*ડોક્ટરને ભગવાન અમસ્તા નથી કહેવાતા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

*આજે સવારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અજીતસિંહજી વાઢેર રાજકોટ ખાતે રેસકોર્સ રીંગ રોડ પર વોકિંગ કરતાં હતાં એ વેળાએ ગુલામ હુસેન નામ નાં મુસ્લિમ યુવકને હ્રદય રોગ નો હુમલો આવતાં તરત જ સમય પારખી ડો. અજીતસિંહજી એ પંપીંગ ચાલુ કરી દીધું. એ જ વેળાએ ત્યાંથી પસાર થતાં અજાણ્યા લેડી ડોકટર પણ માઉથ ટુ માઉથ શ્વાસ લેતાં થાય એ માટે પ્રયાસોમાં મા લાગી ગયાં.*
*વિચારો કોરોના ની ભયંકર મહામારી વચ્ચે પણ પોતાના જીવ ની પરવા કર્યા વિના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બીજા ને જીવનદાન આપવા માટે માઉથ ટુ માઉથ શ્વાસ આટલી નજીક થી સારવાર આપવી એ ઇશ્વર કાર્ય થી જરા પણ ઓછું ન કહેવાય.*
*સમાજ આપ સાહેબ નાં કાર્ય ને હ્રદય થી બિરદાવે છે અને આપ જેવા સમાજ રત્ન માટે ગર્વ અનુભવે છે*.

TejGujarati