અમદાવાદ વેપારી મહાજન દ્વારા લોકો અને વેપારીઓને જરૂરી ચીજવસ્તુઓ સ્થાનિક બજારમાંથી જ ખરીદવા વિનંતી.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી સમાચાર

વેપારીઓને પણ ગ્રાહકો સાથે સંપર્ક નહીં સંબંધ બનાવવા હાકલ કરાઈ

અમદાવાદ વેપારી મહાજન ના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ગીલેટવાળા શહેરના દરેક વેપારી,ઉધોગપતિ,કે પ્રોફેશનલ મિત્રો ને વિનંતી કરી જણાવ્યું છે કે હાલમાં વૈશ્વિક મહામારીના આ સમયે આપણે સૌ આપણા પરીવારની જરુરીયાત ની ખરીદી પરંપરાગત ખુલ્લા બજારમાંથી કરી એકબીજાને સહકાર આપીને મક્કમ મનોબળ સાથે ઉભા રહેવાની જરૂર છે માથામાં નાંખવાના તેલ થી પગરખાં સુધી ની દરેક વસ્તુ ની ખરીદી દુકાન પર થી જ કરવાનો નિર્ણય આપણા સૌના પરીવાર માટે તો કરી જ લઈએ જેના કારણે બજારમાં ટનૅઓવર ટકી રહે. સાથે-સાથે વેપારી મિત્રો ને આગ્રહ ભરી વિનંતી છે કે આવેલ ગ્રાહક આપણા બજાર નો પ્રચારક અને સમર્થક બને તેવો કાળજી પૂર્વક નો વ્યવહાર કરવો અને વ્યાજબી નફો રળી ને કામ કરતા સંપર્ક અને સંબંધો વિકસાવી વધુ ગ્રાહકો બજારમાં આવે તેવી સંભાવના ઉભી કરવામાં સહાયક બનવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આંતરીક હરિફાઈ છતાં સસ્નેહ એકબીજા માટે સહકાર ની ભાવના સાથે કામકાજ કરશો તેવી અભ્યર્થના સહ.🙏🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •