એચ.એ.કોલેજ દ્વારા માસ્ક , સેનીટાઈઝર તથા રાશન કીટનું વિતરણ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને કોવીડ -૧૯ પરીસ્થિતિ દરમ્યાન ૧૦૦૦ માસ્ક તથા સેનીટાઈઝરની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું . શાકભાજીની લારીવાળા, ફુટપાથ ઉપર બેસીને બીઝનેસ કરવાવાળા .રિક્ષાવાળા,સીક્યોરીટીવાળા ગાર્ડસ ,પેટ્રોલપંપના કર્મચારીઓ તથા સફાઈ કામદારોને માસ્ક પહેરવાની જરૂરીયાત શા માટે છે તે સમજાવવામાં પણ આવ્યું હતું.અમદાવાદમાં સંક્રમણ વધતું જાય છે તેનું મુખ્ય કારણ જાગૃતિનો અભાવ તથા સાવચેતીના પગલા નથી લેવાતા તે છે . કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે સરકાર તથા કોર્પોરેશન પોતાની રીતે ખુબ સારી વ્યવસ્થા કરે છે પરંતુ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે સંન્નીષ્ટ પ્રયાસો કરવા પડશે તથા નાગરિકોએ આ મહામારીનો અંત લાવવા સ્વયંભુ રીતે પૂરી નિષ્ઠાથી જોડાવું પડશે. એચ.એ.કોલેજ દ્વારા ઘણા જરૂરિયાતમંદ કુટુંબોને રાશન કીટ આપીને સેવાકીય પ્રવૃત્તિ પણ કરી છે.


TejGujarati