*🌹સત્ય ઘટના🌹*_ એક બનેલી સત્ય ઘટના, આપણી આસ્થાના કોડીયે તેલ પૂરી જશે..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

💫 *જૈનપૂરી તરીકે એક જમાનાનું જાણીતું નગર એટલે અમદાવાદ. ત્યાં એક Doctor પરિવાર રહે.* Husband-Wife બંન્ને Doctor. Dr. સુધા ગાયનેકોલોજીસ્ટ. *આખા શહેરમાં બંન્નેની ખ્યાતિ સેવાભાવી ને સફળ Surgeon તરીકેની હતી.* એમના Nursing homeમાં હંમેશા ભરતી જ રહેતી. એક રાતની વાત છે. Dr. સુધા ઘેર આવ્યા. ને.. કામકાજ આટોપી સુતા.. દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઊંઘ આપી.

💫 *ને.. રાત્રે 12:00 વાગે વારંવાર Mobile Ring વાગી. એ જાગ્યા.* આંખ ઊઘડતી નો’તી. તો’ય નંબર જોયો, તો પોતાના Nursing Homeથી જ Sisterનો ફોન હતો. એમણે ફોન Receive કર્યો. Nursing Homeથી Sisterએ કહ્યું, *”Doctor! આપ જલ્દી આવો. એક Patientને પેટમાં ભયાનક દુઃખાવો ઉપડ્યો છે. Please, મોડું ના કરતા.”* Dr. સુધા ઉઠ્યા. ઘરમાં આજે Doctor સાહેબ પણ ન હતા.

💫 *નાની ઘોડીયામાં સૂતેલી દિકરીને જોઈ એકવાર થયું. હું જઈશ ને આ જાગશે, તો એને દૂધ કોણ પીવડાવશે?* પણ.. પાછો તુરંત પીડાતી સ્ત્રીનો વિચાર આવ્યો. ને ડૉક્ટરે તુરંત હાથ ધોયા, ને એક બોટલ દૂઘ ભરીને ઘોડીયામાં મૂકી દીધી. *પણ.. પગને માતૃત્વ ઉપડવા નો’તા દેતા. ત્યાં જ ફરી ફોન આવ્યો, જલ્દી આવો.* Dr. સુધાએ એકવાર દિકરીને હાથ ફેરવીને ફટાફટ નીચે ઉતરી ગાડી દોડાવી Nursing Home તરફ.

💫 *Nursing Homeમાં આવીને જોયું તો બાઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.* બીજી જ મિનિટે Dr. સુધાનો જાદુઈ હાથ કામે લાગી ગયો. *ને.. 3 કલાકના સફળ ઓપરેશને બાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી. પીડાતી બાઈનો પીડામાંથી છૂટકારો થયો.* ને સ્વજનોએ આંસુ ભરીને ગળગળા સાદે Dr. સુધાનો ખૂબ-ખૂબ આભાર માન્યો. ને કહ્યું, *”અમારી પુત્રવધૂ ને પૌત્રીના જીવનદાતા Doctor!!! ભગવાન તમારું ભલું કરશે.”*

💫 ડૉક્ટરે સ્મિત આપી, Thank You કહીને જરુરી સૂચના આપી, ગાડી Full Speedમાં દોડાવી. *જો કે ગાડી કરતા પહેલા એમનું દિલ દિકરી પાસે
💫 *Dr. સુધા પોતાના બંગલે આવી સીધી જ દોડી ગઈ ઘોડીયા પાસે. ઘોડીયામાં બાળકી નિરાંતે પોઢી હતી.* Dr. સુધાનો જીવ હેઠો બેઠો. પણ.. ત્યાં જ જોયું તો, *બાજુમાં ખુલ્લી બેગ પડી હતી, કપડા વેરાયેલા હતા, તિજોરી તૂટેલી હતી. એક પોટલું બાંધેલુ પડ્યું હતું. ડૉક્ટરે તુરંત પોટલું ખોલ્યું, તો એ દાગીનાની પોટલી હતી.* Dr. સુધા હેબતાઈ ગયા. ગભરાતા પગે એ સૂતેલી દિકરી પાસે દોડ્યા. એને હેમખેમ જોઈ જીવમાં જીવ આવ્યો.

💫 ત્યાં જ Doctorની નજર દૂધની બોટલ પર પડી. દૂધ ઘણું બધું ખાલી થઈ ગયેલું હતું. Doctorને થયું, *”આ બધુ શું? ચોર ચોરી કરવા આવ્યો. કશું જ લીધા વગર ચાલ્યો ગયો.”* ત્યાં જ દિકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ. ડૉક્ટરે ચિઠ્ઠી ખોલી. એમાં બે-પાંચ વાક્યો લખેલા,

💫 *”હું આવ્યો’તો ચોરી કરવા. પણ.. ઘોડીયામાં સૂતેલી દિકરી રડતી હતી. એટલે મેં એને બોટલમાંથી દૂધ પીવડાવ્યું. દાગીના ને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી મરી ગયેલી દિકરીની યાદ આવી, ને મારા મને કહ્યું, આ જીવતી દિકરીને દૂધ પીવડાવ્યું. હવે દિકરીને ઘેર ચોરી કરાય? ને મારા consciousnessએ મને bite કર્યું. ને હું ચોરી ના કરી શક્યો. બસ! દિકરીને સંભાળજો.”*

💫 ને.. આટલું વાંચતા તો Doctorની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. *થોડીકવાર સુધી શહેરની પ્રખ્યાત Gynecologist Dr. સુધા જગ્યાએથી હલી જ ન શક્યા.* એમણે ભીની આંખે, બે હાથે, ઘોડીયા પાસે જઈ દિકરીને ઊંચકી લીધી. ને બોલ્યા,

💫 *”પ્રભુ! કો’કની દિકરીને મેં અડધી રાતે બચાવી, તો તમે ચડતી સવારે મારી દિકરીને બચાવી લીધી! પ્રભુ! મને માફ કરજે. એકવાર તો મારા મનમાં થયું, ભલું કરવા અડધી રાતે ઊંઘ છોડી દોડીને Operation કર્યું. ને મા-દિકરીને બચાવ્યા. ને એ જ સમયે મારા ઘરમાં ચોરી-ડકૈતી-લૂંટ, પણ.. God is Great! પ્રભુ! તમે મહાન છો. મને માફ કરો. મેં તો કોઈ દિકરીને બચાવી. પ્રભુ! તમે તો મારું ધન ને દિકરીનું જીવન, રે.. મારું આખું ઘર બચાવ્યું. પ્રભુ! તમે વ્યાજ સાથે બદલો આપો છો!”*

💫 ને.. Dr. સુધા ભાવાવેશમાં પ્રભુના ફોટા સામે, કર જોડી ઘૂંટણીયે પડી ગયા. ને બોલ્યા, *”તારી દયાનો નહિ પાર, તે તો વિસાર્યા મારા દોષને.”*

_*કથા તો અહીં પૂરી કરીએ. પણ.. એટલું નક્કી કરજો કે, કોઈ ભલાઈનું કામ આવે ત્યારે પાછા ના પડીએ. જો Dr. સુધા અડધી રાતે ગયા ન હોત ને ચોર આવ્યો હોત.. તો Dr. સુધાનું શું થાત. ચોરી ને હરામખોરી, બંન્ને ચોર કરી શકે. Dr. સુધા Safe રહ્યા, એક ભલાઈના પ્રતાપે. યાદ રહે, ભલું કરનારનું ભલું થાય જ!*_
✍🏻🌷🌳🌹🌳🌷

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •