વિવેકાનંદનગર પોલીસની પ્રશંસનીય કામગીરી. – છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી અમદાવાદ વિવેકાનંદનગર પોલીસ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી અમદાવાદ વિવેકાનંદનગર પોલીસ

મે. આઇ.જી.પી. શ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના, તથા મે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડવા કરવા સારૂ વિવેકાનંદનગર પોલીસ સ્ટાફ ના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી વોચ ગોઠવતા અત્રેના વિવેકાનંદનગર પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શોભારામ હંસારામ જાટ ઉ.વ.૩૨ રહે.રાજાસની ગામ, પો. પીહ ગામ પાસે, તા.ડેગાડા જી.નાગૌર (રાજસ્થાન) નાનો એસ.પી.રીંગ રોડ ઉપર અસલાલી બાજુથી હાથીજણ સર્કલ બાજુ આવનાર છે. તેવી ખાનગી રાહે હકીકત મળતા અમો તથા પોલીસ સ્ટાફના માણસો અ.હે.કો પોપટભાઇ તથા પો.કો. ધુળાભાઇ નાઓની સાથે હાથીજણ સર્કલે વોચ ગોઠવી ઉભા હતા. તે દરમ્યાન હકીકતમાં જણાવેલ ઉપરોત આરોપી હાથીજણ સર્કલે આવતા પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

TejGujarati