વાડજના psi મિશ્રાએ ફરિયાદી મહિલાને હોટેલમાં બોલાવી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાની કરી કોસીશ, મહિલાએ ફરિયાદ નોંધાવી

સમાચાર

ગુજરાત પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. સામાન્ય રીતે લોકો પોતાની તકલીફ લઈને ન્યાય માટે પોલીસ સ્ટેશનનાં દ્વાર ખખડાવતા હોય છે, જેથી કરીને ફરિયાદ કરનાર દરેક નાગરિકને ન્યાય મળે. પોલીસ પ્રજાની રક્ષક છે ગુજરાત પોલીસ મોડલ આખા ભારત દેશ માં વખાણાય છે, પરંતુ ગુજરાત માં જાણે કેટલાક પોલીસ અધિકારીઓ અને કેટલાક પોલીસકર્મીઓ એ જાણે ગુજરાત પોલીસને બદનામ કરવાનું બીડું હાથ માં ઝડપી લીધુ હોય તેમ તેમના કાળા કારનામાઓ દિવસે ને દિવસે પ્રજાની સમક્ષ ખુલ્લા પડી રહ્યા છે. ગુજરાત પોલીસનાં ઘણા બધા અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાલ અનેક વિવાદોમાં સપડાયા હોવાના કિસ્સાઓ રોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, જેના લીધે નાગરિકોનો ગુજરાત પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠતો દેખાઈ રહ્યો છે. પ્રજાની રક્ષક પોલીસ જયારે પોતે ભક્ષક બની જાય તો ભોળી અને નિર્દોષ પ્રજાને ન્યાય અપાવવાની જવાબદારી કોની? પોલીસને બદનામ કરતી વધુ એક ઘટના અમદાવાદનાં વાડજમાં પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયી છે. વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિની ગુમ થયાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેની તપાસ વાડજ psi મિશ્રા પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. ફરિયાદ અનુંસંધાનમાં psi મિશ્રાએ મહિલા સાથે નિકટતા મેળવી તેને ન્યાય અપાવવા વિશ્વાસ આપ્યો હતો. જેથી કરીને ફરિયાદી મહિલાને પણ psi મિશ્રા ઉપર વિશ્વાસ થઈ ગયો હતો, પરંતુ મહિલાને ખબર ન હતી કે psi મિશ્રા તેમનો વિશ્વાસ જીતી તેમની સામે બદદાનત રાખી રહ્યા છે. ત્યારબાદ psi મિશ્રા એ મહિલાને તેમના પતિનાં કેસ સંદર્ભમાં વાત કરવાનું કહી તેમને અમદાવાદની એપલવુડ હોટેલમાં બોલાવી હતી, જ્યાં psi મિશ્રાએ વાતચીત દરમ્યાન મહિલાને પામવાની કોશિસ કરી હતી પરંતુ ફરિયાદી મહિલા તેમના વશમાં નાં આવતા psi મિશ્રા એ મહિલા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાની કોશિસ કરી હતી. પરંતુ મહિલાએ હિમ્મત કરી psi મિશ્રાનો પ્રતિકાર કર્યો હતો અને હોટેલમાંથી બહાર નીકળી ગયા હતા. હોટેલ થી નીકળી મહિલાએ તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈને psi મિશ્રાનાં કારસ્તાન અને પોતાની સાથે બનેલી આપવિતી પોલીસને જણાવી હતી. હાલ મહિલાએ psi મિશ્રા ઉપર લગાવેલા ગંભીર આક્ષેપો સામેની ફરિયાદ લઈ વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાની ફરિયાદ વાડજ વિસ્તારમાં વાયુવેગે પ્રસરતા અરસપરસનાં લોકો દ્વારા વાડજ પોલીસ સ્ટેશન psi વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો અને મહિલાને ન્યાય અપાવવા પોલીસ ને રજુઆત કરી હતી.

TejGujarati