લદ્દાખ માં ભારત ચીન વચ્ચે વર્તમાન તણાવની સ્થિતિના કારણો જુદા જુદા છે.

ગુજરાત ભારત સમાચાર

લદ્દાખ માં ભારત ચીન વચ્ચે વર્તમાન તણાવની સ્થિતિના કારણો જુદા જુદા છે.

1. પ્રાદેશિક કારણો
2. દ્વિપક્ષીય કારણો
3. વૈશ્વિક કારણો : કોરોના મહામારી પહેલા
4. વૈશ્વિક કારણો : કોરોના મહામારી દરમિયાન
5. ચીનના સ્થાનિક કારણો

ઉપર જણાવ્યા મુજબ કારણોમાંથી પ્રથમ પ્રકારના કારણો વિશે પહેલા એક લેખમાં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હતું.

ભારત તથા ચીન વચ્ચેના દ્વિપક્ષીય કારણો છે જેની ચર્ચા આ લેખમાં કરવાનો પ્રયાસ કર્યો છે.

2.1 : ભારત ચીન વચ્ચે અરૂણાચલ પ્રદેશ થી લદ્દાખ સુધી ફેલાયેલી સરહદ ઉપર વર્ષોથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં નહોતો આવ્યો જ્યારે ચીન સરહદે સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું હતું. ભારત દ્વારા શા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન વિકસાવવામાં આવ્યું એના વિશે સપ્ટેમ્બર 2013 માં તત્કાલીન સંરક્ષણ મંત્રી શ્રી એ.કે. એન્ટોનીએ સંસદમાં નિવેદન આપતા એવા અર્થમાં જણાવ્યું હતું કે સરહદ ઉપર ડેવલપમેન્ટ ન કરવું એ ભારતની પોલીસી હતી. 2014 બાદ પરિસ્થિતિ અને પોલિસી બંનેમાં 360 ડિગ્રી નો બદલાવ આવ્યો અને ભારત દ્વારા ચીન સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર‌ રોડ, રેલ, પુલ વગેરે વિકસાવવાનું જોરશોરથી શરૂ થયું. એક સમયે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે ચીનથી અનેકગણું પાછળ અને નબળી પરિસ્થિતિમાં હતું તે હવે ચીનથી લગભગ લગોલગ અને સબળ સ્થિતિ બનાવતું જતું હતું.

2.2 : 1962 ના યુદ્ધમાં ચીને પચાવી પાડેલા સિયાચીન પ્રદેશને પરત મેળવવાની શપથ લેવાઈ હતી પરંતુ વર્ષોથી એ ભુલાઈ ગયું હતું તથા ભારતીય સત્તાધીશો દ્વારા એ વિશે કોઈ કારણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી નહીં ન કોઈ નિવેદન આવ્યું હતું અર્થાત શપથ લીધા બાદ બધું ભુલાઈ જવાઈ હતી તે પરિસ્થિતિમાં પ્રથમ વખત ભારતીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં પડકાર કે સિયાચીન ભારતનો જ અભિન્ન ભાગ છે અને તે પરત મેળવીને જ રહીશું.

2.3 ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર જે પાકિસ્તાન દ્વારા સ્વતંત્રતા બાદ પચાવી પાડેલા કાશ્મીરમાંથી પસાર થાય છે તેનો ભારત દ્વારા મજબૂત વિરોધ તથા એ વિરોધનો વૈશ્વિક સ્તરે ચીનની વિસ્તારવાદી દેશની ઓળખ આપે એવો પ્રચાર.

2.4 : જમ્મુ કાશ્મીરને ભારતના અન્ય રાજ્યો કરતાં અલગ પાડતી લગભગ સિત્તેર વર્ષથી અસ્થાયી રૂપે બંધારણમાં ઉમેરાયેલી 370મી કલમ રદ્ કરવામાં આવી. 370મી કલમ રદ્ કરવામાં આવી એટલું જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીર ને લદ્દાખ તથા કાશ્મીર એવાં બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક નેતાગીરી હંમેશા શંકાનાં દાયરામાં રહી છે તેથી ચીનને તથા ચીનના બગલબચ્ચા જેવા પાકિસ્તાનને ફાવતું જડી જતું હતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક નેતાગીરી હાંસિયામાં ધકેલાઈ ગઈ.

2.5 : પાકિસ્તાન દ્વારા કબજો કરવામાં આવેલા કાશ્મીરને ભારતનો ભાગ દર્શાવતા નકશાનો વૈશ્વિક સ્તરે પ્રચાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તથા ભારતના સરકારી સમાચાર સંસ્થા ગણાતા દુરદર્શન પર ગિલગીટ, બાલ્ટીસ્તાનના તાપમાન દર્શાવવાની શરૂઆત કરવામાં આવી. યાદ રહે આ વિસ્તારમાંથી જ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પસાર થાય છે.

2.6 : ભારત દ્વારા ચીનના રોકાણ ઉપર એપ્રિલ મહિનામાં આડકતરી રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો.

2.6 : કોરોના મહામારી ફેલાવવા/ફેલાવા માટે ચીનની ભુમિકા ઉપર તપાસ કરાવવાની માંગણી કરતા દેશોના આવેદનપત્રમાં ભારત પણ જોડાયું.

2.7 ભારતીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના અરૂણાચલ પ્રદેશના પ્રવાસ ઉપર ચીને વિરોધ કર્યો છતાં રાજનાથ સિંહ અરૂણાચલ પ્રદેશની મુલાકાતે ગયા.

ઉપર જણાવ્યા એ સાત કારણો ઝીણવટથી જોવામાં આવે તો એવું ચિત્ર સ્પષ્ટ થાય છે કે શ્રી અટલબિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ચીનના પ્રભાવને નિયંત્રિત કરવા શરુ કરવામાં આવેલી “લુક ઈસ્ટ” નીતિ જે પછીના સમયમાં કોરાણે મુકાઈ, ધકેલાઈ ગઈ હતી જેને પગલે ચીન પોતાની સ્થિતિ ભારતીય ઉપખંડમાં વધુને વધુ મજબુત કરતું જતું હતું જે ભવિષ્યમાં ભારતીય ઉપખંડમાં ચીનની વિસ્તારવાદી નીતિને છુટો દોર મળી જાય અને અન્ય નાના દેશોની જેમ કદાચ ભારતે પણ ચીનથી દબાઈને ચાલવું પડે એવી સ્થિતિનું નિર્માણ થાય એ ધ્યાનમાં રાખીને “લુક ઈસ્ટ” નીતિમાં ફેરફાર કરીને “એક્ટ ઈસ્ટ” નીતિ અપનાવી જેના પરિણામ સ્વરૂપે ભારતની સ્થિતિ ભારતીય ઉપખંડમાં ચીનને પડકાર આપી શકે એવી બનતી જાય છે જેનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે.

અપૂર્ણ

© દેવેન્દ્ર કુમાર

TejGujarati