એમેઝોન પ્રાઇમ વીડિયોએ તદ્દન નવી એમેઝોન ઓરિજીનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સની સ્ટ્રીમીંગતારીખ 4 ઓગસ્ટ 2020 સાથે સફળતા તરફ કૂચ કરી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

અમૃતપાલસિંઘ બિન્દ્રા દ્વારા નિર્માણ અને સર્જન પામેલ અને આનંદ તિવારી દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રીમસ્ટાર્સ ઋત્વીક ભૌમિક અને શ્રેયા ચૌધરી અગ્રણી ભૂમિકામાં છે, તેની સાથે નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, શીબા ચઢ્ઢા, કૃણાલ રોય કપૂર અને રાજેશ તૈલંગનો પણ સમાવેશ થાય છે

બેન્ડિશ બેન્ડિટ્સમાં ઓરિજીનલ સાઉન્ડટ્રેક અને મહાન સંગીતકાર ત્રિપુટી
શંકર-એહસાન-લોયની ડિજીટલ ડેબ્યૂ દર્શાવે છે.

ભારત અને 200 દેશો અને પ્રાંતોમાં રહેલા પ્રાઇમ સભ્યો આ શોનું 4 ઓગસ્ટ 2020થી સ્ટ્રીમીંગ કરી શકે છે.

એમેઝોન પ્રાઇમ અદ્યતન અને એક્સક્લુસિવ મુવીઝ, ટીવી શો, સ્ટેન્ડ અપ કોમેડી, એમેઝોન ઓરિજીનલ, એમેઝોન પ્રાઇમ મ્યુઝિક મારફતે ઍડફ્રી મ્યુઝિક, પ્રોડક્ટ્સની ભારતીય પસંદગીની વિના મૂલ્યે
ઝડપી ડિલીવરી, ટોચના સોદાઓમાં વહેલાસર પ્રવેશ, પ્રાઇમ રિડીંગ સાથે અમર્યાદિત વાંચન,
આ તમામ મહિને ફક્ત રૂ. 129માં ઉપલબ્ધ બનશે.

મુંબઇ, ભારત, 13 જુલાઇ 2020 – એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે પોતાના રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા બેન્ડિશ બેન્ડિટ્સની જાહેરાત કરી હતી જે 4 ઓગસ્ટ 2020થી સ્ટ્રીમીંગ માટે ઉપલબ્ધ રહેશે. અમૃતપાલ સિંઘ બિન્દ્રા (બેંડ બાજા બારાત) અને આનંદ તિવારી (લવ પર સ્ક્વેર ફૂટ) દ્વાર દિગ્દર્શિત તદ્દન નવી એમેઝોન ઓરિજીનલ સિરીઝમાં અત્યંત અલગ મ્યુઝિકલ પશ્ચાદભૂમિક ધરાવતા બે યુવાન પર્ફોમર્સની પ્રેમકથા છે. દશ ભાગની આ સિરીઝમાં ઉભરતી પ્રતિભા ઋત્વીક ભૌમિક (ધુસર)નો એક હિન્દુસ્તાની ક્લાસિકલ પર્ફોમર, રાધે અને શ્રેયા ચૌધરી (ડીયર માયા)નો પોપસ્ટાર તમન્નાની ભૂમિકામાં, તેની સાથે પીઢ કલાકાર જેમ કે નસીરુદ્દીન શાહ (અ વેડનસડે, લીગ ઓફ એકસ્ટ્રાઓર્ડીનરી જેન્ટલમેન), અતુલ કુલકર્ણી (પેજ 3, રંગ દે બસંતી), કૃણાલ રોય કપૂર (લવ પર સ્ક્વેર ફૂટ, દિલ્હી બેલી), શીબા ચઢ્ઢા (મિર્ઝાપુર, તલાશ) અને રાજેશ તૈલંગ(મિર્ઝાપુર, ધી સેકંડ બેસ્ટ એક્સોટિક મેરીગોલ્ડ હોટેલ)નો સમાવેશ થાય છે. બેન્ડિશ બેન્ડિટ્સમાં આકર્ષક ઓરિજીનલ સાઉડટ્રેકનો પણ સમાવેશ થાય છે જે મહાન સંગતકાર ત્રિપુટી શંકર-એહસાન-લોય દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમણે આ શો દ્વારા પોતાની ડિજીટલ ડેબ્યૂ કરી છે. બેન્ડિશ બેન્ડિટ્સને 200 દેશો અને પ્રાંતોમાં ફક્ત પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે.

“અમે વૈવિધ્યતા ધરાવતી અને ઊંડો પડઘો પાડતી સ્ટોરી કહેવાનો જુસ્સો ધરાવીએ છીએ,” એમ એમેઝોન પ્રાઇમ વીડિયોના ઇન્ડિયા ઓરિજીનલ્સના વડા અપર્ણા પુરોહિતે કહેતા ઉમેર્યુ હતુ કે બેન્ડિશ બેન્ડિટ્સ એ એક યુવાન જોડીનો મ્યુઝિકલ રોમાંસ છે જેઓ વિપરીત દુનિયા, પરંપરાઓ અને મ્યુઝિકલ ઘરાનાની માયાજાળામાં ફસાઇ જાય છે. પ્રાઇ વીડિયો પર આવી સૌપ્રથમ શૈલી છે અને ભારત અને વિશ્વમાં રહેલા પ્રાઇમ સભ્યો સમક્ષ લાવતા રોમાંચ અનુભવીએ છીએ.”

