તું મારી સાથે પ્રેમ સંબંધ રાખતી તેમ કહી પ્રેમીએ પરિણિત મહિલાએ પોતાની સાથે સંબંધ રાખવાના મામલે બિભત્સ માંગણીઓ કરી છેડતી કરતા પોલીસ ફરિયાદ.

સમાચાર

રાજપીપળા દરબાર રોડની રહેવાસી પરિણિત મહિલાની ફરિયાદ.
રાજપીપળા, તા. 4
રાજપીપળા દરબાર રોડ પર રહેતી પરણીત મહિલાને જીતગઢ ગામના યુવાન સાથે અગાઉ પ્રેમસંબંધ હોય પ્રેમીએ પોતાની પ્રેમિકા ને તું મારી સાથે પ્રેમ સંબંધ રાખતા તેમ કહી પ્રેમી યુવકે પોતાના સાથે સંબંધ રાખવાના મામલે બિભત્સ માંગણીઓ કરી છેડતી કરતાં, પરિણીત મહિલાએ યુવક સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ મોનિકાબેન રાજેશકુમાર જૈન (રહે,દરબાર રોડ, સોનીવાડ, રાજપીપળા) એ આરોપી દીપકભાઈ દિવાલભાઈ વલવી (રહે, જીતગઢ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી મોનિકાબેન રાજેશકુમાર જૈન (રહે, દરબારરોડ સોનીવાડ રાજપીપળા) તથા આરોપી દીપકભાઈ દિવાલભાઈ વલવી (રહે,જીતગઢ )વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. મોનિકાબેન રાજપીપળા બજાર માં કામ અર્થે આવેલ ત્યારે પૂર્વ પ્રેમી દીપકભાઈએ તેનો પીછો કરેલ અને જણાવેલ કે તું ક્યાં જાય છે. તું મારી સાથે ચાલ મારી સાથે પ્રેમ સંબંધ રાખે,તેમ જણાવી મોનિકાબેન પાસે બીભત્સમ પ્રકારની માગણી કરે, ત્યારે મોનિકાબેન ને તેના વિરોધમાં પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા મારું કોઈ કઈ બગાડી શકવાના નથી. મને પોલીસને બીક નથી. હું ગભરાતો નથી, તેમ કહી મોનિકાબેન ને બદનામ કરવાનું જણાવી તથા તેના દીકરા તીર્થને મારી નાખવાની ધમકી આપી, મોનિકાબેન ની માતાને ફોન કરી ગમેતેમ ગાળો બોલી તેઓની છેડતી કરતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati