*●શ્રીમહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવો પાસેથી શીખીએ●*

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

*(૧) દામોદરદાસ હરસાની* પ્રભુ-ગુરૂ પાસે દીનતા રાખવી; ‘સાભળ્યું, પણ સમજ્યો નહી’

*(૨) કૃષ્ણદાસ મેઘન* ગુરૂ પાસે હઠ કરી, કશું માગવું નહિ; જૂના ગુરુ પાસે હાથમાં અગ્નિ લઈ, પરીક્ષા આપી.

*(૩) દામોદરદાસ સંભરવાળા* શ્રી ઠાકોરજીને(ફક્ત)‘બ્રહ્મ’ નહિ, પણ‘યશોદા-ઉત્સંગ-લાલિત’ જાણવા;બિલાડીએ શૈયા બગાડી તે, – દામોદરદાસની લૂંડી ‘મન, ત્યાં દેહ’; સેવામાં દામોદરદાસનું મન ઘોડા ખરીદવા માટે બજારમાં

*(૪) પદ્મનાભદાસ* પ્રભુ એક સામગ્રી પણ ભાવ હોય, તો જુદી જુદી ગણી આરોગે છે. છોલાના ભોગ.
*બેટી તુલસાં* ઉત્કંઠા હોય તો પ્રભુ બીજું સ્વરૂપ ધરી સેવા કરાવે છે; છોટા મથુરેશજી
*બેટાની વહુ પાર્વતી* ગુરૂ અને પ્રભુ-કૃપાથી અસાધ્ય રોગ પણ મટી જાય છે; સફેદ કોઢ મટી ગયો. 
*પાર્વતીના બેટા રઘુનાથદાસ* પુષ્ટિમાર્ગના જ્ઞાન પાસે શાસ્ત્રજ્ઞાન ગૌણ છે; માર્ગીય ગ્રંથ ભણવાથી પંડિત થયા.

*(૫) રજોબાઈ ક્ષત્રાણી* ઠાકોરજીની વસ્તુ લૌકિક કામ માટે ન વપરાય; શ્રાદ્ધ માટે ઘી ન આપ્યું.

*(૬) શેઠ પુરૂષોત્તમદાસ* પ્રભુસેવામાં હમેશા યુવાવસ્થા જ છે; બુહારી કરતાં ગોપાલદાસને દેખાડ્યું.
*બેટી રૂક્ષ્મણી* પ્રભુસેવામાં જ બધાં તીર્થો આવી જાય છે; ગંગા-સ્નાન ન કર્યું.
*બેટા ગોપાલદાસ* ભગવદ્વાર્તામાં શ્રી ઠાકોરજી બિરાજે છે; શ્રીમદનમોહનજી હુંકારો આપતા હતા.

*(૭)રામદાસ સારસ્વત* ભક્તની પાછળ ભગવાન ફર્યા કરે છે; ભગવાન ભક્ત-વત્સલ છે.

*(૮)ગદાધરદાસ* ભગવાનને સ્વહસ્તે કરેલી સામગ્રી ધરવી; હલવાઇની જલેબી ધરી, પણ પોતે ન લીધી.

*(૯) માધવદાસ વેણીદાસ* ભગવદીયના વરદાનથી બધું શક્ય છે : વેશ્યામાંથી પ્રભુસેવામાં મન વાળ્યું.

*(૧૦) હરિવંશ પાઠક* પ્રભુની ભક્તિ ગુપ્ત રીતે કરવી; હાકેમને ડોલ માટે ગામ ગયા હતા, તે ન કહ્યું.

*(૧૧) ગોવિંદદાસ ભલ્લા* ગુરૂ-દ્રવ્ય અને પ્રભુ-દ્રવ્ય કેમ ખવાય ? આજ્ઞા છતાં પ્રસાદ ન લીધો, પણ ના પાડવાથી સેવા છોડી.

