ડોકટર્સ ડે સ્પેશિયલ.ભાવિની નાયક.

સમાચાર

આજે ડોકટર્સ ડે છે.ડોકટર્સ બે પ્રકારના હોય.એક જેમની પાસે ડોક્ટરની ડીગ્રી હોય એવા ડોકટર્સ વિશે તો આપ બધા જાણતા જ હશો.અને બીજા કે જેમની પાસે જઈને બેસવાથી આપણી માનસિક સ્થિતિમાં સુધારો આવે.જેમની સાથે વાત કરવાથી તમારી સમસ્યાનું સમાધાન પળ વારમાં જ થઈ જાય,જેમની સાથે માત્ર વાત કરવાથી હળવા થઈ જવાય એવા લોકોને પણ ડોકટર જ કહી શકાય.આજે બન્ને ડોકટર્સ વિશેની વાત કરીએ જે એક ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે.
સૌ પ્રથમ એવા ડોકટર કે જેમની પાસે ડોક્ટરની ડીગ્રી છે.જે ખુબજ મુશ્કેલીઓનો સામનો કરીને ડોકટર બન્યા હોવાથી તે બીજાની મુશ્કેલી સરળતાથી સમજી શકે છે.ડો. કિરીટ નાયક.જેમના દવાખાનું એ માત્ર દવાખાનું નહિ પણ કેટલાય દુખિયાઓનું દુઃખ વહેંચવાનું સરનામું.અહીં દર્દી માત્ર દવા લેવા જ ન આવે પણ પોતાની સુખ દુઃખની વાતો કરવા પણ આવે.ક્યારેક એવું પણ બને કે રડતા આવ્યા હોય અને હસતા પાછા જાય.ડોક્ટરને પોતાના અભ્યાસ વખતે લેવડાવવામાં આવતા શપથને કિરીટભાઈએ પચાવી જાણ્યા છે.કેટલાય એવા દર્દીઓ હશે જેમનો એમણે માત્ર મફત ઈલાજ નથી કર્યો પણ આર્થિક રીતે મદદ પણ કરી છે.અને મદદ એ રીતે કરી કે બીજા હાથને પણ ખબર ન પડે.આવા ડોકટર પાસેથી આજના ડોક્ટરે ઘણું બધું શીખવું જોઈએ.
બીજા ડોકટર એ ડોકટરેટ હસિત મહેતા. વ્યવસાયે પ્રોફેસર,પ્રિન્સિપાલ અને નડિયાદની ઘણીબધી સામાજિક સંસ્થાના ટ્રસ્ટી.મારી પત્રકારત્વની કોલેજના એ પ્રિન્સીપાલ અને અમારા પ્રોફેસર પણ.અમારી કોલેજ એ નડિયાદની યુ.ટી.એસ મહિલા કોલેજના કેમ્પસમાં આવેલી અમૃતમોદી કોલેજ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ. એ બન્ને કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર. બન્ને કોલેજની દરેક છોકરી એમને કોઈપણ ખચકાટ વગર પોતાની સમસ્યા જણાવે.અને તેને તેની સમસ્યાનું સમાધાન મળી જ રહે.આટલી બધી સંસ્થાના ટ્રસ્ટી પણ એ એક સામાન્ય માણસ સાથે પણ સહજતાથી વાત કરે.ગમે તેવા વ્યસ્ત હોય પણ વિધાર્થીઓની સમસ્યા સાંભળવામાં કોઈ સમાધાન ન કરે.અમારી ચિંતા એમને અમારા કરતા વધારે.એમની સાથે વાત કરી આપણી માનસિક સ્થિતિ સુધર્યા વગર રહે જ નહીં.હસિત સર બધા જ વિદ્યાર્થીઓને આગળ લાવવામાં એમનાથી થતું બધું જ કરી છૂટે.આવા વ્યક્તિઓ ડૉક્ટરથી પણ વધુ હોય છે.જેમની સાથે વાત કરવાથી ક્યારેય દવાખાને જવું ન પડે.
આજના આ ડોકટર્સ ડે પર ઘણા બધા લોકોને મદદ કરી તેમના જીવન પરિવર્તિત કરનાર આ બે વ્યક્તિઓને દિલથી શુભેચ્છાઓ.

TejGujarati