*કેશોદના આંબાવાડી વિસ્તારમાંથી વિદેશી દારૂ પકડી પડતી કેશોદ પોલીસ. :- મયુરી મકવાણા જૂનાગઢ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

 

*વિગત :- કેશોદ: કેશોદ શહેરમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસ દ્વારા ઠેર ઠેર વોચ રાખી હતી ત્યારે કેશોદ શહેરના આંબાવાડી પટેલ મીલ કંપાઉન્ડ રોડ પરથી પસાર થતાં એક બાઈક ચાલકને રોકી તલાશી લેતા વિદેશી બ્રાન્ડ ની જુદી-જુદી ૧૯ બોટલ ઈંગ્લીશ દારૂથી થેલો ભરેલો ઝડપાયો હતો. વધુમાં પુછપરછ કરવામાં આવતાં વિદેશી દારૂ સાથે ઝડપાયેલો શખ્સ નું નામ દિલીપભાઈ અશોકભાઈ માવદીયા ઉ.વ.-૨૭ જલારામ લાટી પાસે, વેરાવળ રોડ પર રહેતાં હોવાનું જણાવ્યું હતું અને તેઓનો મિત્ર અસલમ મીર મચ્છી માર્કેટ પાસેના રહીશ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશન નાં એએસઆઈ ભગાભાઈ ગરચર દ્વારા ગુનો નોંધી વિદેશી દારૂની બોટલ નંગ-૧૯ કિંમત રૂપિયા ૮૩૦૦/- અને મોટરસાયકલ GJ-11-BP 0618 કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૩૮૩૦૦/- નો મુદ્દામાલ સાથે કબજે લીધેલ છે. કેશોદ પોલીસ દ્વારા મુદામાલ સાથે ઝડપી પાડેલ દિલીપભાઈ અશોકભાઈ માવદીયા ની અટક કરી છે અને અસ્લમ મીર ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદ પોલીસ સ્ટેશન નાં એએસઆઈ ભગાભાઈ ગરચર સાથે શબ્બીરભાઈ દલ, બહાદુરસિંહ ભલગરીયા અને જગદીશભાઈ પરમાર જોડાયા હતાં.

રિપોર્ટ :- મયુરી મકવાણા જૂનાગઢ

TejGujarati