*(૧૨) અમ્મા ક્ષત્રાણી* શ્રીઠાકોરજી પણ લૌકિક અનુભવ કરાવે છે; દીકરો મરતાં ઠાકોરજી પણ રડવા લાગ્યા, હજી ટોપી ધરતા નથી.

*(૧૩) ગજ્જન ધાવન ક્ષત્રી* પ્રભુ અને સેવક એકબીજા વિના રહી શકતા નથી; પ્રભુ રાજભોગ ન આરોગ્યા, ગજન પાન લેવા ગયા, ત્યાં જ પ્રભુ-વિયોગે બેહોશ થઇ ઢળી પડ્યા.

*(૧૪) નારાયણદાસ બ્રહ્મચારી* ગમે તેવું જરૂરી કામ હોય તો પણ ગરમ ખીર તો ન જ ધરવી; ચંદ્રમાજી, ગરમ ખીરથી દાઝ્યા.

*(૧૫) મહાવનની એક ક્ષત્રાણી* પ્રભુ કૃપા કરે તો ગમે ત્યાંથી પ્રાપ્ત થાય છે; ચાર-સ્વરૂપ જમનાજીમાંથી મળ્યાં.

*(૧૬)જીયદાસ સૂરી ક્ષત્રી* પ્રભુ ધારે તો થોડી સેવા કરાવીને પણ લીલામાં લઈ લે છે; ચાર પહોર જ સેવા કરાવી.

*(૧૭) દેવા કપૂર ક્ષત્રી* જેની સેવા લેવી હોય, તેની જ લે છે; સંસ્કાર કરી આવ્યા ત્યારે શ્રીઠાકોરજી અંતર્ધાન થઈ ગયા હતા.

*(૧૮)દિનકર શેઠ ક્ષત્રી*  શ્રીમહાપ્રભુજીનો અનુગ્રહ; અંગાખરી (કાચી)રોટી ન ધરશો, તમે આવશો, પછી જ કથા શરૂ કરીશું.

*(૧૯) દિનકરદાસ મુકુંદદાસ કાયસ્થ* ભાગવત જ્ઞાન કરતાં સુબોધિનીજી જ્ઞાન ઊંચું છે: એક શ્લોક એક મહિના સુધી સાંભળી, પંડિત મોહ પામ્યો.

*(૨૦) પ્રભુદાસ જલોટા* 
વૈષ્ણવ આગળ મુક્તિની કિંમત નથી; દહીંના બદલામા મુક્તિ આપી.

*(૨૧) પુરૂષોત્તમદાસ, સ્ત્રી પુરુષ* આગ્રાના પ્રસાદ કરતાં, ચરણ-સેવા ઉત્તમ ગણી; ચરણસેવા કંઇ ફરી મળશે નહિં.

*(૨૨) પ્રભુદાસ ભાટ* પ્રભુસેવા આગળ પ્રથોદિક તીર્થ તુચ્છ છે; પાછા આવી, પ્રભુ સેવા કરી, દેહ છોડ્યો.

*(૨૩) ત્રિપુરદાસ કાયસ્થ* ઠાકોરજી ભક્તનું અંગીકાર કરે છે જ; કવાઇ (અંગરખી) વિના, સગડી છતાં ટાઢ ન સમાઇ.

*(૨૪) પુરણમલ ક્ષત્રી* પ્રભુ સેવાનો બદલો આપે જ છે; મંદિર બંધાવ્યાની સેવાના બદલામાં, અરગજા એમના હાથે અંગીકાર કરી.

*(૨૫) યાદવેન્દ્રદાસ કુંભાર* ગુરૂકૃપાથી બધું શક્ય છે; અઢી રાતમાં જ મંદિરનો પાયો નાખવા, નીમ ખોદી કાઢી.

*(૨૬) ગુસાંઇદાસ સારસ્વત* વૈષ્ણવને ‘ઠાકોરજી પાછા નહિ લઉં’ તે વચન આપ્યું તે પાળ્યું; બદ્રિકાશ્રમમાં દેહ છોડ્યો, પાછા ન જ આવ્યા.

*(૨૭)માધવભટ્ટ કાશ્મીરી* ભક્ત-વચન સાચું જ પડે છે; ગામના શાહુકારનો દીકરો જીવતો કર્યો.

*(૨૮) ગોપાલદાસ વાંસવાડાના* ભક્ત-વચન પ્રભુ સાચું જ કરે છે; અડેલમાં પદ્મા રાવલને મહાપ્રભુજીમાં રણછોડજીનાં દર્શન થયાં.

*(૨૯) પદ્મારાવલ સાંચોરા* શ્રીઠાકોરજીને ઘી વગર રોટી ના ધરવી; કોરી રોટીથી પેટમાં દુઃખતાં ગોપાલદાસે ચૂર્ણ ધર્યું.

*(૩૦) પુરુષોત્તમ જોશી સાંચોરા* વૈષ્ણવને આગ્રહ કરી, ઘરે રોક્યા; પદ્મા રાવલના દિકરા કૃષ્ણ ભટ્ટે પુરૂષોત્તમ જોશીને રોકી રાખ્યા.

*(૩૧) જગન્નાથ જોશી ખેરાળુના* પ્રભુને કશું છોવાતું નથી; સુતરાઉ વાઘા પહેરી, આરોગતાં છોવાઇ જશે, એ વિચારે પ્રભુએ થાળ નાખી દીધા.
*માતા:* શ્રીમહાપ્રભુજી અંતરયામી છે; બેઉ ભાઇઓ પાસેથી, માની લાકડીમાં મોકલેલ મહોરો માંગી લીધી.
*નરહરિ જોશી* વૈષ્ણવ અગ્નિને પણ વશ કરી શકે છે; તુલસીપત્રને જલકુંડાળું કરી, અલિણામાં આગ બુઝાવી.

*(૩૨) રાણા વ્યાસ સાંચોરા* વૈષ્ણવ ઘણા દયાળુ હોય છે; ડોકું ધુણાવી, રજપુતાણીને સતી થતાં અટકાવી

*(૩૩) રામદાસ સાંચોરા* પ્રભુ-આજ્ઞાથી સ્ત્રીનો ત્યાગ કરવો; રણછોડજીની આજ્ઞાથી પોતે નામ દઈ પરચારગી કરાવી. પછી મહાપ્રભુજી પાસે નિવેદન કરાવી, રસોઇની સેવા સોંપી.

*(૩૪) ગોવિંદ દુબે સાંચોરા* શ્રીમહાપ્રભુજીની કથામાં વાતો ન કરવી; શ્રીરણછોડજી સાથે પણ વાતો કરતાં, પ્રસાદ બંધ થયો.

*(૩૫) રાજા દુબે, માધા દુબે* વૈષ્ણવની કૃપાથી બધું સાધ્ય છે; મોટાભાઇની રજાથી, બ્રાહ્મણને ‘પુરુષોત્તમ સહસ્ત્રનામ’ સંભળાવવાથી વિદ્વાન થઈ ગયો.

*(૩૬) ઉત્તમશ્લોકદાસ સાંચોરા*  ‘ટહેલવાળાઓને’ (સેવકોને) મહાપ્રસાદ આગ્રહ કરી લેવડાવતા; માણસો સારા હોય તો શ્રીની સેવા કરી શકે.

*(૩૭) ઈશ્વર દૂબે* સ્વ-દ્રવ્યનો સેવામાં વિનિયોગ; પોતાના ઘરનું ઘી લાવી પીરસતા.

*(૩૮) વાસુદેવદાસ છકડા* શ્રીઠાકોરજીની સામગ્રી અને પ્રસાદનું ધ્યાન રાખવું; પ્રસાદ કેડે બાંધ્યો. સામગ્રી માથે ધરી ચાલ્યા.

