ભાદરવાનો એ કાળજાળ તડકો ને તપેલો રોડ ને એ બહેનની ૧૭-૧૮ વર્ષની કુંમળી કાયા કેટલુ સહન કરી શકે ? આખા પગમાં ફોડા પડીને લોહી નિકળી ગયેલા.મનેય વાતમાં રસ પડ્યો, મે કીધુ કઈ રીતે ?

સમાચાર

જોગમાયા

ગયા વર્ષે-૨૦૧૯ માં માતાના મઢ કચ્છ ચાલતા જતા હતા ત્યારે એક સેવાભાવી વ્યક્તિ પાસેથી સાંભળેલી વાત છે.

માતાના મઢ કચ્છ આશાપુરા માતાજીના દર્શને અમારા ગ્રુપમાં ૨૪ જણા સાથે ચાલીને જામજોધપુર થી રવાના થયેલા.

ચાલતા ચાલતા થાક તો ખુબ લાગે પરંતુ એકબીજાના સથવારે ધીમે ધીમે રસ્તો કપાતો જાય. સેવાભાવી માણસો ખાવાપીવાની ચીજવસ્તુઓ ગાડીમા઼ ભરીને આવતા અને ચાલતા જતા લોકોની સેવા કરતા. એક કિલોમીટરના અંતરમાં બે-પા઼ચ પંડાલ તો મળી જ જાય જેમાં ચાલતા દર્શને જતા લોકોને આરામ કરવાની વ્યવસ્થા, મેડીકલ ટીમ, અને નાવ્હા માટે ગરમ પાણી કે મસાજ કરવા વાળા તૈયાર જ હોય તેવા કેમ્પ ઉભા કરેલા. જણ માટે જણ સેવા કરે અને લેડીઝ માટે લેડીઝ સેવા કરે.

એવા જ એક કેમ્પમાં અમે પોરો ખાવા બેઠા. જેથી બે ત્રણ જણા આવીને અમારા પગમાં વાઈબ્રેટર મશીનથી મસાજ કરવા લાગ્યા. આ દરમ્યાન મારી નજર એક ચાલતા જતા ભાઈના પગમાં પડી જે પગમાં પાટા બાંધેલા હતા તો પણ બહાર લોહી આવી ગયેલુ જોયુ.
મારાથી દયાભાવના શબ્દો નિકળી ગયા. એટલે મસાજ કરનાર એક વડીલે મારી સામે જોઈને પુછ્યું કે ક્યાંથી આવો છો ભાઈ ?

મે કહ્યું કે ભાવનગરથી

તો કે ભાઈ તમે દરબાર છો ?

મે કીધુ હો. ગોહિલ છુ હું.

તો કે આ ભાઈને તો કાંઈ નથી પરંતુ આજથી ત્રણ વર્ષ પહેલા એક બહેનને મેં જે રીતે દર્શને જતા જોયા છે એવા તો મે કોઈને નથી જોયા. મને સાક્ષાત જોગમાયાનો અવતાર લાગ્યા.

મનેય વાતમાં રસ પડ્યો મે કીધુ કઈ રીતે ?

ભાઈ કહે ગામ તો મને યાદ નથી પરંતુ એ દિકરી તમારા ભાવનગરના હતા અને ગોહિલ દરબારના જ હતા. તેમને ભાઈ ન્હોતો તો કોઈએ કચ્છ માતાની મઢ વાળી આશાપુરા માતાની બાધા રાખવાનું કહ્યુ. એ બહેને બાધા રાખી અને માનતા ફળી અને એમને માતાજીએ પ્રસાદમાં એક ભાઈ આપ્યો.

દિકરીએ માતાના મઢ ઉઘાડા પગે દર્શને જવાની માનતા રાખેલી એટલે બેન છેક ભાવનગરથી તેમના પરિવારના બીજા સભ્યો સાથે ચાલતા ચાલતા આવતા હતા. ભાદરવાનો એ કાળજાળ તડકો ને તપેલો રોડ ને એ બહેનની ૧૭-૧૮ વર્ષની કુંમળી કાયા કેટલુ સહન કરી શકે ? આખા પગમાં ફોડા પડીને લોહી નિકળી ગયેલા ! આખા પગમાં ક્યાંય ફોડાને પડવાને જગ્યા ન્હોતી રહી.

ચાલતા ચાલતા એ દિકરી અમારા કેમ્પમાં પોરો ખાવા આવ્યા. એટલે તરત જ અમારી મેડીકલ ટીમનાં બહેનો એમનાં પગની સારવાર કરવા ગયા. પરંતુ એ દિકરીએ ના પાડી દીધી કે મારા પગને કોઈ અડતા નહી. મારે કોઈની સેવા લઈને મારુ પુન્ય કોઈને નથી દેવુ. ??

એ દિકરીએ પોતાના પગમાં પડેલ ફોડાઓને લોહી નીતરતા ઘાવને જાતે જ સાફ કરીને ટ્યુબ લગાડી.
તેમછતા કેમ્પ વાળાઓએ બહેનને કહ્યુ કે બહેન ભલે તમે ચાલતા જાવ પરંતુ તમે તમારા પગમાં મોજા તો પહેરો જેથી ચાલી શકાય. તમારા ઘાવમાં કાંકરા ધુડ માટી ન જાય.

બહેન કહે ના મેં બાધા લેતી વખતે એવુ ન્હોતુ કહ્યુ કે હું મોજા ચપ્પલ પહેરીશ. મેં અડવા પગની માનતા રાખી છે તો ભલે હું ગમે ત્યારે દર્શને પહોંચુ પણ જઈશ તો ઉઘાડા પગે જ. આ પગના લોહીના દુખ કરતા મને મારો ભાઈ મળ્યાનું સુખ વધુ છે.

બહેનને ચહેરા ઉપર થાક હતો પરંતુ એમના ચેહરા ઉપર અને એટલી હિંમ્મતથી વાત કરતા હતા કે મને એ દીકરીમાં સાક્ષાત “જોગમાયા” ના દર્શન થયા.

એ ભાઈ એટલા ઉત્સાહથી વાત કરતા હતા જાણે એ દ્રશ્ય ફરી એમની સામે ઉભુ હોય અને મારા રુંવાડા પણ બેઠા થઈ ગયા. ને વિચાર આવ્યો કે ના ખરેખર વટ અને વચન વાળી જોગમાયાવુ હજી છે ધરા પર. એ પછી જ્યારે જ્યારે થાક લાગતો ઉત્સાહ ઓછો થતો ત્યારે માતાજી સાથે એ દિકરીબાના-જોગમાયાના લોહીથી ખરડાયેલા પગ યાદ કરતો ને પાછો જુસ્સો આવી જતો અને ચાલવામાં તાકાત આવી જતી.

આજે પણ મને એ ભાઈની વાત યાદ આવતા રુંવાડા બેઠા થઈ જાય છે. અને વિચાર આવે કે એક દિકરી-સ્ત્રી જ્યારે કોઈ વાતની મનમાં ગાંઠ મારી જ દે છે તો તે વાતને પુરી કરીને જ જંપે છે.

( એ દિકરીબા ક્યા ગામના હતા એ તો એ ભાઈને પણ યાદ ન્હોતુ જેથી ગામનું નામ લખેલું નથી.)
-અસ્તુ
જય માતાજી
#Chetansinh Gohil

TejGujarati