જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ચા નાસ્તાની 4 દુકાનો કરી સીલ..- સંજીવ રાજપૂત

ગુજરાત ભારત સમાચાર

જામનગર: શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું રહ્યું હોવાથી તેને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં વધુ પડતી ભીડ થતી હોય એવી ચા-નાસ્તાની ચાર દુકાનોને સીલ કરવાનો આદેશ અપાયો છે.
જામનગરના હવાઈ ચોક ખંભાળિયા ગેટ નજીકના વિસ્તારમાં આવેલી બજરંગ હોટલ કે જ્યાં કોઈપણ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, અને લોકોના ટોળેટોળા એકત્ર થયેલા જોવા મળે છે. ઉપરાંત અનેક લોકો માસ્ક વગર ઊભેલા જોવા મળે છે. જેથી ખુદ મ્યુનિ.કમિશનર સતીશ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને બજરંગ હોટલ ને શીલ કરવાનો આદેશ આપ્યો છે. તે જ રીતે ઉપરોક્ત વિસ્તારમાં જ આવેલી ગણેશ ભજીયા હાઉસ, સાંઈ પાન કોર્નર અને કિરીટ હોટલ વગેરેને પણ સીલ કરી દેવાનો આદેશ આપ્યો છે.


TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •