મોબાઇલે જુઠા બનાવી દીધાં… “હેલીક”…

સમાચાર

મોબાઇલે જુઠા બનાવી દીધાં… “હેલીક”…
કેટ-કેટલાં ને ઉઠાં ભણાવી દીધાં,
મોબાઇલે તો જુઠા બનાવી દીધાં…
હોય અમદાવાદ ને બતાવે બરોડા,
ખાય વાસી રોટલી ને કહે પરોઠા,
સાવ નીચાં ને તકલાદી બનાવી દીધાં,
મોબાઇલે તો જુઠા બનાવી દીધાં…
પ્રેમમાં વાત તો મોટી મોટી થાય,
થોડી સાચી ને વધું ખોટી થાય,
ખીસ્સે કાણાં ને બચારાં બનાવી દીધાં,
મોબાઇલે તો જુઠા બનાવી દીધાં…
મિસ-કોલ મારીને ઈજ્જત બચાવે,
બેલેન્સ ના હોય પણ રાજા ગણાવે,
શુ કહું,સાવ..ભિખારી બનાવી દીધાં,
મોબાઇલે તો જુઠા બનાવી દીધાં….
હેલીક…

TejGujarati