રાત્રે હાઇવે ઉપર સ્ત્રી વેશ ધારણ કરી વાહન ચાલકોને લૂંટી લેતી ગેંગના ચાર સભ્યો ઝડપાયા.

Groom આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત સમાચાર

અમદાવાદ એલસીબી ની ટીમે સાણંદના રેથલ ગામ નજીક હાઈ-વે પરથી દેશી બંદૂક અને છરા સાથે ચારને ઝડપાયા

છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદ ગ્રામ્યમાં હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને સ્ત્રીવેશમાં લૂંટી લેતી ચાર સભ્યોને અમદાવાદ એલસીબીની ટીમે ઝડપી લીધા છે.

હાઈવેઉપર વાહન ચાલકોને લૂંટી લેવાની ઘટનામા સતત વધારો થતાં એલસીબીના સ્ટાફે સમગ્ર હાઇવે ઉપર પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું ત્યારે જ એલસીબી પીઆઇ પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાણંદ નજીક રેથલ હાઇવે પાસે સ્ત્રી વેશ ધારણ કરી શિકારની શોધમા બેઠેલા ડફેર ગેંગના ચાર સભ્યોને પોલીસે દબોચી લીધા હતા.તેમની પાસેથી ચાર જામનગરી બંદુક તથા સારા અને મોટરસાયકલ મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપી અહમદ સિંધી અલારખા સિંધી અને ભુરાભાઈ સિંધી તથા ગનીભાઇ સિંધીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ નિર્જન હાઇવે ઉપર ગેંગના સભ્યો બીપી એક સ્ત્રી વેશ ધારણ કરી રોડ ઉપર ઊભા રહેતા અને તેને જોઇ કોઇ વાહનચાલક લઈ જાય પુરા કે તરત જ તે વાહન ચાલકને પકડી આવી નજીકની એકાંતમાં લઈ જઈ બાંધી માર મારતા અને તેની પાસેથી મોબાઇલ તથા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ભાગી જતા હતા. તપાસ દરમિયાન હજુ વધુ ગુનાના ભેદ ઉકેલાયો સંભાવના પોલીસ જોઈ રહી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •