ફ્રીલાન્સ પત્રકારને સારી સારવારના બહાને હોટલમાં લઈ જઈ ડૉકટરે કર્યો રેપ.

સમાચાર

અમદાવાદઃ માનસિક અસ્થિર ફ્રીલાન્સ જર્નાલિસ્ટને ડૉકટરે હોટલમાં લઈ જઈ રેપ કર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં મંગળવારે નોંધાઇ છે. સારવાર માટે આવેલી મહિલાને ડૉકટરે સારા ડૉકટર પાસે લઈ જવાનું કહી હોટલમાં લઈ ગયો હતો. 27 દિવસ અગાઉ બનેલા આ બનાવ અંગે વસ્ત્રાલની ગુજરાત હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન કનુભાઈ પટેલની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

TejGujarati