મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં 20 લાખ પડાવ્યાં.

ગુજરાત ભારત સમાચાર

લાંચ કે ખંડણી માંગતા પુરુષ પોલીસકર્મી તો અનેક સામે આવ્યા છે પણ આતો મહિલા PSI સામે 35 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની અરજી કરાઈ છે… અમદાવાદ શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એસ.એચ. જાડેજા (શ્વેતા જાડેજા) સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં 20 લાખ પડાવી લીધાં હતાં. ટુકડે ટુકડે આ રૂપિયા PSIએ પડાવ્યા હતા. મહિલા PSIની આ લાંચ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી. જે મામલે SOG ને તપાસ સોપાતા psi ની અટકાયત કરાઈ…

TejGujarati