જ્યારે અંજુમ ફકિહને નિશાંત મલકાણીમાં તેનો નવો ક્રશ દેખાયો!

ગુજરાત ભારત સમાચાર

લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો તેના સામાન્ય જીવનમાં આગળ વધી રહ્યા છે, ત્યારે ઝી ટીવીના શોએ પણ તેમનું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને તેઓ તેમના ચહિતા કલાકારો જે તેમના ચહિતા ડિનર-ટેબલના સાથી બની ગયા હતા, જેમના પ્રવાસની સાથે દર્શકો સાથે ફરીથી જોડાવા તૈયાર છે. કુંડલી ભાગ્ય અને ગુડ્ડન… તુમસે ના હો પાયેંગાએ ભારતીય ટેલિવિઝનના ચહિતા શોમાંના બે છે, તેમને પણ તેમના શૂટિંગની શરૂઆત કરી લીધી છે અને તેના ક્રુએ સાથે મળીને 3 કલાકના મહાસંગમ એપિસોડ ‘નયે કલ કી સુનેહરી શુરુઆત’નું શૂટિંગ કર્યું છે, જે 13મી જુલાઈના રોજ પ્રસારિત થશે.

તાજેતરમાં જ ગુડ્ડન… તુમસે ના હો પાયેંગાના કલાકારોની સાથે અભિનેત્રી અંજુમ ફકિહ, જે કુંડલી ભાગ્યમાં સૃષ્ટિનું પાત્ર કરતી જોવા મળી રહી છે, તે અત્યંત મસ્તીખોર, જીવનને માણનારી છે, તેને અત્યંત ખુલ્લા દિલથી એવું સ્વિકાર્યું કે, તેને ગુડ્ડનના મુખ્ય કલાકાર નિશાંત મલકાણી અને તેના ઓનસ્ક્રીન એજેના પાત્ર પર ક્રશ છે. અભિનેત્રીએ તેના શૂટિંગના ફોટા અને વીડિયો સતત શેર કર્યા હતા, તેમાંથી બે વીડિયો તેના ચાહકો માટે હતા, જેમાં એકમાં અંજુમ, કનિકા માન (ગુડ્ડન… તુમસે ના હો પાયેંગાની મુખ્ય મહિલા પાત્ર)ને તેના સહ-કલાકાર નિશાંત મલકાણી ક્યાં છે, તે વિશે પૂછે છે, જ્યારે બીજામાં તે ઝડપથી તેના શૂટિંગ માટે દોડતા પહેલા તેના પર તેના ક્રશ વિશે સ્વિકારી રહી છે. એવું લાગી રહ્યું છે કે, શૂટિંગના ફરીથી શરૂ થવાથી જલ્દીથી આપણા ચહિતા કલાકારોના કેટલાક છૂપાયેલા રહસ્યો બહાર આવશે!

આ દરમિયાન જ કુંડલી ભાગ્ય અને ગુડ્ડન તુમસે ના હો પાયેંગાના નવા એપિસોડ જૂઓ, 13મી જુલાઈથી

જોતા રહો, ગુડ્ડન તુમસે ના હો પાયેંગા સાંજે 8 વાગે અને કુંડલી ભાગ્યા રાત્રે 9.30 વાગે દર સોમવારથી શુક્રવાર, ફક્ત ઝી ટીવી પર

TejGujarati