જખૌ નજીક સીયારી ક્રીક પાસેથી દાણચોરીના ચરસના 8 પેકેટસ જપ્ત થયા કંડલા કસ્ટમ્સની ટીમનું ઓપરેશન બ્રાઉન સોલ્ટ.

Groom આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

તાજેતરમાં જ બીએસએફ દ્વ્રારા જખૌ પાસેથી એક બેટ પરથી દોઢ કરોડની કિમતનુ ચરસ જપ્ત કરવામા આવ્યું હતુ. તે પછી સતત કેન્દ્રિય એજન્સીઓ દ્વ્રારા જખૌ પાસે દરિયા કિનારે સતત વોચ રાખવામાં આવી રહી છે.કચ્છના જખૌના દરિયા કાંઠે ડ્રગ્સની દાણચોરી અટકાવવા માટે કંડલા કસ્ટમ્સ દ્વ્રારા ઓપરેશન બ્રાઉન સોલ્ટ બે સપ્તાહ માટે શરૂ કરવામા આવ્યું છે. આ ઓપરેશન દરમ્યન કંડલા કસ્ટમ્સ ઉપરાંત બીએસએફ અ મરીન પોલીસ સહિતની વિવિધ એજન્સીઓએ સંયુકત્ત ઓપરેશનમાં પાકિસ્તાન તરફી નાપાક તત્વો દ્વ્રારા ધુસાડવામા આવેલા ચરસના 8 પેકેટસ મળી આવતા તે જપ્ત કરી લેવામા આવ્યા છે. આ ડ્રગ્રસનો લેબ ટેસ્ટ કરવામા આવતા તે ચરસ હોવાનું જણાયું છે.
કંડલા કસ્ટમ્સના કમિશ્નર મનોજકુમાર શ્રીવાસ્તવ અને અધિક કસ્ટમ્સ કમિશ્નર ગ્યાનચંદ જૈને સંયુકત્ત રીતે કહયું હતું કે ઓપરેશન બ્રાઉન સોલ્ટ દરમ્યાન હાલમાં કસ્ટમ્સની એક મોટી ટીમ જખૌ વિસ્તરમાં અન્ય કેન્દ્રિય એજન્સીઓની સંકલનમાં રહીને તપાસ કરી રહી છે. પાકિસ્તાન સાથે સંકળાયેલા ડ્રગ્સ માફિયાઓના ડ્રગ્સ ધુસાડવાના પ્રયાસોને અમે નિષ્ફળ બનાવીશુ.આ ઓપરેશન એકદમ સધન રીતે હાથ ધરવામા આવ્યું છે. જેમાં એક મોટો સીનીયર અધિકારીઓનો કાફલો જોડાયો છે. જેમા આસી કમ્ટમ્સ કમિશ્નર રાકેશ બિહારી , ભૂજના સીનીયર સુપ્રી. (પ્રીવેન્ટીવ ) અશોક રાઠવાની ટીમ દ્વારા જખૌની સીયારી ક્રીમ વિસ્તારમા તપાસ હાથ ધરવામા આવતા ડ્રગ્સના 8 પેકેટસ મળી આવ્યા હતા. જે તપાસ દરમ્યન ચરસના હોવાનું બહાર આવ્યું છે. જેની કિમત લાખ્ખોમા થાય છે. હજુયે જખૌની જુદી જુદી ક્રીક અને બેટ પર તપાસ ચાલુ છે.
……………….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •