?વિરહનું ખંજર?.- બીના પટેલ ?

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

?વિરહનું ખંજર?
………………………
ઘનઘોર ઘટા જોને છાઈ છે ,
પેલા શ્યામવર્ણા અંબરમાં ..!
મયુર મદમસ્ત બનીને નાચે છે ,
થનગનતા રૂપેરી
રંગમાં ..!
વાયરો તો મલ્હાર ગાય છે ,
ધરાના અદ્ભૂત ગુણગાનમાં ..!
મેઘધનુષ્ય સંતાઈને બેઠું છે ,
વાદળના નીલા પાલવમાં ..!
હરિયાળી છલકાણી રુદિયે છે ,
માટીની મ્હેંક ભરી શ્વાસમાં ..!
વીજળીના ચમકારમાં તું દીસે છે ,
વર્ષાની અઢળક છોળોમા ..!
રીમઝીમ વરસાદની હેલી છે ,
વિજોગનનું દર્દ છલકે આંખોમાં ..!
વિરહનું ખંજર કાળજે વાગ્યું છે ,
આવીને ભળીજા મારી સુગંધમાં ..!
-બીના પટેલ ?

TejGujarati