ઓ.. કેવો અદશ્ય તું છે કોરોના.- પારુલ ડાભી.

ગુજરાત ભારત સમાચાર

ઓ.. કેવો અદશ્ય તું છે કોરોના
જેને જેને તું સ્પર્શ કરે,
તે તારી સામે ઝઝૂમ્યા કરે…

ઓ.. કોરોના.. કિરોના..
મહામારી લાવ્યો તું કોરોના,
દર્દીઓ નિઃસહાય છે;
સ્વજનો દુઃખી છે.
વેદનાનાં વલોપાતે દુનિયા દુઃખી છે.
પેટ્રોલનાં ભાવ આસમાને આંબે છે.
ને શાકભાજી તો ગગનને ચૂમે છે..
… કેવો

ઓ.. કોરોના .. કોરોના..
નીર ગંગાનાં શુદ્ધ કર્યાં તે,
પક્ષીઓ નીલ ગગને વિહરે છે,
મનુષ્ય માત્ર પાંજરામાં પુરાયો છે,
આડંબરથી તે અળગો થયો છે,
ને માણસાઈનાં દિપ પ્રજ્વલિત થયાં છે.. કેવો.. .
ઓ.. કોરોના.. . કોરોના
પ્રકૃતિને તેં ખીલવી છે કોરોના,
પ્રાણાયામ કરીશું અને યોગાભ્યાસ કરીશું,
ઇમ્યુનિટી વધારીને કોરોના ભગડીશું,
ને આપણે ભેગા મળીને લડત આપીશું… કેવો..

– પારુલ ડાભી

TejGujarati