*(૩૯)બાબા વેણુ, કૃષ્ણદાસ ઘઘરી* ‘માલા’ પણ વિદાયસૂચક હતી; માલા ધારણ કરી, ધ્વજાજીને દંડવત્ કરી દેહ છોડ્યો.
*કૃષ્ણદાસ* કીર્તન કરતાં કરતાં દેહ છોડવો ઉત્તમ છે.
*જાદવદાસ ખવાસ* વૈષ્ણવને પોતાના માટે પરિશ્રમ ન આપવો; પોતે ચિતા ખડકી તૈયાર કરી રાખી.

*(૪૦) જગતાનંદ વ્યાસ થાનેશ્ર્વરના* ગાદીનું અપમાન ન કરવું; શ્રીમહાપ્રભુજીએ પણ નીચે વસ્ત્ર બિછાવી, ત્યાં બિરાજીને કથાના અર્થ કર્યા

*(૪૧) આનંદદાસ વિશ્ર્વભંરદાસ* વાર્તામાં પ્રભુને પણ રસ હોય છે (પ્રભુ પણ પધારે છે); એક ભાઈ ઊંઘતા.
*વિશ્વંભરદાસ* પ્રભુ વાર્તા ચાલુ રાખવા હુંકારો કરતા.

*(૪૨) અડેલની ગરીબ ક્ષત્રાણી* ભાવ હોય, તો આચાર-વિચાર પ્રભુ જોતા નથી; માટીના કુંજામાં જલ ધરતી, રોટી તૈયાર કરે કે તરત ચોપડ્યા વિના પ્રભુ આરોગી લેતા.

*(૪૩) એક ક્ષત્રાણી પ્રયાગની ચરખાવાળી* :પ્રણાલિકા બંનેએ તોડી; પ્રભુ ધર્યા વિના લાડુ આરોગ્યા. ક્ષત્રાણીએ આઠ દિવસની સામગ્રી તૈયાર કરી રાખી, રોજ તાજી સામગ્રી કરી, પ્રભુને ધરાવી.

*(૪૪) ગોરજા સમરાઈ સાસુ-વહુ* શ્રીઠાકોરજીના પેટમાં આટલી વાત પણ ન રહી; શ્રીમહાપ્રભુજીએ વહુને પૂછ્યું.
*સાસવહુ* શ્રીઠાકોરજી સાનુભાવ જતાવે છે; આરોગવા છતાં પ્રસાદ અકબંધ રહેતો. શ્રીઠાકોરજીના હાથમાં પદ્મ છે, તેથી ખૂટે નહિ.

*(૪૫) કૃષ્ણદાસી ખવાસની* શ્રીપ્રભુએ વૈષ્ણવની આડી રાખી; દાસીના કહ્યા પ્રમાણે પ્રગટ્યા. શ્રીવલ્લભ નામ, છતાં દાસીની આડીથી ‘ગોકુલનાથજી’નામ રાખ્યું.

*(૪૬) બુલામિશ્ર સારસ્વત પંડિત* વૈષ્ણવ અશક્યને પણ શક્ય કરી શકે છે. હરિવંશ પાઠકની સ્ત્રીને ઉંમર વટાવી જવા છતાં એક શ્લોક સંભળાવી પુત્ર આપ્યો.

*(૪૭)રામદાસ પુરોહિત (મીરાબાઈના)* શ્રીઠાકોરજી અને શ્રીમહાપ્રભુજી એક જ છે. બંનેમાં મીરાંએ ભેદ દ્રષ્ટિ રાખી, તેથી મોઢું ન જોયું અને ગામ છોડ્યું.

*(૪૮) રામદાસ ચૌહાણ* પ્રભુ કૃપા કરે તો જાત જોતા નથી; ચૌહાણ હોવા છતાં શ્રીમહાપ્રભુજીએ શ્રીજીની સેવા સોંપી.

*(૪૯) રામાનંદ પંડિત* ‘સિદ્ધાંત-રહસ્ય’નું વચન પ્રભુ પાળે છે; શ્રીમહાપ્રભુજીએ ત્યાગ કરવા છતાં શ્રીજી એમની જલેબી આરોગ્યા.

*(૫૦) વિષ્ણુદાસ છિપા* શ્રીવલ્લભના ઘર સિવાય એમની જ્ઞાતિનો પ્રસાદ લેવાય નહિ. શ્રીગુસાંઈજીનું જૂઠણ લીધું; પણ સસરાના ત્યાંનું કશું લીધું નહિં.

*(૫૧) જીવણદાસ ક્ષત્રી કપુર* વૈષ્ણવ ઇંદ્રને પણ રોકી શકે છે; રસોઇ વખતે વરસાદ પડતાં, શ્રીમહાપ્રભુજીની આણ દઈ, રોકી રાખ્યો.

*(૫૨)ભગવાનદાસ સારસ્વત* શ્રીમહાપ્રભુજી ભૂતલ પર બિરાજે છે જ; આસુરવ્યામોહ લીલા પછી પણ પોતાના ઘરે પાદુકાજીનાં દર્શન કરાવતાં વૈષ્ણવોને સાક્ષાત્ શ્રીમહાપ્રભુજીનાં દર્શન થયાં.

*(૫૩)ભગવાનદાસ સાંચોરા શ્રીજીના ભીતરિયા* સામગ્રી સંભાળથી કરવી; જીવ દોષથી ભરેલો છે. શ્રીજીના કહેવાથી શ્રીગુસાંઈજીએ ત્યાગ કર્યો. અચ્યુતદાસે કહ્યું, ‘જીવ દોષથી ભરેલો છે જીવના દોષ જોશો તો તે ક્યાં જશે ?’

*(૫૪) અચ્યુતદાસ સનોઢિયા* બ્રાહ્મણ: વૈષ્ણવે પરમાર્થ કરવો; શ્રીગુસાંઇજીએ વિનંતી કરી, ભગવાનદાસને સેવા અપાવી.

*(૫૫) અચ્યુતદાસ ગૌડ-બ્રાહ્મણ* શ્રીગિરીરાજજીની એક સાથે ત્રણ પરિક્રમા કરવાથી દર્શન દે છે(૧) ગાયરૂપે (૨) સિંહરૂપે(૩) ગ્લાવરૂપે અને(૪) ગૌર-ભુજંગરૂપે

*(૫૬) અચ્યુતદાસ સારસ્વત* બ્રાહ્મણઃ શ્રીમહાપ્રભુજી ભૂતલ પર બિરાજે છે જ; ‘આસુરવ્યામોહ લીલા પછી, ઉત્થાપન વખતે વૈષ્ણવોને પોથી વાંચતા આચાર્જીનાં દર્શન કરાવ્યા.’

*(૫૭) નારાયણદાસ કાયસ્થ* ભગવદનામ સ્મરણ હંમેશ કરવું; ‘ગોકુલ કબ ચલેંગે’ યાદ કરવા માણસને રાખ્યો.

*(૫૮)નારાયણદાસ ભાટ* પ્રભુ કૃપા કરે તો સ્વયં પધારે છે; સ્વપ્નથી શ્રીમદનમોહનજીને વૃંદાવન રામબાગમાંથી જમીન ખોદી, પધરાવ્યા.

*(૫૯) નારાયણદાસ લોહાણા ઠઠ્ઠાના*  વૈષ્ણવની ટહેલ નિષ્ફળ જતી નથી; કન્યાદાન માટે પૈસા આપવાથી કેદમાંથી છૂટી ગયા.

*(૬૦) દામોદરની માતા વીરબાઈ* પ્રભુ-આજ્ઞાથી કોઈ પણ પરિસ્થિતિમાં સેવા કરાય છે; સુવાવડમાં સેવા કરી અને પછી અપરસ પણ કાઢી.

*(૬૧) સિંહનંદના સ્ત્રી-પુરૂષ* શ્રીઠાકોરજીને પરિશ્રમ ન પડે તેમ રહેવું; પ્રભુ-આજ્ઞાથી ઘરમાં સૂતાં, પણ શ્વાસ ન લીધો કે અવાજ આવે.

