ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીના કાયદાઓ ઇતિહાસ – એડવો.યોગેશ નાયી

સમાચાર

ઈ.સ. ૧૮૮૨ ની સાલમાં પ્રથમ વાર જ મિલકત તબદીલી નો ટ્રાન્સફરનો આ કાયદો સંહિતાના સ્વરૂપમાં ભારતમાં દાખલ કરવામાં આવ્યો. આ પહેલા મિલકત તબદીલીના વ્યવહારોનું સંચાલન બ્રિટિશરોએ હિન્દ માં દાખલ કરેલા રેગ્યુલેશનથી અને ઇંગ્લેન્ડમાં પ્રવર્તતા જસ્ટિસ, ઈક્વિટી અને ગુડ કોન્સિયન્સ ન્યાય, સમન્યાય અને શુદ્ધ અંતરઆત્માના નિયમોથી થતું હતું. એ નોંધ લેવી ઘટે કે બ્રિટિશરોએ દાખલ કરેલા વિનિયમો બધા કિસ્સાઓને આવરી લે તેવા ન હતા અને વળી ન્યાય, સમન્યાય અને શુદ્ધ અંતર આત્મા ના નિયમો ભારત ની વિશિષ્ટ પરિસ્થિતિને લઈને બધે લાગુ પાડી શકાતા નહીં. કોર્ટો પાસે એ સમયે માર્ગદર્શન માટે કોઈ પૂર્વ નિર્ણયો હતા નહિ. તેથી પરિણામ એ આવ્યું કે તે વખતના ચુકાદાઓમાં કોઈ એકરૂપતા રહી શકી નહિ. આને પરિણામે બ્રિટિશ સરકારે એક કમિશન નિમ્યું જે હિન્દ માટે આ વિષયમાં વિષયાત્મક કાયદો ઘડી કાઢે. કમિશને આ વિષયનો મુસદ્દો બનાવીને તે સમયના હિન્દ ના સેક્રેટરી ઓફ સ્ટેટ ને મોકલ્યા, જે થોડા ફેરફાર સાથે ૧૮૭૭ માં ગવર્નર જનરલની કાઉન્સિલ સમક્ષ મુકાયું. કાઉન્સિલે તે સિલેક્ટ કમિટીને મોકલ્યુ અને તેને વ્યાપક પ્રસિદ્ધિ આપી. એને લીધે આ મુસદ્દા સાથે અનેક ટીકા-ટિપ્પણી થયા અને વિવિધ સુચનો આવ્યા. આ બધી બાબતોને ધ્યાનમાં લઇને મુસદ્દામાં જરૂરી સુધારાવધારા કરી ૧૮૭૮માં તેને ફરી પ્રસિદ્ધ કરવામાં આવ્યો. અને તે સ્થાનિક સંસ્થાઓને મોકલવામાં આવ્યો. તેના ઉપર પણ સૂચનો વગેરે આવ્યા અને આ સૂચનોને પણ આવરી લઈ ત્રીજી વાર આ મુસદ્દો કરવામાં આવ્યો અને સન ૧૮૮૨માં તે અધિનિયમ બન્યો. પરિણામે આ પહેલા જે રેગ્યુલેશનો મિલકત વ્યવહારને લાગુ પાડવામાં આવતા હતા તેને રદ કરવામાં આવ્યા. સંકલન. કેડીભટ્ટ

TejGujarati
 • 192
 •  
 •  
 •  
 •  
 •  
  192
  Shares
 • 192
  Shares

Leave a Reply