“બેન્ડિશ બેન્ડિટ્સમાં પ્રેમના ખરા શ્રમનું નરુપણ છે અને તેને ડાયનામિક, વૈશ્વિક સેવા જેમ કે પ્રાઇમ વીડિયોમા લાવતા ખુશી અનુભવીએ છીએ, જે વિશ્વભરમાં વિશિષ્ટ ઓરિજીનલ કન્ટેન્ટમાં માહિર છે,” એમ બેન્ડિશ બેન્ડિટ્સના નિર્માતા અને સર્જક અમૃતપાલ સિંઘ બિન્દ્રાએ જણાવતા ઉમેર્યું હતું કે “શોનું મૂળ તત્ત્વ ભારતીય પરંપરા અને મૂલ્યોમા દટાયેલુ છે, ત્યારે આધુનિક મ્યુઝિકલ રોમાન્સ વૈશ્વિક પ્રેક્ષકોને આકર્ષશે તેમાં કોઇ શંકા નથી. અમે પ્રાઇમ સભ્યોને પ્રેમ, વિસંગતિ અને શોધની મુસાફરીમાં લઇ જતા રોકી શકીએ જેને દિલને સ્પર્શી જતા સંગીત સામે અત્યંત પ્રતિભાશાળી ઋત્વીક ભૌમિક અને શ્રેયા ચૌધરી દ્વારા આગળ ધપાવવામા આવી છે.”

“બેન્ડિશ બેન્ડિટ્સ એ બે વ્યક્તિઓની મુલાકાત અને સંસ્કૃતિ વિશેની વાર્તા છે જે અનેક રીતે અલગ હોવા છતા અન્ય રીતે નોંધપાત્ર રીતે સમાન છે,” એમ બેન્ડિશ બેન્ડિટ્સના દિગ્દર્શક આનંદ તિવારીએ જણાવતા ઉમેર્યું હતું કે “જ્યારે દરેક પાત્ર પોતાની રીતે વિશિષ્ટ અને આકર્ષિત સ્ટોરી ધરાવે છે, ત્યારે આ સ્ટોરીઓ એકત્ર થઇને આ સિરીઝને શક્તિશાળી, રોમેન્ટિક અને રિયલ બનાવે છે. મને આ રોમાસની નોંધપાત્ર વાર્તા લાવતા અનેકગણી ખુશી થાય છે, જેને મહાન સંગીતકારો શંકર-એહસાન –લોયની ત્રિપુટી દ્વારા પ્રાઇમ વીડિયો સમક્ષ સુંદર રીતે નિરુપણ કરવામાં આવ્યું છે.”

Link to motion poster & key art:https://amznstudios.box.com/s/2b174f6e3zlzw061ptzjd9ukitqarp0p

બેન્ડિશ બેન્ડિટ્સપ્રાઇમ વીડિયો કેટેલોગમાં હોલિવુડ અને બોલિવુડના હજ્જારો ટીવી શો અને મુવી સાથે જોડાશે. તેમાં ભારતીય નિર્મિત એમેઝોન ઓરિજીનલ સિરીઝ જેમ કેબ્રીધ ઇન્ટુ ધ શેડોઝ, ફોર મોર શોટ્સ પ્લીઝ, પાતાલલોક, ધી ફોરગોટ્ટન આર્મી- આઝાદી કે લિયે, ધી ફેમિલી મેન, મિર્ઝાપુર, ઇન્સાઇડ એજ અને મેઇડ ઇન હેવનતેમજ એવોર્ડ વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ટોમ ક્લેન્સીઝ જેક ર્યાન, ધી બોયઝ, હંટર્સ, ફ્લીબેગઅને ધી માર્વેલસ મીસીસ મૈસલ સહિતની વૈશ્વિક એમેઝોન ઓરિજીનલ સિરીઝ પ્રાઇમ વીડિયોઝ એમેઝોન પ્રાઇમ સભ્યો માટે કોઇ પણ વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ બનશે. આ સર્વિસમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, કન્નડ, મલયાલમ, પંજાબી અને બંગાળીમાં ઉપલબ્ધ ટાઇટલ્સનો પણ સમાવેશ થાય છે.

પ્રાઇમ સભ્યો ગમે ત્યાંથી અને ગમે તે સમયે શકુંતલા દેવીકોઇપણ ડિવાઇસ જેમ કે સ્માર્ટ ટીવી, મોબાઇલ ડિવાઇસિસ, ફાયર ટીવી સ્ટિક, ફાયર ટેબ્લેટ્સ, એપલ ટીવી, એરટેલ, વોડાફોન વગેરે પર જોઇ શકશે. પ્રાઇમ વીડિયો એપમાં પ્રાઇમ સભ્યો તેમના મોબાઇલ ડિવાઇસ અને ટેબ્લેટ્સમાં એપિસોડ ડાઇનલોડ કરી શકે છે અને ગમે ત્યાંથી ઓફલાઇન વધારાના ખર્ચ વિના જોઇ શકે છે. પ્રાઇમ વીડિયો ભારતમાં પ્રાઇમ સભ્યોને વાર્ષિક ફક્ત રૂ. 999માં અને મહિને રૂ. 129માં ઉપલબ્ધ છે, નવા ગ્રાહકો વધુ www.amazon.in/primeશોધી શકે છે અને 30 દિવસની વિના મૂલ્યે ટ્રાયલ માટે સબસ્ક્રાઇબ કરી શકે છે.

TejGujarati