●’ હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનીષ દોશીના પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા.

ભારત સમાચાર

●શિક્ષણના કથળતા સ્તર ચિંતીત અને શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે ની વ્યાજબી માંગ, શિક્ષકોની તાત્કાલિક ભરતીને લઈને પ્રતીક ઉપવાસને સમગ્ર રાજ્યમાં બોહળો પ્રતિસાદ મળ્યો.

‘ હું શિક્ષકની સાથે ‘ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને
શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી શિક્ષણનાં કથળતા સ્તર થી ચિંતિત અને શિક્ષકોની 4200 વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં ગુરુવારે પોતાના નિવાસસ્થાને સવારે ૧૦ વાગેથી પ્રતીક ઉપવાસ શરૂ કર્યા. સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ,શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ એ પ્રતિક ઉપવાસ ને સમર્થન આપ્યું હતું. *ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા રૂબરૂ મુલાકાત લઈ શિક્ષણ અંગે કોંગ્રેસ પક્ષની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી*., *વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ ગુજરાતના શિક્ષણના પ્રશ્નો અંગે આગામી દિવસોમાં વિધાનસભામાં શિક્ષણ અંગેના વિવિધ મુદ્દાઓ અંગે આક્રમક રજુઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.* સાથોસાથ શિક્ષણ જગત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ, ગુજરાતનાં અનેક જિલ્લાઓમાંથી શિક્ષણમાં પ્રવર્તતી મુશ્કેલીઓ અંગે વાલી વિધાર્થીઓએ પોતાની વાત વિવિધ માધ્યમોથી રજૂ કરી હતી.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને નિવાસસ્થાન પ્રતીક ઉપવાસ સવારે ૧૦ કલાકથી સાંજે ૫ કલાકે સુધી રહ્યા હતા. ગુજરાતમાં સરકાર શિક્ષણ વ્યવસ્થા સુધારવા ધ્યાન કેન્દ્રિત કરે. ટેટ ટાટ પાસ થયેલા હજારો યુવાનો,યુવતી ભરતીની રાહ જોઈને બેઠા છે.ત્યારે સરકાર તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરે અને ગુજરાતનાં યુવાનોને સરકારી નોકરીની તકો પુરી પાડવામાં આવે.
ગુજરાત નિર્માણ માટે નિષ્ઠા પૂર્વક કામ કરતા શિક્ષકોને સન્માન આપવાની જવાબદારી આપના સૌની છે. મજબૂત ગુજરાતનાં નિર્માણ માટે કામ કરતા શિક્ષકોને હાલની ભાજપ સરકાર મજબુર બનાવી રહી છે. શિક્ષકોના સન્માન પર ઘા થયા તે પ્રકારની શિક્ષણ સિવાયની કામગીરી માટે સરકાર ફરજ પાડી રહી છે.ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું સ્તર કથળી રહ્યું છે ત્યારે સરકાર જાગે અને જાહેરાતોને બદલે શિક્ષણ વ્યવસ્થામાં સુધાર માટે નીર્ણયાક દિશામાં કામ કરે તે જરૂરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતનાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવે તે માટે અસરકારક મુદ્દાસર રજુઆત કરી હોવા છતાં સરકાર આંખ આડા કાન કરી રહી છે. કોરોના મહામરીમાં સૌથી પહેલા શાળા કોલેજો બંધ થઈ અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલશે ત્યારે ગુજરાતનાં વિદ્યાથી વાલીઓ માટે એક સત્રની ફી માફી થવી જોઇએ. કમનસીબે સરકાર સંચાલકોના વકીલ બનીને ગુજરાતના વિધાર્થી વાલીઓને અન્યાય કરી રહી છે.

કોરોના વૈશ્વિક મહામારીનાં સમયમાં કાયદાનું પાલન કરી આપ જે સ્થળે છો તે સ્થળેથી ગુજરાતનાં કથળતા શિક્ષણ વ્યવસ્થા સુધારવા આપ સૌ ગુજરાતનાં હિત માટે જોડાયા તે બદલ આભાર.
ગુજરાતમાંથી અનેક વાલી વિધાર્થીઓએ ઓનલાઇન શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ, અગવડતાઓ અને બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સરકાર તેમનો અહંકાર અને જીદ છોડીને ઓનલાઈન શિક્ષણના નામે ચલતા વ્યાપાર પર રોક લગાવે સરકાર ગુજરાતમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ કરવામાં પ્રતિબદ્ધ હોય તો દૂરદર્શનના માધ્યમથી વૈકલ્પિક શિક્ષણની વ્યવસ્થા કરે.
સમગ્ર દિવસ દરમિયાન પ્રતીક ઉપવાસમાં ગુજરાત એન.એસ.યુ.આઈ.નાં મહામંત્રી શ્રી ભાવિક સોલંકી,ગૌરાંગ મકવાણા, હર્ષ મકવાણા, હર્ષ પરમાર, મહેશ ભરવાડ, પાર્થ રાઠોડ, પ્રદેશ સોસીયલ મીડિયાનાં કારોબારી સભ્ય શ્રી આકાશ સોલંકી, અમદાવાદ ઓબીસી સેલના પ્રમુખ જયેશ મુધવા, સંજય ગઢવી, મેહુલ રાજપૂત, સામાજિક અગ્રણી વિક્રમ દોશી, કોંગ્રેસ મીડિયા પેનાલિસ્ટ હિરેન બેન્કર જોડાયા હતા અને શિક્ષણમાં વ્યાપેલા મુશ્કેલી અને ભ્રષ્ટાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •