અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે મહાવીર જૈન આરાધના કેન્દ્ર તીર્થક્ષેત્રની રજ અને જળ અર્પણ કરવામાં આવ્યા*

સમાચાર

*અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે મહાવીર જૈન આરાધના કેન્દ્ર તીર્થક્ષેત્રની રજ અને જળ અર્પણ કરવામાં આવ્યા*

દિનાંક ૩ જુલાઈ,
કર્ણાવતી.

૫૦૦ વર્ષના સંધર્ષ બાદ, આજે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ ખાતે ભગવાન રામલાલાનું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે.

આ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી પવિત્ર સ્થળોની માટી તથા નદીઓનું જળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એકત્ર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.

જે અંતર્ગત કર્ણાવતી સ્થિત જૈન તીર્થ સ્થાન, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતેથી પણ પ.પૂ.આ.ભ. ના આશ્રીવાદથી સંસ્થાના ટ્રસ્ટશ્રીઓ દ્વારા વિહિપના કાર્યકર્તાઓ ને રજ અને જળ અર્પણ કરેલ

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીયસંત પ.પૂ.આ.ભ. પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ, પ.પૂ.આ.ભ. અમૃતસાગર સૂરીશ્વરજી મહારાજ, પ.પૂ.આ.ભ. વિવેકસાગર સૂરીશ્વરજી મહારાજ, પ.પૂ. ગણિવર્ય શ્રી પ્રશાંત સાગરજી મ.સા આદિ ઠાણા ની નિશ્રામાં વિહિપના
ગુજરાત ક્ષેત્ર મંત્રી શ્રી અશોકભાઈ રાવલ, પ્રાંત મંત્રી રાજેશભાઈ પટેલ, પ્રાંત સમન્વય મંચ પ્રમુખ કેતનભાઈ શાહ, નવિનભાઈ પટેલ, શક્તિસિંહ ઝાલા, જીવરાજભાઈ ઠાકોર તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા અને પ્રભુ શ્રી રામની હિત શિક્ષા નું શ્રવણ કરેલ અને શુભ મંગલ કામનાઓ પાઠવેલ

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભગવાન મહાવીરની ચરણરજથી પાવન અયોધ્યાની ભૂમિ, જૈન શાસનના પાંચ તીર્થંકરો પૂ. ઋષભનાથ, પૂ. અજિતનાથ, પૂ. અભિનંદનનાથ, પૂ. સુમતિનાથ તથા પૂ. અનંતનાથજીની જન્મભૂમિ હોવાના કારણે જૈન તીર્થસ્થાન તરીકે પણ ઓળખાય છે. મુસ્લિમ આક્રાંતા દ્વારા ધ્વસ્ત કરવામાં આવેલ મંદિરના સ્થાને આજે પુનઃ મંદિર બંધાઈ રહ્યું છે, તે સમગ્ર વિશ્વના જૈન સમાજ માટે પણ આનંદની વાત છે.

આ બાબતે વધુ વાત કરતા વિશ્વ હિન્દુ પરિષદ ના સમનવ્ય મંચના પ્રમુખ શ્રી કેતનભાઇ શાહે જણાવ્યું કે સમગ્ર દેશમાં વિહિપ મંદિરોની સાથે દેરાસરો, ગુરુદ્વારાઓ તથા બૌદ્ધમઠોની પવિત્ર માટી પણ હાલમાં એકત્ર કરી રહ્યા છીએ

જે રીતે વિહિપના નેતૃત્વમાં હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ વગેરે લોકોએ એકસાથે મળી અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે આંદોલન ચલાવ્યું હતું અને બલિદાનો પણ આપ્યા હતા, તેમ અયોધ્યામાં આ મંદિર પણ સમગ્ર હિન્દુ સમાજ ને જોડી રાખવાનું કાર્ય કરશે. ભારતના બંધારણમાં છપાયેલ રામાયણના ચિત્રનું ઉદાહરણ આપી શ્રી કેતનભાઈએ ભગવાન શ્રીરામને આ દેશના નાગરિકોના જીવનના આદર્શ સમાં મર્યાદાપુરુષોત્તમ ગણાવ્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •