઃખ જેવું ત્યારે લાગે એવું જરા તરા,
છે જીવવા જેવું એમ એટલું અસાર પણ નથી!

દાવો કરે છે, સૌનું અને બધું જ સાંભળવાનો,
અને હોય સદા ખુલ્લા એવા એના દ્વાર પણ નથી!

લાગે ભલે એ મહાન અને કરે વાતો શસ્ત્રોની,
ભૂલી શકે અપમાન એવા એ ઉદાર પણ નથી!

થાય પ્રશ્નો સાવ વિચિત્ર લાગે એવા મને,
ફરી કાં અવતરવું પડે, કોઈનું કંઈ ઉધાર પણ નથી!

હોય ખુદા ગમે તેવો તમે કહો તો માન્યું મેં,
પણ તોયે ભટ્ટજી જેવો એ દિલદાર પણ નથી!

*- મેહુલ ભટ્ટ (૧૬.૭.૨૦)*

TejGujarati