ટાટા મોટર્સે ઇષ્ટતમ કાફલા સંચાલન માટે નેક્સ્ટ જેન ડિજીટલ સોલ્યુશન ફ્લીટ એજ રજૂ કર્યુ.

સમાચાર

વાહનોના પર્ફોમન્સમાં વધારો કરે છે અને વધુ સારા ગ્રાહક સંતોષ
માટે કામગીરીને સ્ટ્રીમલાઇન કરે છે

• ફ્લીટ એજ – કનેક્ટેડ વ્હિકલ ઇકો-સિસ્ટમ માટે નવો માપદંડ
• કન્સાઇનમેન્ટ ડિલીવરીમાં સહાય કરે છે, ફ્યૂઅલ કાર્યક્ષમતા, વ્હિકલની તંદુરસ્તી અને ડ્રાઇવીંગ વર્તણૂંક અને અગત્યના વ્હિકલ દસ્તાવેજોના રિન્યુઅલ પર નજર રાખે છે

ભારતની અગ્રણી વ્યાપારી વ્હિકલ્સની ઉત્પાદક ટાટા મોટર્સે આજે ટાટા મોટર્સ ફ્લીટ એજની જાહેરાત કરી છે,જે નેક્સ્ટ જનરેશન કનેક્ટેડ વ્હિકલ સોલ્યુશન છે જે સુમાહિતગાર નિર્ણયોની સાથે કાફલા સંચાલનમાં સહાય કરે છે. ટાટા મોટર્સ 2012થી જ પોતાના વાહનોમાં ટેલિમેટિક્સ સોલ્યુશન્સમાં અગ્રણી રહી છે. આજે 2,00,000થી વધુ ટાટા મોટર્સના M&HCV વ્હિકલ્સ ફેક્ટરી ફિટ્ટેડ છે તેમજ તેમાં ટેલિમેટિક્સ યુનિટ્સ ધરાવે છે. ટાટા મોટર્સ ફ્લીટ એજની રજૂઆત સાથે કનેક્ટેડ વ્હિકલ સોલ્યુશન્સને હવે પછીના સ્તરે લઇ જાય છે જેમાં ટેલિમેટિક્સ કંટ્રોલ યુનિટ (ટીસીયુ) દ્વારા ઉત્પન્ન કરાયેલ મોટી માત્રાના ડેટાની પ્રોસેસિંગ કરવાની ક્ષમતા રહેલી છે અને નજર અને ધ્યાન રાખવા માટે રિયલ ટાઇમ જાણકારી, વ્હિકલની તંદુરસ્તી, ડ્રાઇવીંગ વર્તણૂંક, રિયલ ટાઇમ ફ્યૂઅલ કાર્યક્ષમતા અને ફ્યુઅલ નુકસાન એલર્ટ પણ પૂરી પાડે છે. ગ્રાહકો વ્હિકલના અગત્યના દસ્તાવેજની છેલ્લી તારીખ પર પણ નજર રાખવા માટે સક્ષમ બનશે. આ તમામ જાણકારીઓ ગ્રાહકોને ટાટા મોટર્સ ફ્લીટ એજ પોર્ટલ પર યૂઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ મારફતે ઉપલબ્ધ રહેશે અને તે ગ્રાહકોને પોતાના ઉડાન કાફલાનું સંચાલન કરવામાં મદદ કરશે. ફ્લીટ એજમાં રિયલ ટાઇમ બેઝીઝ પર એપ દ્વારા સ્માર્ટફોન્સ દ્વારા ઍક્સેસીબલ છે.