*(૬૨) અડેલનો સુથાર* શ્રીમહાપ્રભુજી પ્રીતિ નભાવે છે; સુથારને ઘેર જઈ રોજ દર્શન આપતા.

*(૬૩) એક ક્ષત્રાણી સિંહનંદની* દેવું કરી લાવેલ સામગ્રી પ્રભુ આરોગતા નથી; દેવાના પકવાન કરતાં, રોટી પ્રિય ગણી.

*(૬૪) એક ક્ષત્રીય પરવના* અન્યના હાથની સામગ્રી પ્રભુ ગમે ત્યાં હોય તો પણ આરોગે છે. અન્યમાર્ગીયને ત્યાં બનાવેલી, વૈષ્ણવના હાથની સામગ્રી શ્રીજી આરોગ્યા, એના પ્રભુ ભૂખ્યા રહ્યા. પછી તે અન્યમાર્ગીય વૈષ્ણવ થયો.

*(૬૫)લઘુપૂરૂષોત્તમદાસ* ચરણામૃતથી બુદ્ધિ સાત્વિક થાય છે; ધનિકોનાં કવિત્ત ન કરતાં શ્રીજી અને શ્રીમહાપ્રભુજીનાં (બેઉને) એક ગણી ઘણાં કવિત્ત કર્યા.

*(૬૬)કવિરાજ ભાટ ત્રણ ભાઈઓ* સોબતથી ઉદ્ધાર થાય છે; કવિરાજ વૈષ્ણવ થયા પછી તેમની સોબતથી બંને ભાઈઓનો પણ ઉદ્ધાર થયો.

*(૬૭) ઇંટોડાના ગોપાલદાસ* સિદ્ધાંત-રહસ્ય ગ્રંથથી સ્વરૂપજ્ઞાન થાય છે; જ્ઞાન થવાથી, શ્રીમહાપ્રભુજીના ઘણા ચોખરા ગાયા.

*(૬૮) જનાર્દન ચોપડા ક્ષત્રી* સત્સંગ ભગવદીયનો કરવો; વાસુદેવદાસના સંગથી, પોતે પણ ભગવદીય બન્યા.

*(૬૯) ગડૂસ્વામિ સનોડીયા* શ્રીઠાકોરજી કૃપા કરે તો સ્વામીને પણ સેવક કરે છે. ‘સ્વામી’ હતા, પણ ભગવદ્-આજ્ઞાથી, શ્રીમહાપ્રભુજીના સેવક થયા.

*(૭૦) કનૈયાલાલ ક્ષત્રી* ભગવદ્-જ્ઞાન ગમે તેની પાસેથી લઇ શકાય; શ્રીમહાપ્રભુજીએ ગ્રંથ ભણાવ્યા હતા તે ગ્રંથો શ્રીગુસાંઇજી કનૈયાલાલ પાસે ભણ્યા.

*(૭૧) નરહરિદાસ ગોડીઆ* ‘પ્રભુસેવા’ કરનાર કોઈ ન હોય તો ગુરૂને ત્યાં પધરાવવી. શ્રીમદનમોહનજી શ્રીગુસાંઇજીને ઘેર પધરાવ્યા.

*(૭૨) બાદરાયણદાસ* શ્રીમહાપ્રભુજી વૈષ્ણવોને મોટા નામથી બોલાવે છે.

*(૭૩) નરહર સંન્યાસી* ‘બ્રહ્મ સંબંધ’ વખતે વ્રતની આવશ્યક્તા; સ્વામિનું મન બધે હોય અને ગૃહસ્થીનું ગૃહસસ્થાશ્રમના દુઃખમાં જ હોય, માટે વેણી કોઠારીને વ્રત ન કરાવ્યું.

*(૭૪)સદુ પાંડે, ભવાની,નરો* પ્રભુ ભુલકણા બાળક છે;

*(૭૫) ગોપાલદાસ જટાધારી* અન્ય માર્ગીય સંગથી બુદ્ધિ ફરે છે, શ્રીના પંખાની સેવા છોડી, યાત્રાએ ગયા.

*(૭૬) કૃષ્ણદાસ સ્ત્રી-પુરૂષ* વૈષ્ણવની સેવાથી દુર્બુદ્ધિ પણ ફરે છે; વાણિયાને ત્યાંથી વચન આપી, સામગ્રી લાવી, વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો. વચન પાળવા જતાં, વાણિયાની બુદ્ધિ દૈવી થઈ ગઈ અને શ્રીમહાપ્રભુજીને શરણે આવ્યો.

*(૭૭) સંતદાસ ચોપડા ક્ષત્રી* વૈષ્ણવની સંપત્તિ પર ગુરૂનો જ હક્ક છે; ગરીબી આવવા છતાં પણ નારાયણદાસની હૂંડી ન રાખતાં, ઉપરથી એક ટકો આપી ગુરૂઘરે મોકલી દીધી.

*(૭૮) સુંદરદાસ માધવદાસ* વૈષ્ણવનો સંગ કરવાથી વૈષ્ણવ થવાય છે; સુંદરદાસની વિનંતીથી, આચાર્યશ્રીએ બતાવ્યું કે માધવદાસના ઠાકોરજીના સામગ્રી પ્રેત ખાઈ જતા હતા. ત્યાર પછી શરણે આવ્યા.

*(૭૯)માવજી પટેલ વિરજો સ્ત્રી-પુરૂષ* જગદીશમાં પ્રસાદ છોવાતો નથી; વૈષ્ણવોને શ્રીગુસાંઈજીની આજ્ઞાથી જગન્નાથજી લઈ જઈ, સખડી-મહાપ્રસાદ લેવડાવ્યો.

*(૮૦)ગોપાલદાસ નરોડાવાળા* પ્રભુના કામે ગયા હોય તો પણ કહેવું નહી; છોકરાંએ ‘પ્રભુ કામે ગયા છે’ કહ્યું. તેથી આપશ્રી પાછા જતા હતા, પણ ગોપાલદાસે ‘પેટ માટે ગયો હતો’ કહેવાથી, પાછા એમને ઘેર પધાર્યા.

*(૮૧) સૂરદાસ વાણિયો* પ્રભુ ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે; બાકી રહેલા પદ ‘સૂરશ્યામ’ નામથી પૂરા કર્યા. ‘ભગવદીયની કૃપાથી બુદ્ધિ ફરે છે’, સૂરદાસે ઘણા ધક્કા ખાઇને પણ અંતે વાણિયાને શરણે કરાવ્યો.

*(૮૨) પરમાનંદદાસ*  ભગવદીય મારફત પ્રભુ કૃપા કરે છે જ; હરિદાસ જલધરિયા મારફત ‘સ્વામીપદ’ છોડી, શ્રીમહાપ્રભુજીને શરણે આવ્યા.

*(૮૩) કુંભનદાસ* વૈષ્ણવો જીવોનું સારું ઈચ્છે છે; એમની કૃપાથી જ જીવને સૂતકમાં દર્શન થાય છે.

*કૃષ્ણદાસ* ગાય-સેવા અને પ્રભુ-સેવા એક જ છે; ગાય બચાવવા, દેહ-ત્યાગ કરી, સિંહની પાસેથી ગાય છોડાવી.

*(૮૪) કૃષ્ણદાસ અધિકારી*  શ્રીવલ્લભ જીવના દોષ મનમાં રાખતા નથી. છ માસ વિરહ કરાવ્યા છતાં (અધિકારપદ પર) અધિકારગાદી પર, કૃષ્ણદાસને પહેલા બેસાડ્યા, પછી આપ સેવામાં નાહ્યા. શ્રી વલ્લભાધીશકી જય, શ્રીગુસાઈજી પરમદયાલકીજય જય જય શ્રી ગોકુલેશ. અમદાવાદ *૦૬/૦૭/૨૦૨૦*
●●●●●●●●●●●●●

TejGujarati