સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનના એક અનોખા શુભેચ્છક અને ચાહક – અમદાવાદનાં શ્રી એન એમ ભંડારી, કે જેમની પાસે બચ્ચનના સંસ્મરણોના છે અનોખા મોબાઈલ નંબરો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

મણિનગરમાં રહેતાં એન.એમ.ભંડારી કે જેમણે 1976 માં કભી-કભી જોઈને શ્રી અમિતાભ બચ્ચનના ચાહક બની ગયા. આવો મળીએ આવાં અનોખા શુભેચ્છકને.

1976 માં કભી કભી ફિલ્મ જોઈને એન.એમ.ભંડારીને નવી જિંદગી જીવવાની પ્રેરણા મળી હતી. ભંડારી અન્ય લોકોથી સાવ જુદી પ્રકારનાં વ્યક્તિ છે.તેજ રીતે તેમના શોખ અને પસંદ પણ અનોખા છે.

આવા જ એક અનોખો શોખ વિશે વાત કરીએ તો તેમને

મોબાઈલ નંબરનો વિશેષ શોખ છે.

તેમની પાસે મોબાઇલના 10 આંકડામાંથી 7 વખત 9 નંબર આવે છે.આ પ્રકારનાં નમ્બર માટે તેમણે લાંબી રાહ જોવી પડી હતી, અને ઘણી મુશ્કેલી બાદ તેમને આ નંબર મળ્યો હતો.

એમની પાસે આવા કુલ 6 મોબાઈલ નંબરો છે. જેમાં 9 નમ્બર 7 વાર આવે છે.

ખૂબ જ સામાન્ય સહજજીવન જીવતા ભંડારીને

મૂવીનો કોઈ શોખ નથી કે નથી વિદેશી મુસાફરીનો કે ફેશનનો શોખ. આમ એકંદરે તેઓ તદ્દન

સરળ જીવન ગાળે છે.

વળી ઉડીનેઆંખે વળગે તેવી એક અનોખી વાત તો એ છે કે તેઓ ક્યારેય તેમના અથવા તેમના કુટુંબનો જન્મદિવસ ઉજવતા નથી.

પરંતુ તેઓ અમિતાભ અને જયાના તમામ પ્રસંગોને બખૂબી થી અને યાદગાર રીતે એટલે કે જરૂરિયાતમંદોને દવાઓ અને ખોરાક આપીને સામાજિક કાર્ય કરીને ઉજવે છે.

*તેમણે અને તેના પરિવારે અમિતાભ બચ્ચનનાં 100થી વધુ ઓટોગ્રાફ્સની ખુશીમાં કોઈના પણ ઘેર નહીં ખાવા પીવાની ધાર્મિક શપથ લીધી હતી.*

*બિગ બી તેના માટે ભગવાનનો મેસેન્જર છે.*

તેણે પોતાની પત્નીનું નામ બદલીને જયા રાખ્યું છે અને પુત્રીનું નામ શ્વેતા રાખ્યું છે.

બચ્ચન પરિવારના લેટર્સ મેળવવાં બદલ તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડસનું પ્રમાણપત્ર પણ મળ્યું છે.

*આજે તેમની પાસે અમિતાભ બચ્ચનના આખા કુટુંબના 120 ઓટોગ્રાફ્સ છે.*

આ પ્રકારનો અનન્ય શોખ અને અનન્ય સિદ્ધિ મેળવનાર ભારતભરમાં તેઓ માત્ર એક જ આવા શુભ ચિંતક છે.

*એમનાં માટે જીવનનો મોટો આનંદ એ છે કે અમિતાભ બચ્ચન તેમનાં ઘરના બધા મેમ્બર્સને નામ અને ચહેરા દ્વારા ઓળખે છે.*

વળી એટલું જ નહીં, પરંતુ તેમના જીવનનો દરેક ભાગ અને મિનિટ તેમની સાથે જોડાયેલા છે.

*તેઓ પેન, કીચેઈન ડાયરી કેલેન્ડર, બધા કભી-કભી અને અન્ય ભાવનાત્મક સંવાદમાં કાર્ડ લેટર પેડ ધરાવે છે.*

હજી પણ વિશેષ ગૌરવની વાત તો એ છે કે લિમ્કા બુક ઓફ રેકોર્ડસના પ્રમાણપત્રને કારણે તેમને મુખ્યમંત્રી શ્રી રૂપાણીને પણ પત્રો દ્વારા આ વિશેષ ઉપલબ્ધીની જાણ કરી હતી, અને તેમની આ ઉપલબ્ધી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી અને સાથે ફોટો લેવાની ઉત્તમ તક પણ મળી હતી.

વળી સમગ્ર ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે શ્રી એમ.એમ ભંડારીના આવા વિશેષ શોખની અમિતાભ બચ્ચનને પણ ખબર છે, કે ગુજરાતમાં રહેતા તેમના શુભેચ્છક શ્રી એન.એમ. ભંડારીને તેમના ઓટોગ્રાફ્સનો અનહદ અતિભારે પ્રેમ અને શોખ છે.

TejGujarati