ફ્લીટ એજની શક્તિ વિશે બોલતા ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલ્સ બિઝનેસ યુનિટના પ્રેસિડન્ટ શ્રી ગીરીશ વાઘે જણાવ્યું હતું કે, “ડિજીટલ ટેકનોલોજી અને કનેક્ટિવીટી સોલ્યુશન્સ મુસાફર અને માલ વહન એમ બન્નેને ઝડપથી પ્રસ્થાપિત કરી રહ્યા છે. આ સમૃદ્ધ ડેટા કે જે વ્હિકલ્સ હવે ટેલિમેટિક્સ યુનિટ્સ મારફતે મોકલી શકે છે તે સમગ્ર લોજિસ્ટિક્સ ચેઇન માટે નવી શક્યતાઓને ખુલ્લી મુકે છે. ફ્લીટ એજ સાથે, અમે ગ્રાહકોને વધુ માહિતી અને તેમના ઉડાન કાફલા પર અને કામગીરીઓ પર વધુ સારું નિયંત્રણ પૂરું પાડી શકશું. અમે વ્હિકલ્સ પાસેથી ડેટા લઇ રહ્યા છીએ અને તેનો અમે ગ્રાહકોને તેમની કામગીરીમાં સુધારો કરવા માટે ઉપયોગમાં લઇ રહ્યા છીએ. અમે માલિકો અને મેનેજરો સુમીહિતગાર નિર્ણયો લઇ શકે તે માટે વધુ સુસંગત અને કસ્ટમાઇઝ્ડ ઇન્ટેલિજન્સ પૂરી પાડવા માટે ફ્લીટ એજમાં સતત નવીનતાઓ અને વિસ્તરણ ઉમેરતા રહીએ છીએ. અમે જેમ વધુ જાણકારી પૂરી પાડીએ છીએ તેમ ફ્લીટ પર્ફોમન્સને ઇષ્ટતમ બનાવીને અને ખર્ચમાં ઘટાડો કરીને વધુ કાર્યક્ષમ બનતા જાય છે.”

ફ્લીટ એજ સોલ્યુશન એ તમામ ફ્લીટ સાઇઝમાં સુસંગત અને લાભકારક છે અને ટાટા મોટર્સ ટ્રક્સ અને બસની સમગ્ર M&HCV BSVI અને પસંદગીના I&LCV અને SCV મોડેલ્સની રેન્જ સાથે ઉપલબ્ધ છે.

ટાટા મોટર્સ કનેક્ટેડ ટ્રક્સની BSVI રેન્જ અદ્યતન ઇનબિલ્ટ એમ્બેડેડ સિમ સાથે આવે છે. ટીસીયુનો ઉપયોગે જે ફ્લીટ એજમાં થાય છે તે સરકાર દ્વારા રેગ્યુલેટ કરવામાં આવ્યું છે તેમ AIS 140 કોમ્પ્લાયન્ટ છે, તેમજ તેમાં ઇનર્જન્સી બટન્સ અને સરકાર માન્ય બેકએન્ડ સર્વર્સમાં વ્હિકલ લોકેશન ટ્રેકીંગ સંદેશાવહન સહિત સુરક્ષા અને સલામતી ફંકશન્સનો પણ સમાવેશ થાય છે.

ટાટા મોટર્સની સિસ્ટમ્સ સાથે બેકએન્ડમાં સંપૂર્ણ રીતે સંકલિત ફ્લીટ એજ એન્ડ ટુ એન્ડ કનેક્ટેડ અનુભવ સમગ્ર બિઝનેસ કામગીરી પર વધુ સારા અંકુશ સાથે પૂરો પાડે છે. ફ્લીટ એજ એ ખાતરી રાખે છે કે ફ્લીટ માલિક હંમેશા તેમના ટ્રક ડ્રાઇવર સાથે ડ્રાઇવરના પર્ફોમન્સ પર વધુ સારા અંકુશ માટે અદ્યતન ફીચર્સ દ્વારા જોડાયેલ રહે છે. આ સિસ્ટમ યૂઝર સચિત્ર નકશા સાથે ગરકાયદે વ્હિકલની હેરફેર અને વ્હિકલનું ચોક્કસ સ્થળ નિર્ધારિત કરે છે.

ફ્લીટ એજનું લોન્ચ કનેક્ટેડ કોમર્શિયલ વ્હિકલ્સના નવા યુગનો પ્રારંભ છે અને ગ્રાહકોને સમૃદ્ધ અનુભવ પૂરો પાડવા માટે કંપનીના સતત પ્રયાસનું ઉદાહરણ છે, કેમ કે નફાકારકતાની દ્રષ્ટિએ અને ટકાઉ રીતે ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સ સાથે તેમના કારોબારમાં વધારો કરી શકે છે.

TejGujarati