‘બહેન સુનિતા યાદવને ઠપકો’ – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

હળાહળ કળયુગ.. હળાહળ કળયુગ… નહિતો એક મિનિસ્ટર ના સુપુત્રને એક સામાન્ય પોલિસ કોન્સ્ટેબલ એમાય એક મહિલા કોન્સ્ટેબલ રોકે..એને ધમકાવે.. મંત્રીબાપાની કારમાંથી mla નુ પાટિયુ ઉતરાવે.. હે ભગવાન આ તે શુ માંડયુ છે.. અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ મારાત્રે બહાર નીકળવા માટે તો આ મહાન લોકો ધારાસભ્યો અને મંત્રીઓના ઘરે જન્મ લે છે.. નહીતો ગરીબોના ઘર ક્યા ઓછા છે.. એક સામાન્ય પોલીસવાળી ધમકાવી જાય તો મંત્રીના ઘરે પેદા થવાનો અર્થ શુ… પોતાના ડામીશ મિત્રોની વ્હારે કોઈ મંત્રીપુત્ર ન આવી શકે તો કાલે ઉઠીને મંત્રીપુત્રના કોણ મિત્રો બનશૈ..
બહેન સુનિતા આ છેલબટાઉ નબીરાનો કોઈ વાંક નથી બધો વાંક તારો છે.. તારે તારો ગુસ્સો ઉતરાવો હોય તો અમે ગરીબો મરી ગયા છીએ.. અમે લોકડાઉન મા ધરાઈને તમારા લોકૌના ડંડા નથી ખાધા… બોલ્યા કોઈ દિવસ… ચૂં કે ચા કરી ક્યારેય…. પણ તમારી હિંમત એટલી વધી ગઈ કે આ મહાન રાજ્યના આરોગ્યમંત્રીની પ્રતિષ્ઠા ઉપર તે હાથ નાંખ્યો.. બહેન તારી હેસિયત તો જોવી હતી.. આ મંત્રીપુત્રોતો તારા સાહેબના સાહેબ ના વળી એનાય ઉપરી સાહેબના ખોળામાં મુતરી મુતરીને મોટા થયા છે.. તારી આખીયે કારકિર્દી દરમિયાન તારા ખાતાના વડાઓને મળવાની તારી ઓખાત નથી એવા મર્દ મુછાળા સાહેબોને આ મંત્રીપુત્રો એમની ડેલી ઉપર નાક રગડતા જોયા છે.. જેમ ગરીબના છોકરા ખિસ્સામાં ચણામમરા રાખતા હોય એવી જ રીતે મંત્રીપુત્રો પોતાના ખિસ્સામા કાયદાકાનૂન રાખતા હોય છે.. દેશના ઘણા લોકોને એવો એવો ભ્રમ છે આપણે ત્યા લોકશાહી ચાલે છે… કદાચ ચાલતી પણ હશે.. લોકશાહીનુ કશુ નક્કી નથી હોતુ..
આઝાદી પહેલાના ૫૬૨ રજવાડાં અત્યારે પાંચ લાખ સુધી વિસ્તરી ગયા છે.. તે લોકશાહીના ખાનદાન રજવાડાને લલકાર્યુ છે બહેન તને સ્હેજ પણ શરમ ન આવી..
તું એના બાપની નોકર નથી તો તૂ છે શુ? આતો બહેન વર્ષમાં ખાલી ૩૬૫ જ દિવસો હોય એટલે બાપડાએ ખાલી એટલા જ દિવસો કહ્યા.. આતો ગુજરાતનું રજવાડું છે જો યુપી બિહારનુ રજવાડું હોત તો અત્યારે અમૈ તારા નામની મીણબત્તીઓ સળગાવી ચુક્યા હોત..
તમને લોકોને શેનો ચસકો ચડે છે.. શાંતિથી ડ્યુટી કરો ને.. બહેન એ મંત્રીપુત્રો છે કાલે એ પણ મંત્રી બનશે.. પહેલા ના જમાનાભા રાજા અંધેરો પિછેડો ઓઢીને નગર ચર્યાએ નહોતા નિકળતા.. કોઇ સિપાયડુ રોકતુ હતુ.. કહો મને?
મંત્રીનો પુત્ર મંત્રી જ હોય છે એવુ સત્ય તમારા ઉપરી અધિકારી એ તમને નથી શિખવ્યુ?
જોકે ઘણા લોકોને તારા રુપમા પોલીસ ગમવા પણ લાગી છે… પણ લોકોના ગમાઅણગમા ઉપર પોલીસખાતુ નથી ચાલતુ… આપણા આરોગ્યમંત્રી કોરોના ને કારણે જૈટલા પ્રસિદ્ધ ન થયા. એટલા કોન્સ્ટેબલ ના કારણે પ્રસિદ્ધ થઈ ગયા.. એ પણ મહિલા કોન્સ્ટેબલ ના કારણે… ગુજરાતને બિહાર થતા વાર નથી લાગતી.. માફી માંગવામા કોઇ નાનપ પણ નથી.. બહેન અમને તારી ચિંતા થાય છે.. કાયદો કેવળ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને માટે હોય છે એ સત્યને ભુલવા માટે તારા ઉપર ખાતાકીય પગલા ભરાશે કદાચ શ્વેતા જાડેજા પાસે પણ પહોચાડવાના આવે.. પણ અમને કેવળ તારા ઉપર જ ગર્વ રહેશે..હંમેશા…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.


TejGujarati