નર્મદા ના દેડીયાપાડા તાલુકાના ઝાંક ગામના મોટા ફળિયાની શ્રમજીવી મહિલા દરદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ભારત સમાચાર

ઝાન્ક ગામની આ મહિલાએ સુરત જિલ્લા ના ઉમરપાડા તાલુકાના કેવડી પીએચસી સેન્ટરમા રિપોર્ટ કઢાવતાસુરત સિવિલ હોસ્પિટલ માથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
પોઝિટિવ મહિલાને ઝાન્ક ગામની હોવાથી તેને લેવા પોલીસ ઝાંક ગામે જતા આ મહિલા જંગલમા ભાગી જતા 4 કલાક ની જહેમત બાદ જંગલમાથી શોધીને રાજપીપલા કોવીદ મા મોડી રાત્રે દાખલ કરાઈ .

આ મહિલા હોટસ્પોટ ગણાતા વિસ્તાર સુરત જિલ્લાની શ્રમજીવી મહિલા હોવાથી સંક્રમિત થઈને નર્મદા આવી

દેડીયાપાડા તાલુકાના ઝાંક ગામના મોટા ફળિયાના દરદીનાઘરની બાજુના ઘરોને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો

જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કરેલું જાહેરનામું

રાજપીપલા તા5

નર્મદામા આજે વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે .જેમા દેડીયાપાડા તાલુકાના ઝાંક ગામના મોટા ફળિયાના મહિલા દરદીનો રિપોર્ટગત મોડી રાત્રે પોઝિટિવ આવતા મોડી રાત્રે તેને ઝાન્ક ગામેથી રાજપીપલા લાવી કોવીદ હોસ્પિટલમા દાખલ કરાઈ હતી .

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાન્ક ગામની આશ્રમજીવી મહિલાએ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી પીએચસી સેન્ટરમા તેનો રિપોર્ટ કઢાવતા સુરત સિવિલ હોસ્પિટલમાથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .આ મહિલા ઝાન્ક ગામે આવી ગઈ હોવાથી સુરત સિવિલ હોસ્પિટમા મોકલેલો સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા તે નર્મદા જિલ્લાની હોવાથી તેને રાજપીપલા કોવીદમાસારવાર માટે ખસેડવાની સૂચના મળતા
આ પોઝિટિવ મહિલાને લેવા પોલીસ ઝાંક ગામેગઈ હતી .પણ આ મહિલા જંગલમા ભાગી જતા 4 કલાકની જહેમત બાદ જંગલમાથી શોધીનેતેને રાજપીપલા કોવીદ મા મોડી રાત્રે દાખલ કરાઈ હતી
આ મહિલા હોટસ્પોટ ગણાતા વિસ્તાર સુરત જિલ્લાની શ્રમજીવી મહિલા હોવાથીઆ વિસ્તારમાથી સંક્રમિત થઈને નર્મદામા આવી હતી .

આ મહિલા નો રિપોર્ટ પોઝિટિવ આવતા દેડીયાપાડા તાલુકાના ઝાંક ગામના મોટા ફળિયાના દરદીનાઘરની બાજુના ઘરોના વિસ્તારને જિલ્લા કલેકટરરે કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યો હતો
અનેગામના સમગ્ર વિસ્તાર (દરદીના ઘરની બાજુના ૧૩ ઘરો સિવાયનો વિસ્તાર) ન બફર ઝોનતરીકે જાહેર કરાયો છે

આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી આ વિસ્તારને સીલ કરી દેવાયો છે
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati